Gold ATM: કાર્ડને મશીનમાં દાખલ કરીએ, પિન દાખલ કરીએ અને ચલણી નોટો બહાર આવે આવું તો હવે સામાન્ય છે. પરંતુ ચલણી નોટોને બદલે ચમકતા સોનાના સિક્કા બહાર આવવા લાગે તો… હા, હવે ગુજરાતમાં પણ આવું જ જોવા મળશે. એક કંપનીએ ગુજરાતનું પ્રથમ એટીએમ લગાવ્યું છે. જ્યાંથી ચલણી નોટો નહીં, પણ સોનું મળશે. આ Gold ATMની (Gold ATM) મદદથી 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે.

ડી ખુશાલભાઈ જ્વેલર્સના માલિક દીપક ચોક્સીના જણાવ્યા અનુસાર, આ એકમાત્ર એટીએમ છે જે રીઅલ-ટાઇમ લંડન બુલિયન દરે સોનું ખરીદી શકાશે, સોનાના લંડન બુલિયન રીઅલ-ટાઈમ દર સ્ક્રીન પર પ્રદર્શિત થશે. ગોલ્ડ એટીએમ (Gold ATM) નિયમિત કેશ એટીએમની જેમ જ કાર્ય કરે છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ ચુકવણી કરીને સોનુ ખરીદી શકાશે.

ડી ખુશાલ દાસ જ્વેલર્સના માલિક દિપક ચોકસીએ વધુમાં જણાવ્યું કે મારા પિતાનું સપનું હતું કે લોકો ખૂબ સરળતાથી સોના અને ચાંદી ખરીદી શકે. ઘણી વખત વિવિધ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કાની ભેટ આપવા માટે જરુર હોય તે સમયે જો સોનીની દુકાનો બંધ હોય તો સોનુ નથી ખરીદી શકતા ત્યારે અમારા ગોલ્ડ એટીએમ દ્વારા 24 કલાકમાં વ્યક્તિ પોતાની રીતે સોનુ અને ચાંદી ખરીદી શકશે તેથી સમયની આ મર્યાદા હવે ગોલ્ડ એટીએમ શરુ થતા દૂર થઈ જશે.
સોના-ચાંદીના સિક્કાનું ATM આવ્યું, પૈસા નાખો અને 20 ગ્રામ સુધીના સિક્કા લઇ જાઓ, સુરતના વેપારીએ મૂક્યું અનોખું ATM#atm #goldatm #viralvideo #trendingvideo #gujarat pic.twitter.com/Ktu7FAbasb
— Zee 24 Kalak (@Zee24Kalak) April 26, 2025
આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ જ્યારે પણ ભાવમાં ફેરફાર થાય છે તેનું સીધું એટીએમની સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં.

ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ (Gold ATM)
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રથમ ગોલ્ડ એટીએમ (Gold ATM) લગાવવામાં આવ્યું હતું. આ ગોલ્ડ એટીએમ સોનાની ખરીદી અને વેચાણ કરતી કંપની ગોલ્ડ કોઈન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતુ. સોનાના રોકાણને વધુ સરળ બનાવવાના હેતુથી કંપનીએ આ પગલું ભર્યું હતું. આ ગોલ્ડ એટીએમ દ્વારા હવે સોનામાં રોકાણ કરવું એટીએમમાંથી પૈસા ઉપાડવા જેટલું જ સરળ બનશે.