- ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા
- જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નહીં
- લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શુક્રવારે રાત્રે આશરે 10:31 વાગ્યે દિલ્હી એનસીઆર ભૂકંપના તીવ્ર આંચકાથી ધ્રુજી ઉઠ્યા હતા. રિક્ટર સ્કેલ ઉપર 6.1 ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર સહિત અન્ય ભાગોમાં લોકો ભયના કારણે ઘરની બહાર, ફ્લેટ્સથી નીચે ઉતરી આવ્યા હતા.
તાજિકિસ્તાનમાં હતું એપિસેન્ટર
શુક્રવારે રાત્રે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયેલા ભૂકંપનું એપિસેન્ટર તાજિકિસ્તાનમાં જમીનની નીચે લગભગ 74 કિલોમીટર હતું. શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના તીવ્ર આંચકા પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ અનુભવાયા હતા. તાજિકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તાજિકિસ્તાનમા ભારતીય સમયાનુસાર ભૂકંપ રાત્રે 10:31 વાગ્યે આવ્યો હતો.
લોકોએ ટ્વીટર પર શેર કર્યા વિડિયો