Deesa Fire
Spread the love

ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ (Deesa Fire) ફાટી નીકળતાં 15 થી વધુ શ્રમિકોનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ આગ (Deesa Fire)

પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ (Deesa Fire) લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા. ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ (Deesa Fire) લાગવાથી આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.  તેમજ અચાનક આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીના માહોલ સાથે ડરનો માહલો પણ જોવા મળ્યો હતો.  મળતી માહિતી અનુસાર પાણી ગરમ કરવાનું બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની આશંકા કરવામાં આવે છે.

મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લીધી છે. જો કે, આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગમાં (Deesa Fire) અન્ય 5થી વધુ શ્રમિકો દાઝ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ડીસામાં આગની (Deesa Fire) ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે  પાલનપુર, ડીસા, થરા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.  આ ઉપરાંત  ડીસા દક્ષિણ ઉત્તર પોલીસ પહોંચી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ડીસામાં લાગેલી આગના (Deesa Fire) કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની પણ શક્યતા છે.

મળતી માહિતી અનુસાર ડીસા GIDCમાં ફટકાડાના ગોડાઉનમાં 30થી વધુ લોકો કામ કરતા હતા. જેમાંથી કેટલાક લોકો ત્યાં જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોવા છતા તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.  જો કે હવે અનેક સવાલો થઈ રહ્યાં છે કે GIDCમાં આવેલી ફટાકડાની ફેકટરીમાં ફાયર સેફ્ટી હતી કે નહી?

મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઈ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ જેટલા લોકો 40 ટકાથી વધુ દાઝ્યા છે. જો કે, અત્યારે મોતનો ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *