Spread the love

– ઑસ્ટ્રેલિયન ઈન્ટેલિજન્સ ફર્મનો ધડાકો

– ચીનના જ દસ્તાવેજો થકી જાહેર કર્યું

– ચીનની PCR test ની મોટા પાયે રહસ્યમય ખરીદી

ચીનમાં કોરોના વાયરસ મે 2019 માં જ ફેલાઈ ચુક્યો હતો

ઑસ્ટ્રેલિયન ઈન્ટેલિજન્સ ફર્મના ફાઉન્ડર અને ઑસ્ટ્રેલિયન ઈન્ટેલિજન્સ આર્મીના નિવૃત્ત ઓફિસર ડેવિડ રોબિન્સનનો ચીનના ઓફિસિયલ દસ્તાવેજોને આધારે તૈયાર કરેલો સંશોધન રિપોર્ટ એવી વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યો છે કે આખા વિશ્વમાં જેના ઈન્ફેક્શનથી લગભગ અડધા કરોડ લોકોએ જીવન ગુમાવ્યું એ કોરોના વાયરસ ચીનમાં મે 2019 થી જ ફેલાઈ ચુક્યો હતો પરંતુ ચીને આ વાત દુનિયાથી છુપાવી રાખી સૌને અંધારામાં રાખ્યા. ચીન સરકાર દ્વારા ઓફિસિયલી જણાવ્યા મુજબ કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019 માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે નવા પુરાવાઓ ચીનના આ દાવાને જુઠો સાબિત કરે છે. આ સંશોધન કોરોના વાયરસ ચીનમાંથી જ ઉદભવ્યો એની સચોટ માહિતી આપે છે.

ચીને મે 2019 માં PCR test kit મોટા પ્રમાણમાં ખરીદી

નિવૃત્ત ઑસ્ટ્રેલિયન આર્મી ઈન્ટેલિજન્સ ઓફિસર ડેવિડ રોબિન્સનનો સંશોધિત રિપોર્ટ તેમની ઈન્ટેલિજન્સ ફર્મે જાહેર કર્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ચીનના સત્તાવાર દસ્તાવેજો જે જાહેરમાં ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં દર્શાવેલા દસ્તાવેજો એવું સાબિત કરી રહ્યા છે કે ચીન દ્વારા મે 2019 માં મોટા પ્રમાણમાં PCR test kit ખરીદવામાં આવી હતી. દસ્તાવેજો દર્શાવે છે કે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો એ વુહાન જ્યાં આવ્યું છે તે ચીનના હુબેઈ પ્રાંતે મે 2019 માં 10 મિલિયન ડોલરનો ખર્ચ PCR test ખરીદી હતી જે તેની પાછલા વર્ષે PCR test ની ખરીદી કરતાં લગભગ બમણો છે. હુબેઈ પ્રાંતમાં PCR test kit ની ખરીદી જુલાઈ 2019 થી ઑક્ટોબર 2018 ના સમયગાળામાં લગભગ બમણી થઈ હતી. હુબેઈ પ્રાંત દ્વારા PCR test ના કેટલા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા તે આંકડાનો ગ્રાફ જોઈએ તો 2015 માં 52 કોન્ટ્રાક્ટ, 2016 માં 53 કોન્ટ્રાક્ટ, 2017 માં 72 કોન્ટ્રાક્ટ, 2018 માં 89 કોન્ટ્રાક્ટ જ્યારે 2018 માં આ આંકડો છે 135 કોન્ટ્રાક્ટ જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ બમણો થયેલો દેખાય છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે શા માટે ચીનને આટલી મોટી સંખ્યામાં PCR test ખરીદવાની જરૂર પડી ?

ચીનમાં કોણે ખરીદી PCR test ?

PCR test ની ખરીદી હુબેઈ પ્રાંતમાં કોણે કરી તે જાણવું પણ રસપ્રદ છે. ચાઈનીઝ મિલીટરી, ચાઈનીઝ યુનિવર્સિટીઝ અને ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ખરીદી કરવામાં આવી. મે 2019 બાદ ચાઈનીઝ યુનિવર્સિટીઓની PCR test kitની ખરીદી બમણી, ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા 5 ગણી જ્યારે એનિમલ ટેસ્ટિંગ બ્યુરોએ 10 ગણી ખરીદી કરી. સૌથી પહેલા પેથોજન ડિટેક્શન ઈક્વિપમેન્ટની જરૂરિયાત છે તેવી માગણી વુહાન હોંગશાન ડિસ્ટ્રિક્ટ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા 22 મે 2019 ના દિવસે કરવામાં આવી. ઓર્ડર 27 મી મે 2019 માં આપવાની શરૂઆત થઈ. આ લિસ્ટમાં સૌપ્રથમ નામ છે ચાઈનીઝ પિપલ્સ આર્મી એરબોર્ન હોસ્પિટલ, સીડીસી યુનિટ પીએલએ હોસ્પિટલ, ચાઈનીઝ એનિમલ ટેસ્ટિંગ બ્યુરો, કોરોના વાયરસની માતા ગણાતી વુહાન ઈન્ટિટ્યુટ ઓફ વાયરોલોજી, આ દરમિયાન ચીનની યુનિવર્સિટીના PCR test માટેના ઓર્ડર બમણા થઈ ગયા હતા. આ બધી જ સંસ્થાઓ દ્વારા મોટા ભાગના ઓર્ડર સાઈનોફાર્મ કંપનીને આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય અને રહસ્યમય બાબત એ છે કે સાઈનોફાર્મ એ જ ચાઈનીઝ કંપની છે જેણે ચાઈનીઝ કોરોના વેક્સિન વિકસાવી છે.

સંશોધનનો સાર

નિવૃત્ત ઑસ્ટ્રેલિયન આર્મી ઈન્ટેલિજન્સના ઓફિસર ડેવિડ રોબિન્સન દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ એ પ્રશ્ન ઉભો થાય છે કે ચીને સત્તાવાર રીતે કોરોના વાયરસ ઈન્ફેક્શનનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019 માં એવું જાહેર કર્યું છે ત્યારે શા માટે PCR test ની ખરીદી મે 2019 માં કરવાની જરૂર પડી હતી ? શું ચીનમાં કોરોના વાયરસનો ફેલાવો મે 2019 થી જ શરૂ થઈ ગયો હતો ? કે પછી ચીનને કોરોના વાયરસ મહામારી ફેલાવાની જાણકારી પહેલાથી જ હતી ? ત્રણેય પ્રશ્નોના ઉત્તર એટલું ચોક્કસ ઈંગિત કરે છે કે મે 2019 માં કોરોના વાયરસ ચીનમાં ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી. આ સંશોધન બીજી બાબત પર પણ પ્રકાશ ફેંકી રહ્યો છે તથા મોટો પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે PCR test એ 30 વર્ષ જુની ટેકનોલોજી છે જે મેઈનસ્ટ્રીમમાં કોરોના મહામારી વખતે જ આવી ત્યારે ચીનને કેવી રીતે જાણકારી હશે કે આવનારા સમયમાં 30 વર્ષ જૂની ટેકનોલોજી મેઈનસ્ટ્રીમમાં આવશે ? ઑસ્ટ્રેલિયન ઈન્ટેલિજન્સ આર્મીના ઓફિસર ડેવિડ રોબિન્સનનો સંશોધન રિપોર્ટ ફરીથી વૈશ્વિક આરોગ્ય સંસ્થા WHO ની વિશ્વસનીયતા ઉપર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *