- ‘ગાઈડ’ ફિલ્મ વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મના અભિનેત્રી
- 60-70ના દાયકામાં હિંદી સિનેમા હતો દબદબો
- દેવ આનંદ સાથેની જોડી લોકપ્રિય ખુબ હતી
હિન્દી સિનેમાની પ્રખ્યાત અને પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વહીદા રહેમાને 60-70ના દશકામાં હિંદી સિનેમા પર દબદબો ભોગવ્યો હતો. વહિદા રહેમાન તેમના અદભુત અભિનય, શાસ્ત્રીય નૃત્ય અને સુંદરતાના આજે પણ ચાહકો ધરાવે છે. એક સમયે વહીદા રહેમાનની જોડી ગુરુદત્ત અને દેવ આનંદ સાથે એમના ચાહકો અત્યંત વખાણી હતી. ‘સીઆઈડી’થી લઈને ‘ગાઈડ‘ સુધી બંનેએ સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી છે.
વહીદા રહેમાને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. વહીદા રહેમાનને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને બે વખત ફિલ્મફેર એવોર્ડ જેવા પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. અનુરાગ ઠાકુરે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘મને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ અને સન્માનની લાગણી થાય છે કે વહીદા રહેમાન જીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.’
દાદા સાહેબ ફાળકે એવોર્ડ શરુ થયો ત્યારથી 54 વર્ષમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ સૌપ્રથમ મહિલાને 1969માં અભિનેત્રી દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર અને આશા ભોંસલેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે 2020 માં, આ સન્માન પીઢ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો.
વહીદા રહેમાનને હિન્દી ફિલ્મોમાં લઈ આવનારા મહાન હિંદી ફિલ્મ સર્જક ગુરદત્ત હતા. વહીદા રહેમાને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મોથી કરી હતી. એક વખત ગુરુદત્તનું ધ્યાન વહિદા રહેમાન પર પડ્યું, ગુરુદત્તને વહિદા રહેમાનમાં એક ઉત્કૃષ્ટ અભિનેત્રી દેખાતા તેમને મુંબઈ હિંદી ફિલ્મોમાં લઈ આવ્યા. વહિદા રહેમાનો તેમની સૌ પ્રથમ ફિલ્મ દેવઆનંદ સાથે સીઆઈડી કરી હતી. વહિદા રહેમાને ત્યાર બાદ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો, જોકે તેમનો ઉત્કૃષ્ટ અભિનય પ્યાસા, કાગઝ કે ફૂલ, ગાઈડમાં જોવા મળ્યો હોવાનું ફિલ્મ વિવેચકો માને છે.