ભારતીય નૌકાદળે એડમિરલના પદસૂચક ચિહ્ન (ઈપોલેટ્સ) માટે નવી ડિઝાઇનનું અનાવરણ કર્યું છે. આ પદસૂચક ચિહ્ન (ઈપોલેટ્સ)ની ડિઝાઈન માટે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રામાંથી પ્રેરણા લેવામાં આવી છે.
ઈન્ડિયન નેવીના એડમિરલના ખભા પર લાગતા પદસૂચક ચિહ્ન (એપોલેટ)ની ડિઝાઈનમાં ફેરફાર કરાયો છે. નવી ડિઝાઈન છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત છે. નેવીએ જણાવ્યું કે એપોલેટ્સની નવી ડિઝાઈન નેવીના ફ્લેગમાંથી લેવાઈ છે અને છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાથી પ્રેરિત છે. આ આપણા સમૃદ્ધ દરિયાઈ વારસાનું સાચું પ્રતિબિંબ છે. નવી ડિઝાઈન અપનાવવી અમારા પાંચ પ્રણના બે સ્તંભ- વારસાના ગર્વ અને ગુલામીની માનસિકતાથી મુક્તિ પ્રત્યે આપણું સમર્પણ દર્શાવે છે
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે 4 ડિસેમ્બરે નેવી ડે 2023ના રોજ પીએમ મોદીએ નૌકાદળના અધિકારીના ખભા પર નવી ડિઝાઈનના પદસૂચક ચિહ્ન (ઇપોલેટ્સ) હશે. પીએમ નરેન્દ્ર મોદીની આ ઘોષણા પછી આ ડિઝાઇન વિકસાવવામાં આવી હતી.
પાંચ પદો માટેના પદસૂચક ચિહ્ન (ઇપોલેટ્સ) બદલવામાં આવ્યા છે તે છે રિયર એડમિરલ, સર્જન એડમિરલ, એડમિરલ, વાઈસ એડમિરલ, સર્જન વાઈસ એડમિરલ. આ પદસૂચક ચિહ્ન (ઇપોલેટ્સ)માં ગોલ્ડન નેવી બટન, અષ્ટકોણ, તલવાર અને ટેલિસ્કોપનો સમાવેશ થાય છે. આ પદસૂચક ચિહ્ન (ઇપોલેટ્સ) કેટલીક બાબતોનો સંકેત આપે છે .
ગોલ્ડન નેવી બટન: ઈપોલેટ્સમાં રહેલું ગોલ્ડન બટન વસાહતી માનસિકતાને દૂર કરવા માટે નેવીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
અષ્ટકોણ: ઈપોલેટ્સમાં અષ્ટકોણ આઠ મુખ્ય દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે સર્વાંગી લાંબા ગાળાની દ્રષ્ટિનું સૂચક છે.
તલવાર: તલવારનું ચિહ્ન શક્તિ, રાષ્ટ્રીય તાકાત તથા યુદ્ધો લડવાની આપણી ક્ષમતાનો પરિચય કરાવે છે. દરેક પડકારનો સામનો કરી તેને હરાવવાની ક્ષમતાનો સંકેત આપે છે.
ટેલિસ્કોપ : ઈપોલેટ્સમાં ટેલિસ્કોપનું ચિત્ર દૂરદ્રષ્ટિ અને લાંબા સમય સુધી પ્રત્યેક ૠતુમાં વિશ્વમાં થતા રહેતા પરિવર્તનો પર નજર રાખવાની ક્ષમતાને દર્શાવે છે.