ભારત સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. કાવેરી એન્જિનને ફ્લાઈટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના માત્ર પાંચ દેશો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો અદ્યતન જેટ એન્જિન બનાવી શકે છે. ભારત પણ આ એલિટ ક્લબમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવાનું ભારતનું સપનું ઝડપથી વાસ્તવિકતા બનવા તરફ ગતિ કરી રહ્યું છે. કાવેરી એન્જિનને ફ્લાઈટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારતના સ્વદેશી એરો-એન્જિન વિકાસ કાર્યક્રમમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારતના પ્રથમ સ્ટીલ્થ, માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ (UCAV) “ઘાતક” માટે નોન-આફ્ટરબર્નિંગ કાવેરી એન્જિન વિકસાવવામાં આવ્યું હતું. આ એન્જિનને ફ્લાઈટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.
એન્જિન હવે વાસ્તવિક પરિસ્થિતિઓમાં બધા જ પ્રકારના પરીક્ષણો અને મૂલ્યાંકન જે ખાસ ફ્લાઈંગ ટેસ્ટ બેડ (FTB) પર હાથ ધરવામાં આવશે તેને માટે તૈયાર છે. આ પરીક્ષણો તબક્કાઓમાં હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણના તબક્કામાં, ડ્રાય-કાવેરી એન્જિનને FTB પર સ્થાપિત કરવામાં આવશે, જેથી તે વિવિધ પ્રકારની ફ્લાય કંડીશન અને એરક્રાફ્ટ સિસ્ટમ સાથે સંકલિત થઈ જશે અને તેની ક્ષમતાનું મૂલ્યાંકન તમામ પ્રકારની પરિસ્થિતિઓ, હવામાન, સ્થાન અને તાપમાનમાં કરવામાં આવશે. આ સાથે, લાંબી ફ્લાઇટ દરમિયાન એન્જિનની સહનશક્તિ અને કાર્યક્ષમતાનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
રશિયાની ગ્રોમોવ ફ્લાઇટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવશે પરીક્ષણ
રશિયાના પાટનગર મોસ્કો નજીક આવેલા ગ્રોમોવ ફ્લાઇટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. પરિક્ષણો સંપૂર્ણપણે સંશોધિત IL-76 પર આધારિત છે. રશિયામાં હાઈ એલ્ટિટ્યુડ સિમ્યુલેશન અને ભારતમાં સઘન ગ્રાઉન્ડ ટ્રાયલ સહિત વ્યાપક ટ્રાયલ પછી ફ્લાઈટ ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે.
રશિયામાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એવિએશન મોટર્સ (CIAM) ખાતે ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા હાઈ ઑલ્ટીટ્યુંડ પરીક્ષણોએ 13,000 મીટર (42,651 ફૂટ)ની ઊંચાઈ નું સિમ્યુલેશન કર્યું હતું. 2024-25 સુધીમાં તમામ ટ્રાયલ પૂર્ણ કરવાનું અને 2025-26 સુધીમાં મર્યાદિત ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય GTRE અને DRDO રાખી રહ્યા છે.
કયા દેશો પાસે અદ્યતન એન્જિન બનાવવાની ટેક્નોલોજી છે
વિશ્વમાં જેમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વીટો પાવરનો અધિકાર છે એવા માત્ર પાંચ જ દેશો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીન અદ્યતન એન્જિન બનાવવા સક્ષમ છે.
ભારત પણ આ એલિટ ક્લબમાં સામેલ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત આ એન્જિનનો ઉપયોગ ભવિષ્યમાં માનવરહિત એરિયલ વ્હીકલ્સ (UAVs)માં કરવાની યોજના ધરાવે છે. કાવેરી એન્જિન સાથેના અનુભવમાંથી શીખેલા બોધપાઠથી ભવિષ્યના રસ્તા સાફ થઈ ગયા છે.
અમેરિકાની જનરલ ઈલેક્ટ્રીક, બ્રિટનની રોલ્સ રોયસ અને ફ્રાન્સની સેફ્રાન જેવી મહાકાય કંપનીઓ આ મહત્ત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ માટે ભારત સાથે ભાગીદારી કરવાની રેસમાં છે. ભારત કંપનીઓ સાથેનો સહયોગ ભારત માટે માત્ર સંરક્ષણ ઉદ્યોગ જ નહીં પરંતુ નાગરિક સમાજને પણ ફાયદો થશે અને સંરક્ષણ ઉદ્યોગોમાં પણ લાંબી ભાગીદારીનો આધાર બની શકે છે.
ફાઇટર જેટ એન્જિન બનાવવા માટે ભારતનો સંઘર્ષ
વિશ્વના માત્ર થોડા જ દેશો – યુએસ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન – ફાઇટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદનમાં નિષ્ણાત છે, ટેકનોલોજી ધરાવે છે. ભારતનો કાવેરી એન્જિન પ્રોજેક્ટ 1980ના દાયકામાં શરૂ થયો હતો પરંતુ તેમાં ઘણી મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. પછી કદાચિત અ પ્રોજેક્ટ અંધારા ખૂણામાં ધકેલાઈ ગયો હતો જેને ડીઆરડીઓએ 2016 માં પુનઃજીવિત કર્યો અને તેને માનવરહિત લડાયક હવાઈ વાહનો માટે ડ્રાય સંસ્કરણના વિકાસ તરફ વાળ્યું.. હવે, આ સંસ્કરણને ફ્લાઇટ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે.
કાવેરી એન્જિનના સફળ પરીક્ષણથી વિદેશી સપ્લાયર્સ પર ભારતની નિર્ભરતા ઘટશે. ઈન્ફ્લાઈટ ટેસ્ટની સફળતા ભારતને આત્મનિર્ભર સંરક્ષણ ટેક્નોલોજી તરફ એક મોટું પગલું બનશે.
[…] બજાવી હતી. અસ્ત્ર (ASTRA) મિસાઇલને ડીઆરડીઓ (DRDO) દ્વારા ડિઝાઈન કરવામાં અને […]