બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં અડધી રાત્રે એક અજાણ્યો હુમલાખોર ઘુસી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો (Saif Ali Khan Attacked). આ હુમલામાં તે ઘાયલ થયો છે. તેની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હુમલામાં તે ઘાયલ થયો છે. તેમની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બુધવારે લગભગ 2 વાગ્યે, એક અજાણ્યા હુમલાખોર મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા અને તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જે બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાંદ્રા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ચોર સૈફ પર હુમલો કરીને ત્યાંથી ભાગી ગયો હતો અને તે કોઇના હાથે પકડાયો નહોતો.
#Breaking | Knife attack on actor #SaifAliKhan @PoojaB1972 tweets, "Can this lawlessness please be curbed Mumbai Police and CP Mumbai Police…We need more Police presence in Bandra…" @anchoramitaw and @ShivaniReports join @Prathibhatweets with details. pic.twitter.com/Iqt0bQOpFe
— TIMES NOW (@TimesNow) January 16, 2025
સૈફ અલી ખાનની ગરદન પર વાગ્યા ચાકુના ઘા
પોલીસ સીસીટીવી સ્કેન કરીને હુમલાખોરને શોધવામાં વ્યસ્ત છે. સૈફ અલી ખાનના ઘરે કામ કરતા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કર્યા બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ડીસીપી ઝોન X દિક્ષિત ગેદમના જણાવ્યા મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો જેમાં એક્ટર અને તેની વચ્ચે હાથોહાથની લડાઈ થઈ હતી જેમાં સૈફ ઘાયલ થયો હતો. સૈફની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ તપાસ ચાલુ છે. સવાલ એ છે કે કડક સુરક્ષા વચ્ચે ચોર હુમલાખોર સૈફ અલી ખાનના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો. આને સુરક્ષામાં મોટો ભંગ માનવામાં આવી રહ્યો છે.
પત્ની કરિના ક્યાં હતી
આ ઘટનાના 9 કલાક પહેલા સૈફ અલી ખાનની પત્ની કરીના તેની બહેન કરિશ્મા અને મિત્ર સોનમ કપૂર અને તેની બહેન રિયા કપૂર સાથે પાર્ટી કરી રહી હતી. સૈફ પર હુમલા સમયે કરિના ઘરમાં હાજર હતી કે નહીં તેની માહિતી હજુ સામે આવી નથી. છેલ્લે મળતી માહિતી મુજબ સૈફ ઘરમાં એકલો હતો.
મોડી રાત્રે સૈફ અલી ખાન પર હુમલો
મળતી માહિતી મુજબ, સૈફ અને હુમલાખોર વચ્ચે ઝપાઝપી થઈ હતી. તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા બાદ તેને ઈજા થઈ હતી. સૈફ અલી ખાનની સર્જરી થઈ રહી છે. મળતી માહિતી મુજબ, હુમલો તેમની કરોડરજ્જુ અને છાતીની આસપાસ કરવામાં આવ્યો હતો. ઝપાઝપી દરમિયાન સૈફને લગભગ છ જગ્યાએ ઈજા થઈ હતી. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે સૈફ પર આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલે FIR દાખલ કરી છે અને અજાણ્યા હુમલાખોરની શોધ કરવામાં આવી રહી છે.
રાત્રે 2 વાગ્યે ચોર ઘરમાં ઘૂસ્યો, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો
બાંદ્રાના જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં ઘણા સીસીટીવી લગાવવામાં આવ્યા છે. સૈફ અલી ખાનના ઘરમાં પણ કેમેરા લગાવવા જોઈએ. આવી સ્થિતિમાં તમામની નજર પોલીસ તપાસ પર છે. આરોપીઓ સુધી પહોંચવા માટે મુંબઈ પોલીસ તમામ સીસીટીવી તપાસશે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે રાત્રે 2 વાગે અજાણ્યા હુમલાખોર તેમના ઘરમાં કેમ ઘૂસ્યા. ઘટના સમયે ઘરમાં કોણ હતું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
[…] પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સૈફ અલી ખાનના ઘર પર થયેલા આ હુમલાની તપાસ […]