આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે દિલ્હી ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ પર હુમલો થઈ શકે છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાની આતંકવાદીઓ વાતાવરણને ડહોળવા માટે દિલ્હીમાં નેતાઓ પર હુમલો કરી શકે છે.
નેતાઓ ઉપર થઈ શકે છે હુમલો
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીના ઈનપુટ મુજબ દિલ્હી ચૂંટણી દરમિયાન ઘણા નેતાઓ નિશાના પર હોઈ શકે છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે રેલી કે જાહેર સભાઓમાં નેતાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એલર્ટ મુજબ સમયાંતરે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
#Breaking | AAP leader #ArvindKejriwal's security reviewed
— TIMES NOW (@TimesNow) January 15, 2025
– Review post input on K-threat
– Intel agencies review security
'Arvind Kejriwal is protected by Z+ security, which is the highest in Delhi…': @bhavatoshsingh joins @anchoramitaw with details. pic.twitter.com/tLMDEO1VjW
દિલ્હી વિધાનસભા ચુંટણી ક્યારે છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નેતાઓ દ્વારા અનેક રેલીઓ યોજવામાં આવી રહી છે. મંગળવારે એટલે કે ગઈકાલે 56 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. અત્યાર સુધીમાં 85 ઉમેદવારીપત્રો ભરાયા છે, જેમાંથી 13 જાન્યુઆરીએ 20 ઉમેદવારીપત્રો અને 10 જાન્યુઆરીએ નવ ઉમેદવારી પત્રો ભરાયા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવવાના છે.
[…] ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, […]