Chandola 2.0: અમદાવાદમાં મિની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવના (Chandola Lake) ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. ચંડોળા તળાવ પર ગેરકાયદેસર અતિક્રમણ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

આ બુલડોઝર કાર્યવાહી આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. ચંડોળા તળાવ પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે 50 થી વધુ બુલડોઝર કાર્ય કરી રહ્યા છે અને 3000 થી વધુ પોલીસકર્મીઓની ફોજ તૈનાત છે. મોટી સંખ્યામાં પોલીસની હાજરીમાં અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે લગભગ 20 હજાર બાંગ્લાદેશી અહીં ગેરકાયદેસર રીતે રહેતા હતા.
દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો

ચંડોળા 2.0 (Chandola 2.0) કામગીરી શરુ
અમદાવાદ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર અતિક્રમણ સામે બુલડોઝરની કાર્યવાહી અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કાર્યવાહી કરી છે. આજે બીજી વખત અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યું છે. આજે 10 હજારથી વધુ બાંધકામો તોડી પાડવામાં આવશે, જેનું તોડી પાડવાની કામગીરી આજે સવારથી જ શરૂ થઈ ગઈ છે.
#WATCH | Ahmedabad, Gujarat | Visuals from Chandola area. The second phase of demolition begins to remove illegal encroachment from an area of more than 2.5 lakh square meters. pic.twitter.com/3NYQvPnsPK
— ANI (@ANI) May 20, 2025


