Spread the love

કિશોર મકવાણા

– ભારતના ભાગલા કેવી રીતે થયા ?

– ભાગલા માટે કોણ જવાબદાર ?

– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…

ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 112

દેશના 99 ટકા મુસલમાનોએ પાકિસ્તાનની માંગણીનું સમર્થન કર્યું હતું

એફ. કે. ખાન દુરાનીએ ‘ધ મીનિંગ ઓફ પાકિસ્તાન’ નામના તેમના પુસ્તકમાં આ જ વાતનો પડઘો પાડતાં લખ્યું છે : ‘આપણા પૂર્વજોએ તેમનું રક્ત આપીને ખરીદી ન હોય તેવી ભારતની એક ઈંચ પણ ભૂમિ નથી. આપણે આપણા પૂર્વજોના રક્ત સાથે વિશ્વાસઘાત કરી શકીએ નહીં. આથી સમગ્ર ભારત આપણા પૂર્વજોનું છે. ઈસ્લામ ખાતર તેના પર પુનઃ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. મજહબી તથા રાજકીય બંને પ્રકારે ઈસ્લામના ઝંડા હેઠળ ભારતનું એકીકરણ થાય તે આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.

આ સદીના મહાન ઈતિહાસકાર આર્નોલ્ડ ટાયનબીએ આપ્યો છે. ‘વ્હૉટ ઈઝ પાકિસ્તાન ?’ નામના લેખમાં તેમણે લખ્યું છે : ‘‘આ દેશ પર સંપૂર્ણ અધિપત્ય સ્થાપવાના તેમના 1200 વર્ષ જૂના સ્વપ્નને સાકાર કરી શકે તે માટે વીસમી સદીમાં મુસલમાનોનું આ દિશામાં આ પહેલું સફળ પગલું હતું.’

દેશના બધા મુસલમાનો ઇચ્છતા તો હતા કે ઇસ્લામના આધાર પર પાકિસ્તાન બનવું જોઇએ અને છતાં પાકિસ્તાન બનતા જ ભારતમાં રહેતા મુસલમાનો કંઇ પાકિસ્તાન જતા રહેવાના નહોતા. દેશના 99 ટકા મુસલમાનોએ પાકિસ્તાનની માંગણીનું સમર્થન કર્યું. તેનાં અનેક કારણ છે. ઘણા આકર્ષક સાંપ્રદાયિક નારા છે. આ નારાના આધારે મુસ્લિમ લોક માનસને સરળતાથી ભડકાવી શકાય છે. તેમને ઉશ્કેરવા માટેનો આ સચોટ ઉપાય છે. દા.ત.- ‘ઈસ્લામ ખતરે મેં હૈ’, ‘જેહાદ’, ‘દારુલ હરબ’ને ‘દારુલ ઈસ્લામ’ બનાવો. એફ. કે. ખાન દુરાનીએ ‘ધ મીનિંગ ઓફ પાકિસ્તાન’ નામના તેમના પુસ્તકમાં આ જ વાતનો પડઘો પાડતાં લખ્યું છે : ‘આપણા પૂર્વજોએ તેમનું રક્ત આપીને ખરીદી ન હોય તેવી ભારતની એક ઈંચ પણ ભૂમિ નથી. આપણે આપણા પૂર્વજોના રક્ત સાથે વિશ્વાસઘાત કરી શકીએ નહીં. આથી સમગ્ર ભારત આપણા પૂર્વજોનું છે. ઈસ્લામ ખાતર તેના પર પુનઃ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ધર્મની દ્રષ્ટિએ વિસ્તાર આવશ્યક છે. તેમાં હિન્દુઓ પ્રત્યે ઘૃણા કે દુશ્મનાવટનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. વાત એથી ઊલટી છે. મજહબી તથા રાજકીય બંને પ્રકારે ઈસ્લામના ઝંડા હેઠળ ભારતનું એકીકરણ થાય તે આપણું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. આ સિવાય બીજું કોઈ અંતિમ રાજકીય સમાધાન ભારતનું થઈ શકે નહીં.’ (રાજેન્દ્રપ્રસાદ : ઈન્ડિયા ડિવાઈડેડ, પૃષ્ઠ: 306)

પાકિસ્તાનના નિર્માણ અંગે એક આવો જ પુરાવો આ સદીના મહાન ઈતિહાસકાર આર્નોલ્ડ ટાયનબીએ આપ્યો છે. ‘વ્હૉટ ઈઝ પાકિસ્તાન ?’ નામના લેખમાં તેમણે લખ્યું છે : ‘‘આ દેશ પર સંપૂર્ણ અધિપત્ય સ્થાપવાના તેમના 1200 વર્ષ જૂના સ્વપ્નને સાકાર કરી શકે તે માટે વીસમી સદીમાં મુસલમાનોનું આ દિશામાં આ પહેલું સફળ પગલું હતું.’ (એમ. એસ. ગોળવલકર : બંચ ઓફ થોટ્સ, પૃષ્ઠ: 168)

ટાયનબીએ મુસ્લિમ માનસમાં શરૂઆતથી જ ધરબાયેલી અખિલ ભારતીય ઈસ્લામવાદની  માનસિકતા તરફ માત્ર ધ્યાન જ દોર્યું છે.

પરંતુ ભારતના મુસલમાનોમાં એક બીજી પણ વિચારધારા પડેલી છે. તેમનામાં મોટા ભાગના હિન્દુ છે. ઈસ્લામ મત સ્વીકાર્યા પછી પણ તે શહેર અને ગામડાંઓમાં હિન્દુઓ સાથે સદીઓથી હળીમળીને રહે છે. તેમનું ભોજન અને સામાજિક રીતરિવાજ મોટા ભાગે હિન્દુઓ જેવા છે. તેમનામાં તુર્કી, ઈરાન અથવા આરબ દેશના મુસલમાનોનો જરાય અંશમાત્ર નથી. તેમનું ડીએનએ સો ટકા હિન્દુ છે. અરે, આ દેશોના મુસલમાનો તો ભારતના મુસલમાનોને માત્ર ‘હિન્દી’ કહીને બોલાવે છે; તો પછી કઈ બાબત ભારતીય મુસલમાનોને હિન્દુઓથી અલગ કરે છે ? તે એમની ધર્માંધતા છે. કટ્ટરતા છે. આથી તેમની ધર્માંધતાને ઉત્તેજન ન મળે તે વાત ખૂબ મહત્વની હતી; પરંતુ ખિલાફત આંદોલનને કૉંગ્રેસના પૂર્ણ સમર્થનથી આ ધર્માંધતાને પ્રોત્સાહન મળ્યું. પોતાની નિર્લજ્જ ધર્માંધ- કટ્ટર માનસિકતા માટે કુખ્યાત હતી એવી વ્યક્તિઓના હાથમાં જ કૉંગ્રેસે મુસલમાનોના નેતૃત્વની લગામ પકડાવી.
મુસલમાનોને બ્રિટિશ છાવણીથી અલગ કરવા માટે થોડીક સદ્દભાવના દેખાડવામાં આવે એ તો સમજી શકાય છે. આ ત્રિકોણિયા સંઘર્ષમાં બે પ્રતિદ્વંદ્વીઓમાંથી એકને પોતાની તરફેણમાં કરવો વાસ્તવમાં સાચી રણનીતિ હતી. પરંતુ તેને માત્ર રણનીતિ પૂરતી જ મર્યાદિત રાખવાની જરૂર હતી, તેને લક્ષ્ય બનાવવાની જરૂર નહોતી. કૉંગ્રેસી નેતા આ નિર્ણાયક ભેદને સમજવામાં જ થાપ ખાઈ ગયા. એક કામચલાઉ રણનીતિ ‘લક્ષ્ય’ બની ગઈ, વાસ્તવમાં તો તે એક સેક્યુલર ‘સિદ્ધાંત’ બની ગયો હતો. સેક્યુલર એટલે જે મુસ્લિમ કટ્ટરવાદને ખાતર-પાણી પૂરા પાડે ! ‘સ્વરાજ્ય માટે હિન્દુ – મુસ્લિમ એક્તા અનિવાર્ય’ નો નારો આ જ ઊલટા ક્રમનું યથાર્થ  રૂપ હતું. ‘સાધન’ ‘સાધ્ય’ બની ગયું અને ‘રણનીતિ’ ‘લક્ષ્ય’ બની ગયું. આ ‘એક્તા’ હાંસલ કરવા માટે મુસ્લિમ તુષ્ટીકરણને મુખ્ય આધાર બનાવવામાં આવી. કૉંગ્રેસની નીતિ તેને જીતવા માટે આંટાફેરા કરવા લાગી. આ એક્તાના મોહમાં ફસાઈને કૉંગ્રેસ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય મૂલ્યોના સિદ્ધાંતોને એક પછી એક ધૂળમાં મેળવતી હતી. છેલ્લે તે મૂળ લક્ષ્યથી જ ભટકી ગઈ. તેણે કહ્યું તો હતું મુસલમાનોને રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવાનું, પરંતુ થયું એથી તદ્દન ઊલટું. તે પોતે જ મુસ્લિમ અલગતાવાદના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ. મુસ્લિમોની દરેક રાષ્ટ્રઘાતી માંગણી અને માનસિકતા આગળ કોન્ગ્રેસ ઝૂકતી ગઇ.

‘સ્વરાજ્ય માટે હિન્દુ – મુસ્લિમ એક્તા અનિવાર્ય’ ના નારાની પોલ વધુ એક પુરાવાથી ખુલી જાય છે. અંગ્રેજોએ ભારત છોડ્યું અને આપણને ‘સ્વરાજ્ય’ સોંપ્યું તે વખતે ‘હિન્દુ – મુસ્લિમ એક્તા’નું દેવાળું ફૂંકાઈ ચૂક્યું હતું. હિન્દુઓ તથા મુસલમાનો વચ્ચેની સામાજિક આદાન-પ્રદાનની નનામી નીકળી ચૂકી હતી. હકીકતમાં ભાગલાના રૂપમાં આ નારાની બંધારણીય અંત્યેષ્ટિ કરીને જ ‘સ્વરાજ્ય’ આપણને સોંપવામાં આવ્યું. ખરેખર, આપણા રાષ્ટ્રીય નેતાઓની આસ્થાઓ અને નીતિઓ કેટલી ભ્રામક રહી હશે !

કૉંગ્રેસ નેતૃત્વની નિષ્ફળતાનું ત્રીજું કારણ હતું – હિન્દુઓ પ્રત્યે તેની વિનાશકારી નીતિ-રીતિ. આ નીતિ-રીતિએ હિન્દુ મનોબળને તોડી નાખ્યું.

|ક્રમશઃ|

– ©કિશોર મકવાણા


Spread the love