• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 78
• મુસ્લિમ લીગે ભારતના ભાગલા કરાવવા માટે હજારો હિન્દુઓની કતલ કરાવી.
- બંગાળના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવા માટે હિન્દુઓ 24 ઓક્ટોબર 1946 ના દિવસે દિવાળીને ‘કાળી’ દિવાળી તરીકે ઉજવવાના હતા. તો સામે છપરામાં એક સ્થાનિક મુસ્લિમ નેતાએ પોતાના અનુયાયીઓને પોતાનાં ઘરો પર દીવા કરી ‘આનંદ-ઉત્સાહ’ મનાવવા ઉશ્કેર્યા.
- દુર્ભાગ્યે આપણા આવા માટીપગા રાષ્ટ્રીય નેતૃત્વને જેહાદી મુસ્લિમ લીગ અને અંગ્રેજોની સંયુક્ત ધમકીઓ અને ચાલબાજીઓનો સામનો કરવાનો હતો. હિન્દુઓ જેહાદીઓના હાથે મરી રહ્યા હતા ત્યારે નહેરુ પહેલી સ્વતંત્ર સરકારની રચનાને લઇને વ્યસ્ત હતા.
મુસ્લિમ લીગે ડાયરેક્ટ એક્શનના આપેલા એલાન પછી કલકત્તા અને નોઆખલીમાં મુખ્યમંત્રી સોરાવર્દીના નેતૃત્વમાં મુસ્લિમ આતંકીઓએ કાળોકેર વર્તાવ્યો. હત્યા, બળાત્કાર, લૂંટફાટની આંધી ઊઠી હતી. છતાં મુસ્લિમ લીગે મુસલમાનોને ઉશ્કેરવા એવી અફવા ફેલાવી કે નોઆખલીનો બદલો લેવા બિહારના હિન્દુઓએ નિર્દોષ સ્થાનિક મુસલમાનો પર ભયાનક અત્યાચાર કર્યા છે. પરંતુ તથ્યો કાંઈક બીજું જ કહેતા હતા. આચાર્ય કૃપલાનીએ લખેલું વિવરણ આંખ ખોલવાનું છે. બિહારનાં હુલ્લડોની શરૂઆત પર પ્રકાશ પાડતાં એમણે કહ્યું છે :
‘બંગાળના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવા માટે હિન્દુઓ 24 ઓક્ટોબર 1946 ના દિવસે દિવાળીને ‘કાળી’ દિવાળી તરીકે ઉજવવાના હતા. તો સામે છપરામાં એક સ્થાનિક મુસ્લિમ નેતાએ પોતાના અનુયાયીઓને પોતાનાં ઘરો પર દીવા કરી ‘આનંદ-ઉત્સાહ’ મનાવવા ઉશ્કેર્યા. ૨૫ નવેમ્બરના દિવસે બંગાળની ઘટનાઓનો વિરોધ કરવા હિન્દુઓએ એક શાંતિમય સભા કરી તો બીજી તરફ પૂરેપૂરા વેગથી હુલ્લડો ભડકી ઊઠ્યાં અને પાંચ દિવસ સુધી તોફાનો ચાલતાં રહ્યાં…’ u(જે. બી. કૃપલાની : ગાંધી – હીઝ લાઈફ એન્ડ થોટ, પૃષ્ઠ: 264)
છેલ્લા કેટલાક દિવસથી સાંપ્રદાયિક તણાવ વધતો જતો હતો. કૉંગ્રેસ મંત્રીમંડળની સફળતાથી ગુસ્સે થઈ કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં મુસ્લિમો પર અત્યાચારો કરવામાં આવે છે એવો જૂઠો જોરદાર પ્રચાર શરૂ કર્યો. એમણે ‘વીરપુર રિપોર્ટ’ નામે એક મનગઢંત અહેવાલ પણ પ્રકાશિત કર્યો. આ અહેવાલે હિન્દુ અને મુસલમાનોની ભાવનાઓ ભડકાવવામાં પેટ્રોલનું કામ કર્યું.
‘ભારત છોડો આંદોલન’ સમયે પણ બિહારમાં ભારે તોફાન મચી ગયું હતું. એ સમયે પણ મુસ્લિમ લીગનો વ્યવહાર સ્વાધીનતા સંઘર્ષમાં રોડાં નાખવાનો જ રહ્યો હતો. આનાથી મુસલમાનો અળખામણા બની ગયા.
કલકત્તાનાં હુલ્લડોમાં પહેલાં તો મુસલમાનોએ હિન્દુઓને ખૂબ નુકસાન પહોંચાડ્યું. મુસ્લિમ હુલ્લડખોરોએ બિહારી શ્રમિક હિન્દુઓ પર ભયાનક અત્યાચાર કર્યા. એમણે બિહારમાં પોતાની યાતનાઓની કરુણ કથનીઓ સંભળાવી. એનાથી હિન્દુઓનો ગુસ્સો ફાટી નીકળ્યો. એ વખતે બિહારમાં એક પત્રિકા ફરતી થઈ. આ પત્રિકા કોઈ મુસ્લિમ લીગના નેતાએ છપાવી હતી એમ કહેવાય છે. એમાં ‘હિન્દુઓની હત્યા’ કરવાનું ફરમાન હતું. એથી હિન્દુઓમાં આશંકા હતી કે મુસલમાનો બિહારમાં કોઇ મોટું તોફાન કરવાનું વિચારી રહ્યા છે. આ બધા કરતાંય એક વધુ મોટી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના મુજફફરપુરમાં સપ્ટેમ્બરના અંતમાં બની. કલકત્તાથી અપહરણ કરવામાં આવેલી એક હિન્દુ છોકરીને બિહારમાં લાવી એને એક સ્થાનિક મુસ્લિમના ઘરમાં ગોંધી રાખવામાં આવી છે એવા સમાચાર લોકોએ જાણ્યા. હિન્દુઓએ પેલા મુસલમાનને પેલી છોકરીને છોડી મૂકવા વિનંતી કરી. વિનંતી ન માની એટલે ભીડ છોકરીને શોધવા પેલાના ઘરે પહોંચી, પણ એમણે જોયું કે છોકરી સાથે જ મુસલમાન અલોપ થઈ ગયો છે. ભીડ બેકાબૂ થઈ ગઈ. એણે સ્થાનિક મુસલમાનો સાથે બદલો લેવાનું શરૂ કર્યું. મુસલમાનોનાં ઘર લૂંટી એને સળગાવી દીધાં. બંગાળની મુસ્લિમ લીગની સરકારે મુસ્લિમ હુલ્લડખોરોને મદદ કરી. હિન્દુઓએ જાતે જ પગલું ભર્યું ત્યારે એ ચેતી.’ (જે. બી. કૃપલાની : ગાંધી – હીઝ લાઈફ એન્ડ થોટ, , પૃષ્ઠ: 263-264)
કૃપલાણીએ લખ્યું છે કે બંગાળ સરકારની સરખામણીમાં બિહારમાં સરકાર અને બીજા કેન્દ્રીય નેતાઓના આચરણમાં આસમાન-જમીનનું અંતર હતું. બિહારની સ્થિતિ અલગ હતી. બંગાળની જેહાદી સરકારે તો પાકિસ્તાન મેળવવા માટે હિન્દુઓના વિરોધમાં ‘સીધાં પગલાં’ એલાન કર્યું હતું. બિહારમાં પંડિત નહેરુ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ખાન અબ્દુલ ગફારખાન અને કૃપલાણી તરત પહોંચી ગયા. એમણે શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નો કર્યા. વિસ્થાપિત મુસલમાનો પોતપોતાને ઘરે પાછા ગયા.’
કૃપલાની આગળ લખે છે :
‘વાઈસરૉયે હવે કેન્દ્રીય સરકારને પ્રાંતીય સ્વાયત્તતાની દુહાઈ આપી કામ કરતાં રોકી નહિ. જ્યારે અમે લોકોએ એમને ધિક્કાર્યા ત્યારે તેઓ લાજ્યા. હુલ્લડો શાંત કરાવવા પોલીસને વારંવાર ગોળીબાર કરવા પડ્યા. મુસ્લિમ ઘરો પર આક્રમણ કરનારાઓની સાથે કોઈ ‘સાધુ’ અને ‘સંન્યાસી’ (નોઆખલીમાં મુસ્લિમ હિંસક ટોળાંમાં મૌલવીઓ હતા) ન હતા. તેઓ મુસ્લિમોની જેમ ‘જેહાદ’ નહોતા કરી રહ્યા. કલકત્તા અને નોઆખલીમાં તો સામૂહિક બદલો લેવાની માનસિકતા હતી..જ્યારે બિહારમાં તો આશંકા જોડાયેલી હતી કે હિન્દુઓ આક્રમક વલણ નહીં અપનાવે તો એમના માટે બચવાની કોઈ શક્યતા જ રહેશે નહિ.. ગાંધીજીના આગમન પછી નોઆખલીમાં હિન્દુઓને પોતાના ઘરે પાછા ફરવા માટે કોઈ પ્રોત્સાહન મળ્યું નહોતું, બિહારના મુસ્લિમો માટે આવું કહી શકાય એમ નથી… બિહારમાં ગાંધીજીના કહેવાથી અનેક સ્થળોએ હિન્દુઓ રાહત શિબિરોમાં ગયા અને મુસલમાનોને ફરીથી એમનાં ઘરોમાં પાછા લઈ આવ્યા. હિન્દુઓએ મુસ્લિમ શરણાર્થીઓના પુનઃ વસવાટ માટે ફાળો આપ્યો. આના માટે હિન્દુ મહિલાઓએ ગાંધીજીને પોતાનાં ઘરેણાં દાનમાં આપી દીધાં. મુસ્લિમોને ખવરાવ્યું અને એમની સારસંભાળ પણ રાખી. કલકત્તા અને નોઆખલીમાં હિન્દુઓ સાથે આમાનું કશું મુસ્લિમોએ કર્યું નહીં.
‘સહાય અને પુનઃ વસવાટનું કામ હવે એક મુસ્લિમ મંત્રી અબ્દુલ કચ્યૂમ અન્સારીને સોંપવાનાં આવ્યું હતું. મુસ્લિમ લીગના કાર્યકર્તાઓના આચરણને કારણે ગાંધીજીનું કામ મુશ્કેલ બની ગયું. સદ્દભાવ દાખવવા માટે બિહાર સરકારે શિબિર – સંચાલનનું કામ મુસ્લિમ લીગના કાર્યકર્તાઓને સોંપી દીધું હતું. શિબિર તરત જ જેહાદી ષડ્યંત્રોનો અડ્ડો બની ગઈ. પુનઃ વસવાટના કામમાં ખૂબ અડચણો આવી, કારણ કે મુસ્લિમ લીગીઓએ મુસ્લિમ શરણાર્થીઓને પોતાના ઘરે પાછા ન ફરવા સમજાવી લીધા. બંગાળના મુસ્લિમ લીગી મંત્રીમંડળે પણ જેહાદી વલણ અપનાવવાનાં કાંઈ બકી રાખ્યું ન હતું. એણે મુસ્લિમ શરણાર્થીઓને બિહારમાં પોતપોતાને ઘરે પાછા જતા રોક્યા. મુસ્લિમ લીગી સરકાર શક્ય હોય તેટલી વધુ ને વધુ સંખ્યામાં બિહારી મુસ્લિમ શરણાર્થીઓને રોકી રાખવા માંગતી હતી, જેથી એમને સરહદી જિલ્લાઓમાં વસાવી શકાય, કારણ કે અહીં હિન્દુઓની બહુમતી હતી.’ (જે. બી. કૃપલાની : ગાંધી – હીઝ લાઈફ એન્ડ થોટ, , પૃષ્ઠ: 266-267) મુસ્લિમ લીગ ઇચ્છતી હતી કે ભવિષ્યમાં અહીં મુસ્લિમ બહુમતી હશે તો પોતાના ફાયદામાં રહેશે.
આચાર્ય કૃપલાણીના આ વિવરણથી હિન્દુ અને મુસ્લિમ હિતો પ્રત્યે મુસ્લિમ લીગી મંત્રી મંડળો, અંગ્રેજ રાજ્યપાલો અને વાઈસરૉયનું તુલનાત્મક વલણ કેવું ભેદભાવ ભર્યું હતું એ છતું થાય છે, એટલું જ નહિ પરંતુ કાયમની નીતિ એ જ રહી હતી કે, નિર્લજ્જતાપૂર્વક હિન્દુઓનો વિરોધ કરવો અને મુસ્લિમો ધરાર ખોટા હોય તો ય સમર્થન. આ સમગ્ર ઘટનાક્રમમાં વ્યથાજનક વાત તો એ રહી હતી કે આપણા રાષ્ટ્રીય નેતાઓએ પણ આ જ માનસિકતાનો પરિચય કરાવ્યો હતો. કેન્દ્રીય સરકારનો કોઈ મોટો કોન્ગ્રેસી નેતા ભૂલથી પણ બંગાળ ન ગયો, જ્યાં હિન્દુઓની બેરહમીપૂર્વક હત્યાઓ થઇ રહી હતી, બહેન-બેટીઓની આબરુ લૂંટાઇ રહી હતી. જ્યારે એના ડઝનબંધી મંત્રીઓએ બિહાર પહોંચવામાં પળવાર પણ મોડું કર્યું ન હતું, જ્યાં મુસલમાનોને મામૂલી નુકસાન થયું હતું. માત્ર ગાંધીજી નોઆખલીના તોફાનગ્રસ્ત વિસ્તારોમાં ગયા. (ગાંધીજી અને કૃપલાણીજી સરકારના પ્રતિનિધિ ન હતા.) સરકારે હિન્દુ તોફાનીઓ દબાવવા માટે શક્ય તે બધા જ ઉપાયોનો આશરો લીધો. એમના પર ગોળીઓ ચલાવવામાં આવી. વિમાનમાંથી એમના પર બોંબવર્ષા કરવામાં આવી. આઝાદી માટે લોહી – પરસેવો એક કરનારા હિન્દુઓને દબાવવા અને અપમાનિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા.
દુર્ભાગ્યે આપણા આવા માટીપગા રાષ્ટ્રીય નેતૃત્વને જેહાદી મુસ્લિમ લીગ અને અંગ્રેજોની સંયુક્ત ધમકીઓ અને ચાલબાજીઓનો સામનો કરવાનો હતો. હિન્દુઓ જેહાદીઓના હાથે મરી રહ્યા હતા ત્યારે નહેરુ પહેલી સ્વતંત્ર સરકારની રચનાને લઇને વ્યસ્ત હતા. હિન્દુઓ મરે કે જીવે એની સાથે એમને કંઇ લેવા દેવા નહોતું. એ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં એકવાર ગયા એ પણ જ્યાં મુસલમાનોને નુકસાન થયું હતું એ વિસ્તારમાં.
અખંડ ભારતના સ્વાધીનતા સંગ્રામના અખાડામાં એમના બે હરીફો હતા. મુસ્લિમ લીગ અને અંગ્રેજ. ભાગલાના ભણકારા નજીક સંભળાઇ રહ્યા હતા એમ મહંમદઅલી ઝીણા હવે બેફામ બન્યા હતા.
: ક્રમશ:
©kishormakwana