Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 77

• અલગ પાકિસ્તાન માટે મુસ્લિમ લીગે ‘સીધા પગલા’નું એલાન આપી હજારો હિન્દુઓની કતલ કરી

  • તોફાનો એક બાબત પુરવાર કરી કે મુસ્લિમ આતંકીઓને એમની જ ભાષામાં જવાબ અપાય તો જ તોફાનો શાંત થઇ શકે! મુસ્લિમ લીગની બધી યોજના ઊંધી વળી ગઇ. સરકાર અને પોલીસનું સમર્થન મેળવી મુસ્લિમ લીગની ગુંડા-ફોજ હિન્દુઓ પર ધાક જમાવવામાં સફળ થઈ શકી નહિ. ‘ડરપોક હિન્દુઓ’ એ એમનું પરંપરાગત પરાક્રમ દેખાડી દીધું
  • મહંમદઅલી ઝીણાએ એમની પિસ્તોલ ચલાવી: ૧૬મી ઓગસ્ટ નજીક આવતી ગઈ તેમ તેમ લગભગ બધાં મહાનગરો અને નાનાં નગરોમાં મુસલમાનોએ હિન્દુ વિરુદ્ધ ‘જેહાદ’ શરૂ કરી દીધી. બંગાળના મુખ્યમંત્રી સુહરાવર્દીએ કલકત્તા હત્યાકાંડ માટેની છેલ્લી તૈયારી કરી લીધી. સભામાંથી પાછી ફરતી ભીડે હિન્દુઓ પર ભયાનક અત્યાચારોનો આતંક ફેલાવ્યો. સાક્ષાત્ નરકનું દ્રશ્ય હતું ! મોટા પાયે હત્યા, લૂંટફાટ, આગ અને બળાત્કારના બનાવો થયા. બર્બરતા ભરેલા ઈસ્લામી આક્રમણોનાં ઘોડાપૂર ફરીથી શરૂ થઈ ગયાં હોય એમ લાગ્યું.
  • ડો. બાબાસાહેબ આંબેડકરની આશંકા સાચી પડી. એમણે 1940માં જ ચેતવણી આપી હતી કે સેના અને પોલીસમાં મુસ્લિમોની બહુમતી ઘાતક પુરવાર થશે. દેશને નહીં, ઇસ્લામને વફાદાર રહેશે. થયું પણ એમજ. અનેક પ્રાંતોમાં પોલીસ બેડામાં મુસ્લિમો બહુમતીમાં હતા. 16મી ઓગસ્ટની ધમકીનાં ઘેરાતાં સંકટોએ એને બળ આપ્યું.

16 મે 1946 ના રોજ કેબિનેટ મિશન દ્વારા રજૂ કરેલી બ્યૂ પ્રિન્ટમાં બે યોજનાઓનો એક ‘દીર્ઘકાલિન’ અને બીજી ‘અલ્પકાલિન’ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનાને આધારે કેબિનેટ મિશને પાકિસ્તાનની માંગણીને રદ કરી એક સંઘીય ઢાંચાની યોજના રજૂ કરી હતી. જેમાં એક જ બંધારણીય એસેમ્બલી દ્વારા પ્રસ્તાવિત ભારતીય સંઘના બંધારણને તૈયાર કરવાની વાત કરવામાં આવી હતી. દીર્ઘકાલીન યોજનાને આધારે પ્રાંતોને ત્રણ સમૂહમાં વહેંચવાની વિચારણા હતી: જેમાં એક હિન્દુ બહુમતી, બીજી મુસ્લિમ બહુમતી અને ત્રીજો સમૂહ પૂર્વ તેમજ ઉત્તર-પૂર્વના પ્રાંતો જેવા કે બંગાળ તેમજ આસામમાં બનાવી શકાય. દરેક સમૂહને પોતપોતાના વિધાયક તેમજ વ્યવસ્થાપનો, પ્રસ્તાવિત ભારતીય સંઘની બહાર જવાનો અધિકાર પણ આપવામાં આવશે. અલ્પકાલીન યોજનાને આધારે તાત્કાલિક એક આંતરિક સરકારની રચનાનો પ્રસ્તાવ હતો.
પં. જવાહરલાલ નહેરુએ ‘કૅબિનેટ મિશન’ યોજના વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો કે તરત જ મહંમદઅલી ઝીણાએ એનો વિરોધ કર્યો એમાં આશ્ચર્ય પામવા જેવી વાત નહોતી. મહંમદ ઝીણાને લાગ્યું કે યોજનાનો સ્વીકાર કરીશું તો પોતાની ‘પાકિસ્તાન યોજના’ ધરાશાયી રહી જશે. મહંમદઅલી ઝીણાએ તો આ યોજનાને ‘પાકિસ્તાનનાં બીજ’ સમાન માનીને યોજનાને પોતાની સંમતિ આપી હતી. ૬ જૂનના પ્રસ્તાવમાં મુસ્લિમ લીગે કહ્યું હતું, ‘6 મુસ્લિમ પ્રાંતોના ‘ખ’ અને ‘ગ’ સમૂહોમાં ફરજિયાત વર્ગીકરણને જોતાં આ યોજનામાં ‘પાકિસ્તાનનાં બી’ પડેલાં છે. મુસ્લિમ લીગે એમ પણ કહ્યું હતું, ‘એ બંધારણ સભામાં સામેલ થશે તો એના પરિણામ સ્વરૂપે આખરે એક સંપૂર્ણ સાર્વભૌમ પાકિસ્તાનની સ્થાપના થશે. કારણ કે ‘મિશને’ અપ્રત્યક્ષ રૂપે પ્રાંતો કે વર્ગોને સંઘથી અલગ થવાની તક અને અધિકાર મળે એવી વ્યવસ્થા કરી છે.’
આ બધી બાબતોથી એક વાત સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે કે મુસ્લિમ લીગ એવું માનતી હતી કે તરત તો પાકિસ્તાન મળી જવાનું નથી પરંતુ ‘મિશન યોજના’ ની નિસરણી પર ચઢી એ મહાન પાકિસ્તાન મેળવી શકશે.
મહંમદ અલી ઝીણાએ પોતાના સ્વભાવ પ્રમાણે ‘મિશન’ ના સભ્યો સમક્ષ દલિલ કરી કે નહેરુએ તો લાંબાગાળાની યોજનાના મૂળ સ્વરૂપને જ તદ્દન નકારી કાઢ્યું છે. એમણે સંબંધિત પક્ષોની બધી જવાબદારીઓ અને એમના અધિકારોનું પણ ખંડન કર્યું છે. આ અંગે પેથિક લારેંસ અને સ્ટૈફર્ડ ક્રિપ્સે જે સ્પષ્ટીકરણ કર્યું છે એ તો વાસ્તવમાં સ્પષ્ટીકરણ કરતાં વધુ અસ્પષ્ટીકરણ છે. ૨૭ જુલાઈની મુંબઈની બેઠકમાં અખિલ ભારતીય મુસ્લિમ લીગે આરોપ મૂક્યો કે કૉંગ્રેસને ખુશ કરવા ‘કૅબિનેટ મિશને’ મુસ્લિમ લીગ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એણે જાહેરાત કરી કે એમની પાસે, હવે બીજો રસ્તો બાકી રહ્યો નથી. એ તો ફરીથી એકવાર ‘પાકિસ્તાનના પોતાના રાષ્ટ્રીય લક્ષ્ય’ માટે ઝઝૂમશે. મુસ્લિમ લીગને શંકા ગઇ કે કે કૉંગ્રેસ એની ચાલ જાણી ગઈ છે અને એને નિષ્ફળ કરવા માટે એ તત્પર બની છે.
મુસ્લિમ લીગે મુસલમાનોને 16 ઓગસ્ટ 1046ના રોજ ‘સીધાં પગલાં દિવસ’ ઉજવવા મુસલમાનોને કહ્યું: ‘જ્યાં સુધી તરત જ સ્વતંત્ર અને સંપૂર્ણ સાર્વભૌમ પાકિસ્તાનની સ્થાપના ન થાય, ત્યાં સુધી ભારતના મુસલમાનો જંપીને નહીં બેસે… મુસ્લિમ રાષ્ટ્રએ સીધાં પગલાં લેવાનો સમય હવે આવી ગયો છે. ‘સીધાં પગલાં’ નું એલાન કર્યા પછી બોલતાં મહંમદ અલી ઝીણાએ કહ્યું, ‘‘આપણે સૌથી મહત્વનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુસ્લિમ લીગના સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન આપણે બંધારણીય ઉપાયોને તિલાંજલિ આપી દીધી છે. જે બે પક્ષો સાથે આપણે વાટઘાટો કરી એ વાટાઘાટો ત્રાસદાયક રહી. એ લોકો આપણી સામે પિસ્તોલ તાક્તા રહ્યા. એકના હાથમાં રાજ્યશક્તિ અને મશીનગનો હતાં તો બીજાના હાથમાં અસહયોગ અને વિરાટ સવિનય ભંગ આંદોલનનો દંડો હતો. એનો જવાબ તો આપવો જ પડશે. આપણા ખિસ્સામાં પણ પિસ્તોલ છે.’ (પીરજાદા : ફાઉન્ડેશન ઓફ પાકિસ્તાન, પૃષ્ઠ: 559-560) મહંમદઅલી ઝીણા જાણતા હતા કે એમનું આ એમના આતંકી કૃત્યમાં મોટા પ્રમાણમાં હિંસા થશે. સાથે સાથે આવું કૃત્ય હિન્દુ વિરોધી ભાવનાને એની ચરમસીમાએ લઇ જશે. અને થયું પણ એમ જ.
મહંમદઅલી ઝીણાએ એમની પિસ્તોલ ચલાવી: 16મી ઓગસ્ટ નજીક આવતી ગઈ તેમ તેમ લગભગ બધાં મહાનગરો અને નાનાં નગરોમાં મુસલમાનોએ હિન્દુ વિરુદ્ધ ‘જેહાદ’ શરૂ કરી દીધી. એમણે સભાઓ ભરી, સરઘસો કાઢ્યાં. સરકારી કાયદાઓ તોડવા માટે વિદ્રોહનો ઝંડો ફરકાવ્યો. બંગાળ અને સિંધનાં પ્રધાનમંડળોએ 16મી ઓગસ્ટે રજા જાહેર કરી. બંગાળના મુખ્ય પ્રધાન એચ. એસ. સુહરાવર્દીએ તો ધમકી આપી દીધી કે કેન્દ્રમાં કૉંગ્રેસને સત્તા સોંપવામાં આવશે તો તેઓ બંગાળને સ્વતંત્ર દેશ જાહેર કરશે.
ડો. બાબાસાહેબ આંબેડકરની આશંકા સાચી પડી. એમણે 1940માં જ ચેતવણી આપી હતી કે સેના અને પોલીસમાં મુસ્લિમોની બહુમતી ઘાતક પુરવાર થશે. થયું પણ એમજ. અનેક પ્રાંતોમાં પોલીસ બેડામાં મુસ્લિમો બહુમતીમાં હતા. 16 મી ઓગસ્ટની ધમકીનાં ઘેરાતાં સંકટોએ એને બળ આપ્યું. સિંધ અને પંજાબમાં 70 ટકા પોલીસો મુસલમાન હતા. સંયુક્ત પ્રાંત અને બંગાળમાં 50 ટકા પોલીસો મુસલમાન હતા. કેવળ પશ્ચિમોત્તર સીમા પ્રાંતોમાં જ કંઇક સલામતી જેવું હતું. ત્યાં કોન્ગ્રેસનો પ્રભાવ હતો અને મુસ્લિમ લીગનો પ્રભાવ નજીવો હતો. બાકીના બધા પ્રાંતોમાં મુસ્લિમ લીગનો અજગર ચારેબાજુ ઝેર ઓકી રહ્યો હતો.
પત્રકારોએ મહંમદઅલી ઝીણાને પૂછ્યું, ‘બધા બંધારણીય ઉપાયોને તિલાંજલિ આપી દીધી છે એનો અર્થ શો ? એનો અર્થ હિંસાત્મક ઉપાયોની મદદ લેશો એવો ? મહંમદઅલી ઝીણાએ એક ક્ષણનો વિલંબ કર્યા વગર જવાબ આપ્યો કે અમે હિંસા અને અહિંસાના નૈતિક સૂક્ષ્મ ભેદોમાં પડવા માગતા નથી.
બંગાળના મુખ્યમંત્રી સુહરાવર્દીએ કલકત્તા હત્યાકાંડ માટેની છેલ્લી તૈયારી કરી લીધી. એમણે હત્યાકાંડ સર્જવાની આગેવાની લીધી. ગૃહવિભાગ એમની પાસે હતો. કલકત્તા અને એની આજુબાજુના નામચીન મુસ્લિમ ગુંડાઓને ભેગા કર્યા. એમને બોંમ્બ અને ઘાતક હથિયારો આપવામાં આવ્યાં. પેટ્રોલ મળતું નહોતું, છતાં એમને પેટ્રોલ માટેની મફત ‘રેશનિંગ કૂપનો’ આપવામાં આવી. હાવડામાં મુસ્લિમ ગુંડા ટોળીઓની આગેવાની કલકત્તાના મેયર શરીફખાને જાતે જ સંભાળી. 24 પોલીસ મુખ્ય મથકોમાંથી 22 પોલીસ મુખ્ય મથકોના હિન્દુ અધિકારીઓની જગ્યાએ મુસ્લિમ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. બાકીના બે મુખ્ય પોલીસ મથકમાં આંગ્લ-ભારતીય અધિકારીઓ હતા.
16 મી ઓગસ્ટે સવારના મુસ્લીમ લીગે ઠેર ઠેર ભયાનક વિશાળ સરઘસો કાઢ્યાં. મુસ્લિમ ભીડ સૂત્રો પોકારતી હતી: ‘લડકે લેંગે હિન્દુસ્તાન.’ આ પછી મુખ્યમંત્રી સુહરાવર્દીના અધ્યક્ષપદે એક વિશાળ સભા થઈ. એક પછી એક વક્તાઓએ હિન્દુઓના સર્વનાશની પ્રતિજ્ઞા લીધી. ‘કાફરો’ વિરુદ્ધ ‘જેહાદ’ ની ઘોષણા કરવામાં આવી. સભામાંથી પાછી ફરતી ભીડે હિન્દુઓ પર ભયાનક અત્યાચારોનો આતંક ફેલાવ્યો. સાક્ષાત્ નરકનું દ્રશ્ય હતું ! મોટા પાયે હત્યા, લૂંટફાટ, આગ અને બળાત્કારના બનાવો થયા. બર્બરતા ભરેલા ઈસ્લામી આક્રમણોનાં ઘોડાપૂર ફરીથી શરૂ થઈ ગયાં હોય એમ લાગ્યું. બે દિવસ સુધી આ ઇસ્લામની આતંકી તલવાર ચાલતી રહી. કોઈ રોકનાર-ટોકનાર ન હતું. કલકત્તાને મન ભરી રગદોળવામાં આવ્યું. લોહીના ખાબોચિયામાં તરફડતું રહ્યું. મુસ્લિમ ગુનેગાર ગમે તેવા ગુનામાં સંડલવાયેલો હોય એને તરત જ છોડી મૂકવામાં આવતો. મુખ્યમંત્રી સુહરાવર્દીનો પોતાનો આ હુકમ હતો. એ પોતે પોલીસ નિયંત્રણ કક્ષમાં બેસી તોફાનોનું સંચાલન કરતા હતા. અંગ્રેજ ગવર્નર એફ. બરોજ એમના ઓરડામાં પથ્થરના પૂતળાની જેમ બેસી રહ્યા. એમનું વર્તન આંધળા અને બહેરા જેવું હતું. બીજા સરકારી અધિકારીઓ પર હિન્દુઓના કરુણ આક્રંદની કોઈ અસર પડી નહીં. હિન્દુઓને બચાવનાર કે એમના રક્ષણે આવનાર કોઇ નહોતું. પરિસ્થિતિએ હિન્દુઓને સમજાવી દીધું કે આત્મરક્ષણ માટે સજ્જડ જવાબ આપવામાં નહીં આવે તો જીવવું ભારે પડી જશે. હિન્દુ પૂરેપૂરા જાગ્યા ત્યારે જ પાસું પલટાયું. હવે મુસલમાનોને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો. ગવર્નરે જોયું કે મુસલમાનો માર ખાવા લાગ્યા છે એટલે એમનો ‘કર્તવ્ય બોધ’ જાગૃત થયો. હુલ્લડો શાંત પાડવા સેના બોલાવી. કલકત્તાની સડકો પર 10,000 કરતાં પણ વધુ સ્ત્રી-પુરુષ અને બાળકોની હત્યા થઈ હતી. ખરાબ રીતે ઘવાયેલા લોકોની સંખ્યા 15,000 હતી. એક લાખ લોકો બેઘર બની આમ તેમ ભટકતા હતા. સ્ટેટસમેનના અંગ્રેજ સંવાદદાતા કિમ ક્રિસ્ટેને લખ્યું: ‘યુદ્ધના અનુભવે મને કઠોર બનાવી દીધો છે, પરંતુ યુદ્ધની વિભીષિકા પણ આટલી ભયાનક હોતી નથી. આ હુલ્લડ નથી, આને માટેનો શબ્દ તો મધ્યયુગના ઈતિહાસમાંથી શોધવો પડશે. ‘ઉન્માદ’ શબ્દ પણ આને માટે હલકો પડે છે. ઉન્માદ તો આપમેળે ભડકે છે. આ ઉન્માદની પાછળ તો યોજનાબદ્ધ તેમજ સંગઠિત પ્રયાસ જોવા મળે છે.’ (જે. બી. કૃપલાણી: ગાંધી – હીઝ લાઈફ એન્ડ થોટ, પૃષ્ઠ: 253)
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વાઈસરૉય લોર્ડ વેવેલ કલકત્તા આવ્યા ત્યારે એમની સામે સ્થાનિક સેનાનાયક અને બંગાળ સરકારના મુખ્ય સચિવે આ બર્બર હિંસામાં સુહરાવર્દીની સંડોવણી છતી કરી દીધી.
પરંતુ આ તોફાનો એક બાબત પુરવાર કરી કે મુસ્લિમ આતંકીઓને એમની જ ભાષામાં જવાબ અપાય તો જ તોફાનો શાંત થઇ શકે! મુસ્લિમ લીગની બધી યોજના ઊંધી વળી ગઇ. સરકાર અને પોલીસનું સમર્થન મેળવી મુસ્લિમ લીગની ગુંડા-ફોજ હિન્દુઓ પર ધાક જમાવવામાં સફળ થઈ શકી નહિ. ‘ડરપોક હિન્દુઓ’ એ એમનું પરંપરાગત પરાક્રમ દેખાડી દીધું. મુસ્લિમ લીગની આતંકી સેનાને એમણે કચડી નાખી. હિન્દુઓ જો સમયસર ન જાગ્યા હોત તો મુસ્લિમ લીગના આતંકીઓએ હિન્દુઓને કાયમને માટે પૂરા કરી નાખ્યા હોત! પરંતુ હિન્દુઓ સમયસર જાગ્યા. કલકત્તામાં જોરદાર જવાબ મળવાથી મુસ્લિમ લીગે એની હિંસક કાર્યવાહી ત્રિપુરામાં શરુ કરી. હિન્દુઓની ત્યાં ખૂબ જ ઓછી સંખ્યા હતી. એ આતંક કેવો ભીષણ હતો?

|: ક્રમશ:|
©kishormakwana


Spread the love