Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 71

• સ્વતંત્રતા આંદોલનમાં પણ ડાબેરીઓની દેશ સાથે ગદ્દારી, મુસ્લિમ લીગ દ્વારા હિન્દુઓના આર્થિક બહિષ્કારનું એલાન

  • સામ્યવાદીઓએ મુસ્લિમ લીગની વિભાજનની માગણીને ટેકો તો આપ્યો જ, એ સિવાય એમણે અનેક મુસ્લિમ સભ્યોને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને ‘બૌદ્ધિક ટેકો’ આપવા મુસ્લિમ લીગમાં ભળી જવા સૂચના આપી. એણે સમગ્ર દેશના વધુ ને વધુ ભાગલા પડે એ માટે બી વાવવાની શરૂઆત કરી. એણે પ્રચાર કર્યો કે પ્રત્યેક ભાષાકીય સમૂહ એક અલગ રાષ્ટ્રીય એકમ છે અને એને અલગ થવાનો અધિકાર છે.
  • કોમ્યુનિસ્ટો પાછળના બારણે અંગ્રેજોને દેશ વિરોધી અને સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિવીરોની માહિતી આપી દઇ સત્તા સુખ ભોગવતા હતા. બ્રિટિશ, મુસ્લિમ લીગ અને કોમ્યુનિસ્ટોના સંયુક્ત ષડ્યંત્રો માટે મેદાન ખુલ્લાં હતાં. એમણે ભારતની સ્વાધીનતા અને અખંડિતતાની જડો કાપવી શરૂ કરી.
  • ડો. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામના ચરિત્રને બરાબર ઓળખતા હતા, એવી જ રીતે એ કોમ્યુનિસ્ટોના દેશદ્રોહી ચરિત્રને પણ બરાબર જાણતા હતા એમની સ્પષ્ટ માન્યતા હતી: ‘દેશની સ્વતંત્રતા કમ્યુનિઝમને કારણે ધૂળમાં મળી જશે એ વાત પ્રત્યે આંખ આડા કાન ન કરી શકાય. કમ્યુનિઝમના આગમનથી તાનાશાહી આવે છે લોકતાંત્રિક વ્યવસ્થા સમાપ્ત થાય છે. એને હિંસા અને અરાજકતા પ્રિય છે’
  • પાકિસ્તાન વિશે સૌ પ્રથમ સત્તાવાર માગણી 3 માર્ચ 1943 ના દિવસે સિંધ વિધાનસભામાં રજૂ કરવામાં આવી. કેટલાક હિન્દુ ધારાસભ્યોએ જ એનો વિરોધ કર્યો. બાકીના બધા જ મુસ્લિમ ધારાસભ્યોએ ભાગલાની માંગણીને ટેકો આપ્યો. આ સમયે ચેતવણીનો સૂર કાઢતાં વીર સાવરકરે હિન્દુઓને કહ્યું : ‘હવે તો પાકિસ્તાનની રૂપરેખા એટલી બધી સ્પષ્ટ થઈ ગઈ છે કે પલાયનવાદી પણ એને સારી રીતે જોઈ શકે છે. આ ભયંકર સાપ દોરડાંનો ટુકડો સાબિત થશે એવા ભ્રમમાં માત્ર આંધળા અને કાયરો જ રહી શકે.’

કોન્ગ્રેસના બધા જ નેતા જેલમાં હતા. આવા સમયે ડાબેરીઓ જે હંમેશા દેશ વિરોધી કૃત્યો માટે કુખ્યાત છે, એમણે દેશ ભક્તોનું બનાવટી મહોરું ઉતારી લઇ, મહંમદઅલી ઝીણાની પડખે ભરાયા. મહંમદઅલી ઝીણાને સામ્યવાદીઓના રૂપમાં એક એમના જેવા જ દેશતોડક સહયોગી મળી ગયા. વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ભારતના સામ્યવાદી પક્ષે સામ્રાજ્યવાદ વિરોધી રૂપ અપનાવી અને સ્વાતંત્ર્ય સેનાનીનું મહોરું પહેરી કૉંગ્રેસના જનઆંદોલનમાં ભાગ લીધો હતો.
કારણ સ્પષ્ટ હતું. ઓગસ્ટ 1939માં હિટલરે સ્ટાલિન સાથે સંધિ કરી હતી અને બ્રિટિશવિરોધી વલણમાં રશિયન ગુલામી –છાવણીની સામ્યવાદી નીતિને અનુકૂળ પણ હતી; પણ જૂન 1941માં જર્મનીએ રશિયા પર આક્રમણ કર્યું અને રશિયાએ બ્રિટન સાથે તરત જ તાલ મેળવી લીધો એટલે ભારતીય સામ્યવાદી પક્ષે પણ નિષ્ઠાપૂર્વક એ જ રાગ આલાપવા માંડ્યો. એમની છત્રી રશિયામાં જે દિશામાં વયરવન ફૂંકાય એ રીતે ફરતી રહેતી. હવે એમનું મુખ્ય સૂત્ર હતું, ‘ભારતીયોને ‘જનવાદી યુદ્ધ’માં ‘જનવાદી ભૂમિકા’ ભજવવા દો.’ સરકારે તરત જ સામ્યવાદી નેતાઓને છોડી દીધા. એમને જાતજાતની સવલતો આપવા માંડી. એમને આગલી હરોળના કૉંગ્રેસવિરોધી બનાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. રાતોરાત ‘સામ્રાજ્યવાદી યુદ્ધ’ ‘જનવાદી યુદ્ધ’ બની ગયું હતું અને ‘સામ્રાજ્યવાદ તેમજ મૂડીવાદના પ્રતિબદ્ધ શત્રુ એમના પરમ હિતેચ્છુ પ્રચારક બની ગયા હતા !
ભારતીય સામ્યવાદી પક્ષની કેન્દ્રીય સમિતિના એક ભૂતપૂર્વ સભ્ય એસ. એસ. બાટલીવાલાએ પત્રકારોને આપેલ એક મુલાકાતનો સંદર્ભ ટાંકી એમ. આર. મસાણી લખે છે, ‘આ પછી બાટલીવાલાએ કહ્યું કે એમણે 1941, 1942 અને 1943ના ગાળા દરમ્યાન પક્ષના મહાસચિવ પી. સી. જોશી અને બ્રિટિશ ભારત સરકારના ગૃહ-સભ્ય સર રેજિનાલ્ડ મૈક્સવેલ વચ્ચે થયેલા પત્રવ્યવહારની ગુપ્ત ફાઈલ જોઈ છે. બાટલીવાલાએ કહ્યું કે આ પત્રવ્યવહાર પ્રગટ કરી દેવાય તો સામ્યવાદી પક્ષના પોલિટ બ્યૂરો અને ભારત સરકારના ગૃહ વિભાગ વચ્ચે ગઠબંધન હતું એ વાત નિશ્ચિતરૂપે સાબિત થઈ જાય, આના અનુસાર જોશી પોતાના પક્ષના સભ્યોની સેવા બ્રિટિશ સરકારને સમર્પિત કરતા હતા ! એમણે એ વાત પર ભાર મૂક્યો કે ફાસિઝમ વિરોધી આંદોલનના નામે પક્ષે જે વિવિધ રાજકીય પગલાં ભર્યાં એ વ્યવસ્થાનો એક ભાગ હતો જે વ્યવસ્થાથી ભારત સરકાર (અંગ્રેજો)ને કેટલાય સંકટોથી ઉગરી જવામાં મદદ મળતી હતી.
બાટલીવાળાના આ વક્તવ્યમાં ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. પક્ષના કેટલાક સભ્યોને સેનાના ગુપ્તચર વિભાગ સાથે સંપર્કમાં રહેવા માટે પી. સી. જોશીએ સૂચના આપી હતી. આ સભ્યોએ 1942ના આંદોલન સાથે સંકળાયેલા હોય અથવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર તરફથી ભારતમાં આવ્યા હોય એવા રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ વિશે ગુપ્તચર વિભાગના પ્રમુખોને સૂચનાઓ આપવાની હતી. જોશીએ ભારત સરકાર અને સેનાના મુખ્ય મથકોને ‘બિનશરતી સહાય’ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરાવવાની વાત પણ સામેલ હતી. જોશીએ આ લોકોને (રાષ્ટ્રવાદીને) વિશ્વાસઘાતી તેમજ પાંચમી કતારિયાની શ્રેણીમાં મૂક્યા હતા.
‘ઔદ્યોગિક ક્ષેત્રે સામ્યવાદીઓએ અખિલ ભારતીય શ્રમિક કૉંગ્રેસ પર પોતાના પ્રભાવનો લાભ લઈ શ્રમિકોને રાષ્ટ્રીય આંદોલનથી અલગ રાખવામાં આવે એ માટે ભારે પ્રયત્નો કર્યા હતા. જે પક્ષ રાત દિવસ હડતાલના ઢોલ વગાડતો હતો એ હવે ગળાં ફાડી ફાડી કહેવા લાગ્યો હતો- ‘રાત દિન તુમ કરો કામ, હડતાલ કા ન લો અબ તુમ નામ.’ ખેડૂતોને પણ એમ જ કહેવામાં આવ્યું, તમારી ફરિયાદો ભૂલી જાવ. વધુ અનાજ ઉગાડો અને સેનાને ખવડાવવા માટે એ બધું જ સરકારને સોંપી દો. ’ (એમ. આર. મસાણી, ધ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, પૃષ્ઠ: 64-66)

ડો. બાબાસાહેબ આંબેડકર ઇસ્લામના ચરિત્રને બરાબર ઓળખતા હતા, એવી જ રીતે એ કોમ્યુનિસ્ટોના દેશદ્રોહી ચરિત્રને પણ બરાબર જાણતા હતા એમની સ્પષ્ટ માન્યતા હતી: ‘દેશની સ્વતંત્રતા કમ્યુનિઝમને કારણે ધૂળમાં મળી જશે એ વાત પ્રત્યે આંખ આડા કાન ન કરી શકાય. કમ્યુનિઝમના આગમનથી તાનાશાહી આવે છે લોકતાંત્રિક વ્યવસ્થા સમાપ્ત કરી કમ્યુનિસ્ટ શાસન લાવવાની પેરવી ચાલે છે. મહાત્મા ફૂલેના અનુયાયીઓ માટે કમ્યુનિસ્ટોની સત્તા અયોગ્ય છે એ વાત જેમ બને તેમ જલ્દી સમજી જવું જોઈએ.
(નાસિકમાં ભાષણ, જનતા સામયિક : 8મી ડિસેમ્બર 1951) એજ રીતે ડો. આંબેડકરે એમ પણ કહ્યું કે કોમ્યુનિસ્ટોને અરાજકતા અને હિંસા પ્રિય છે. એમણે કહ્યું:
‘કમ્યુનિઝમ તમને જંગલ તરફ લઇ જશે, અરાજકતા તરફ ધકેલશે. કમ્યુનિઝમ પોતાની સ્થાપના માટે વિરોધીઓની હત્યા કરતા પણ આગળ પાછળ જોતા નથી. કમ્યુનિસ્ટ અરાજક છે, એમને હિંસાનો માર્ગ પ્રિય લાગે છે.’ (ડો. આંબેડકર, વિશ્વ બૌદ્ધ સંમેલન, કાઠમંડું – નેપાળ)
કોમ્યુનિસ્ટોના આ ચરિત્રના કારણે એમણે સ્વતંત્રતા આંદોલન સમયે દેશવિરોધી ભૂમિકા ભજવી હતી એમાં કોઇ આશ્ચર્ય ન થવું જોઇએ. કારણ એ એમના ચરિત્રને અનુરુપ છે.

સામ્યવાદીઓએ મુસ્લિમ લીગની વિભાજનની માગણીને ટેકો તો આપ્યો જ, એ સિવાય એમણે અનેક મુસ્લિમ સભ્યોને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને ‘બૌદ્ધિક ટેકો’ આપવા મુસ્લિમ લીગમાં ભળી જવા સૂચના આપી. એણે સમગ્ર દેશના વધુ ને વધુ ભાગલા પડે એ માટે બી વાવવાની શરૂઆત કરી. એણે પ્રચાર કર્યો કે પ્રત્યેક ભાષાકીય સમૂહ એક અલગ રાષ્ટ્રીય એકમ છે અને એને અલગ થવાનો અધિકાર છે. પાછળના બારણે અંગ્રેજોને દેશ વિરોધી અને સ્વતંત્રતા સેનાનીઓ અને ક્રાંતિવીરોની માહિતી આપી દઇ સત્તા સુખ ભોગવતા હતા.
કૉંગ્રેસના લગભગ નેતા જેલમાં હતા, એના લીધે એના કાર્યકરો પણ દિશા વિહોણા હતા. લોકો ભ્રમમાં હતા. બ્રિટિશ, મુસ્લિમ લીગ અને કોમ્યુનિસ્ટોના સંયુક્ત ષડ્યંત્રો માટે મેદાન ખુલ્લાં હતાં. એમણે ભારતની સ્વતંત્રતા અને અખંડિતતાના મૂળિયા કાપવાના શરૂ કર્યા.
પાકિસ્તાન વિશે સૌ પ્રથમ સત્તાવાર માગણી 3 માર્ચ 1943 ના દિવસે સિંધ વિધાનસભામાં રજૂ કરવામાં આવી. વિડંબના તો જુઓ, કૉંગ્રેસના આશીર્વાદથી જે પ્રાંત જન્મ્યો હતો, એ જ પ્રાંતે સૌ પ્રથમ ભાગલા માટે માગણી કરી. પ્રસ્તાવ પસાર થયો એ દિવસે સિંધના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા અલ્લાબક્ષ વિધાનસભામાં ગયા નહીં. કેટલાક હિન્દુ ધારાસભ્યોએ જ એનો વિરોધ કર્યો. બાકીના બધા જ મુસ્લિમ ધારાસભ્યોએ ભાગલાની માંગણીને ટેકો આપ્યો.
આ સમયે ચેતવણીનો સૂર કાઢતાં વીર સાવરકરે હિન્દુઓને કહ્યું :
‘હવે તો પાકિસ્તાનની રૂપરેખા એટલી બધી સ્પષ્ટ થઈ ગઈ છે કે પલાયનવાદી પણ એને સારી રીતે જોઈ શકે છે. આ ભયંકર સાપ દોરડાંનો ટુકડો સાબિત થશે એવા ભ્રમમાં માત્ર આંધળા અને કાયરો જ રહી શકે.’
1937ની ચૂંટણી પછી મુસ્લિમ લીગ સિંધના સામાન્ય મુસલમાનના મનમાં હિન્દુ વિરોધી ઉન્માદ ભડકાવવાનો પ્રયાસ કરી રહી હતી. 1939માં મુસ્લિમ લીગે વ્યાપક હુલ્લડો કરાવ્યાં. એમાં 150 હિન્દુ માર્યા ગયા. એક સંત સ્વભાવના હિન્દુ કવિ માર્યા ગયા. એ પછી એક હિન્દુ ધારાસભ્યની હત્યા થઈ. હિન્દુઓની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. ગાંધીજીને વિવશ બની જે લોકોના માથે 24 કલાક આતંકની તલવાર તોળાઈ રહી હોય એવા સિંધના હિન્દુઓને બીજે ક્યાંક ચાલ્યા જવાનો આદેશ આપવો પડ્યો.
1943ના જૂનમાં મુસ્લિમ લીગ નિયંત્રિત મંત્રીમંડળે ‘સત્યાર્થ પ્રકાશ’ ના 14માં પ્રકરણ પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રતિબંધ મુકાય એ પહેલાં વીર સાવરકરે વાઈસરૉયને તાર કર્યો હતો : ‘હું આગ્રહપૂર્વક મહામહિમનું ધ્યાન સિંધના મંત્રીમંડળે લીધેલા પગલાં તરફ દોરવા માગું છું. એણે સત્યાર્થ પ્રકાશના ૧૪મા પ્રકરણ પર પ્રતિબંધ મૂકવાનું પગલું જાણી જોઈને ભર્યું છે. એ આર્યસમાજીઓનો ધર્મગ્રંથ છે અને સર્વમાન્ય છે. હિન્દુઓ એનો આદર કરે છે. બાઈબલ સહિત પ્રત્યેક ઉપાસના ગ્રંથમાં અન્ય સંપ્રદાયો કે ધર્મો વિશે કાંઈને કાંઈ કહેવામાં આવ્યું છે; છતાં પણ કોઈ હિન્દુ પ્રધાનમંડળે ક્યારેય કોઈ અહિન્દુ ગ્રંથ વિરુદ્ધ કોઈ પગલું ભરવાનું વિચાર્યું નથી.’
આ પ્રશ્રે પણ કૉંગ્રેસીઓને મૌન ધારણ કરી લીધું. કેન્દ્રીય ધારાસભામાં સત્યાર્થ પ્રકાશ પર પ્રતિબંધ મૂકવાના પ્રશ્રે ભાઈ પરમાનંદે ‘કામ રોકો’ પ્રસ્તાવ લાવ્યા ત્યારે કૉંગ્રેસી સભ્યો ગૂંગા –બહેરા બની રહ્યા. સમર્થનના અભાવે પ્રસ્તાવ રદ થઇ ગયો.
સિંધ મુસ્લિમ લીગે ‘ખરીદો પણ માત્ર મુસલમાનો પાસેથી’ એવું એક બીજું આંદોલન ચલાવ્યું. પરોક્ષ રીતે એનો અર્થ હતો: ‘હિન્દુઓનો આર્થિક બહિષ્કાર કરો.’

|: ક્રમશ:|
©kishormakwana


Spread the love