Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 67

• મુસ્લિમ બહુલ સેના અંગે ડો. બાબાસાહેબની ચિંતા અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ

  • ડો. આંબેડકર લખે છે: ’રૂપિયા બાવન કરોડ જેટલી મોટી રકમ આપે છે હિંદુ પ્રાંતો અને તે ખર્ચાય છે એવા લશ્કર પાછળ કે જેમાં મોટા ભાગના બિનહિંદુઓ છે!! કેટલા હિંદુઓ આ કરુણાંતિકાથી સભાન છે ?’
  • મુસલમાન સર્વવ્યાપી ઇસ્લામવાદના પ્રચાર પક્ષે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આ બધી વાતોનો વિચાર કરતાં મુસ્લિમ દેશોના કોઇ પણ આક્રમણ સામે ભારતીય લશ્કરના મુસ્લિમો વફાદાર રહેશે અને આક્રમકોના પક્ષે ભળી જાય તેવો કોઇ ભય નથી તેવું કહેનાર કોઇ સાહસી હિંદુ જ હશે.
  • જો સ્વાયત્ત ભારત પર ઉત્તરમાંથી અફઘાન આક્રમણ કરે તો મુસ્લિમો તેને હાંકી કાઢવા શીખો તથા હિંદુઓ સાથે મળીને એક થવાને બદલે અફઘાનના ધ્વજ નીચે જોડાવા બંધુતા અને ધર્મના સઘળા સંબંધોથી આકર્ષાશે.

ડો. બાબાસાહેબ આંબેડકર પણ વીર સાવરકરની જેમજ મુસ્લિમ બહુલ લશ્કરથી ચિંતિત હતા. એમણે પોતાના ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથમાં ભારત માટે પચાસ ટકાથી વધુ મુસ્લિમ સૈનિક ધરાવતું ભારતીય લશ્કર કેટલું ખતરનાક બની શકે છે એના ભયસ્થાન બતાવ્યા. ડો. આંબેડકરે બહુ વિસ્તૃત લખ્યું છે. એમણે જે લખ્યું છે એ નીચે મુજબ છે. ડો. આંબેડકર હિન્દુઓને ચેતવતા લખે છે:
‘ભારતીય લશ્કરમાં મુસલમાનોનું પ્રભુત્વ છે. અંગ્રેજોએ એમને ખૂબ મહત્વ આપ્યું. ગમે તે કારણ હોય, ભારતીય લશ્કર વિશે થયેલા સર્વેક્ષણમાંથી બે સ્પષ્ટ હકીકતો પ્રગટ થાય છે. એક તો એ કે આજે ભારતીય લશ્કરમાં મુસ્લિમોનું પ્રાધાન્ય છે અને બીજી એ કે જે મુસ્લિમોનું પ્રાધાન્ય છે તે મુસ્લિમો પંજાબ તથા વાયવ્ય સરહદી પ્રાંતના છે. ભારતીય લશ્કરની આવી રચનાનો અર્થ એ જ કે વિદેશી આક્રમણ સામે ભારતના એક્માત્ર રક્ષકો પંજાબ તથા વાયવ્ય સરહદી પ્રાંતના મુસ્લિમો જ છે. આ હકીકત એટલી તો સ્પષ્ટ છે કે પંજાબ તથા વાયવ્ય સરહદી પ્રાંતના મુસ્લિમો અંગ્રેજોએ તેમને આપેલા આ ગૌરવભર્યા સ્થાનથી સંપૂર્ણ સભાન છે. તેનું કારણ શું એ તો તેઓ જાણે, કારણકે ક્યારેક એવું પણ સાંભળવા મળે છે કે તેઓ એમ કહેતા હોય છે કે તેઓ ભારતના ‘દ્વારપાળો’ છે. આવી નિર્ણાયક હકીકતના પ્રકાશમાં ભારતના સંરક્ષણનો પ્રશ્ન હિંદુઓએ વિચારવો જ જોઇએ. આ ‘દ્વારપાળો’ દ્વાર જાળવી રાખે અને ભારતની મુક્તિ તથા સ્વતંત્રતાનું રક્ષણ કરે તેવો ભરોસો હિંદુઓ કેટલી હદ સુધી રાખી શકે ? આ દ્વાર ખુલ્લાં કરવા કોણ જોર કરે છે તેના પર જ આ પ્રશ્નનો ઉત્તર શક્ય છે. તે તો દેખીતું જ છે કે ભારતની વાયવ્ય બાજુ પરથી રશિયા અને અફઘાનિસ્તાન એ બે જ વિદેશી રાષ્ટ્રો આ દ્વાર ખોલવા જોર કરે. આ બંને દેશોની જ સરહદો ભારતની સરહદને અડી ઉભી છે. બેમાંથી કોણ ભારત પર આક્રમણ કરે તે કોઇ ચોક્કસપણે ન કહી શકે. જો રશિયાનું આક્રમણ થાય તો ભારતના આ ‘દ્વારપાળો’ દ્વારને જાળવવા અને આક્રમકોને ખાળવા દ્રઢ અને વફાદાર રહે તેવી આશા રાખી શકાય, પણ ધારો કે જો અફઘાનો એક્લા અથવા તો અન્ય મુસ્લિમ રાષ્ટ્રો સાથે જોડાઇને ભારત પર આક્રમણ કરે તો શું આ દ્વારપાળો આક્રમકોને રોકશે કે પછી દ્વાર ખુલ્લા કરી તેમને અંદર પ્રવેશવા દેશે ? આ એક એવો પ્રશ્ન છે કે જેની ઉપેક્ષા કોઇ હિંદુને પાલવે નહીં. આ એક એવો પ્રશ્ન છે કે પ્રત્યેક હિંદુને ખાતરી હોવી જ જોઇએ કારણકે આ અત્યંત નિર્ણયાત્મક પ્રશ્ન છે.
ભારત પર આક્રમણ કરવાનો વિચાર અફઘાનિસ્તાન ક્યારેય નહીં કરે તેમ કહીએ, છતાં પંજાબી અને વાયવ્ય સરહદી પ્રાંતના મુસ્લિમોના બનેલા આ લશ્કરની નિષ્ઠા તથા ભરોસાની પરીક્ષા તો તે અફઘાનોના આક્રમણ સમયે કેમ વર્તશે તેનો વિચાર કરીને જ થઇ શકે. તેઓ માતૃભૂમિના સાદનો પ્રતિભાવ આપશે કે પછી તેઓ તેમની ધાર્મિક હાકલમાં ખેંચાઇ જશે ?’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 105-106)
‘અફઘાનિસ્તાન ભારત પર આક્રમણ કરે ત્યારે પંજાબીઓ અને વાયવ્ય સરહદી પ્રાંતોનું આ લશ્કર કેવી રીતે વર્તશે તે પ્રશ્ન અત્યંત પ્રસ્તુત અને નિર્ણાયક પ્રશ્ન છે. તે ગમે તેટલો અપ્રિય હોય તો પણ એનો સામનો કરવા જોઇએ.
કોઇક કહેશે – એવું કેમ માની લેવાય કે લશ્કરમાં મુસ્લિમોનું વિશાળ પ્રમાણ તે એક અપરિવર્તનીય હકીકત છે અને તેમાં પરિવર્તન ન જ થઇ શકે ? તેમાં જે કોઇ પરિવર્તન કરી શકતા હોય તેમને જે કોઇ પુરુષાર્થ કરવા હોય તે ભલે કરે. પરંતુ જોઇ શકાય છે ત્યાં સુધી તેમાં પરિવર્તન થવાનું નથી ઉલટું, બંધારણ સુધારવામાં આવશે ત્યારે મુસ્લિમ લઘુમતીની સલામતી તરીકે એમાં દાખલ થાય તો તેનું મને આશ્ચર્ય નહિ થાય. હિંદુઓ સામે મુસ્લિમો આવી માગણી કરવાના જ છે. કોણ જાણે કેમ પણ કોઇ પણ રીતે મુસ્લિમો સફળ થાય છે જ. એટલે આપણે તો એ જ અનુમાન પર આગળ વધવું જોઇએ કે ભારતીય લશ્કરની રચના અત્યારે જેવી છે તેવી ભવિષ્યમાં રહેશે અને ભૂમિકા તે જ રહેતી હોવાથી જે પ્રશ્ન વિચારવાનો છે. અફઘાનિસ્તાનના આક્રમણ સામે દેશનું રક્ષણ કરવા હિંદુઓ આવા લશ્કર પર આધાર રાખી શકે ? માત્ર કહેવાતા ભારતીય રાષ્ટ્રવાદીઓ (બિનસાંપ્રદાયિક જેવા) તેનો ઉત્તર ‘હા’ માં આપશે. વાસ્તવવાદીઓમાં પણ જે સૌથી વધુ હિંમતવાળા છે તેમણે આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં વિચારવું જોઇએ અને જે હિંદુઓને કાફર ગણે છે અને માને છે કે તે કાફરોનું રક્ષણ કરવાને બદલે તેઓ જળમૂળથીએ ઉખેડી નાખવા લાયક છે.’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 107)
‘પંજાબી મુસલમાન સર્વવ્યાપી ઇસ્લામવાદના પ્રચાર પક્ષે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આ બધી વાતોનો વિચાર કરતાં મુસ્લિમ દેશોના કોઇ પણ આક્રમણ સામે ભારતીય લશ્કરના મુસ્લિમો વફાદાર રહેશે અને આક્રમકોના પક્ષે ભળી જાય તેવો કોઇ ભય નથી તેવું કહેનાર કોઇ સાહસી હિંદુ જ હશે. થિઓડોર મોરિસન જેવાએ પણ 1899માં લખતાં એવાે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે – ‘મુસ્લિમો (નિ:શંક ભારતીય પ્રજામાંની અત્યંત ઝનૂની તથા આક્રમક પ્રજા) જે દ્રષ્ટિકોણો ધરાવે છે તે જ દ્રષ્ટિકોણો સ્વતંત્ર ભારતની સરકારની સ્થાપનાને અટકાવવા પૂરતા છે. જો સ્વાયત્ત ભારત પર ઉત્તરમાંથી અફઘાન આક્રમણ કરે તો મુસ્લિમો તેને હાંકી કાઢવા શીખો તથા હિંદુઓ સાથે મળીને એક થવાને બદલે અફઘાનના ધ્વજ નીચે જોડાવા બંધુતા અને ધર્મના સઘળા સંબંધોથી આકર્ષાશે. યાદ કરીએ કે 1919માં ખિલાફતની ચળવળ ચલાવતા ભારતીય મુસ્લિમો અફઘાનિસ્તાનના અમીરને આક્રમણ કરવા બોલાવવાની હદ સુધી ગયા ત્યારે સર થિઓડોર મેરિસને વ્યક્ત કરેલા મંતવ્યને વધુ બળ મળે છેઅને તે માત્ર અનુમાનનો વિષય રહ્યો નથી.
જો અફઘાનિસ્તાનનું આક્રમણ થાય તો પંજાબ અને વાયવ્ય સરહદના મુસ્લિમોનું બનેલું આ લશ્કર કેવી રીતે વર્તશે તે જ પ્રશ્ન માત્ર હિંદુઓએ વિચારવાનો નથી. એવા જ એક બીજા એટલા જ મહત્વના પ્રશ્નનો પણ વિચાર હિંદુઓએ કરવાનો છે. અને પ્રશ્ન આ છે : આ લશ્કરની નિષ્ઠા ગમે તે હોય તો પણ અફઘાનોના આક્રમણ સામે ભારત સરકાર આ લશ્કરનો ઉપયોગ કરવા મુક્ત હશે ? આ સંદર્ભમાં મુસ્લિમ લીગે અપનાવેલાં વલણ પ્રત્યે ધ્યાન આપવું જોઇએ.’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 108)
‘જો ભારત રાજકીય રીતે એક અને અખંડ રહે અને પાકિસ્તાને માનસિક રીતે સર્જેલી બે રાષ્ટ્રોની મનોવૃતિ ચાલુ રહ્યા જ કરે તો ભારતના સુરક્ષાને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તો સુડી વચ્ચે સોપારીની જેમ જીવવાનું રહેશે. લશ્કર હોય છતાંય તેઓ તેનો ઉપયોગ નહીં કરી શકે કારણકે મુસ્લિમ લીગ વાંધો લેશે. તેનો ઉપયોગ કરે તોય તેના પર અવલંબન નહીં રાખી શકાય કારણ કે મુસ્લિમ બહુલ સેનાની નિષ્ઠા શંકાસ્પદ છે.
સલામત લશ્કર હોવું કે સલામત સરહદ હોવી આ બે વચ્ચે પસંદગી કરવાનું કામ હિંદુઓ માટે કપરું છે. આ મુશ્કેલીમાં હિંદુઓએ સરળમાં સરળ કયો માર્ગ અપનાવવો જોઇએ ?’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 109)
‘આ વિસ્તારના મુસ્લિમોને હિન્દુઓ સાથે દુશ્મનાવટ છે, આ બાબતે કોઇ શંકા નથી. તો પછી હિન્દુઓ માટે વધુ સારો કયો માર્ગ ?
આ મુસ્લિમો અલગ પડીને વિરોધી રહે તે કે આ મુસ્લિમો દેશની અંદર રહીને વિરોધી બની રહે તે ? જો કોઇ પણ ડાહ્યા માણસને આ પ્રશ્ન પુછાય તો તેનો ઉત્તર માત્ર એક જ હશે અને તે એ કે જો મુસ્લિમો હિંદુઓના વિરોધી જ રહેવાના હોય તો તેઓ દેશમાં રહીને વિરોધી બને તેના કરતાં બહેતર છે કે તેઓ અલગ પડીને વિરોધી બની રહે. સાચેજ, મુસ્લિમો અલગ પડે તેવું મક્કરપણે ઇચ્છવું તેમાં જ પરિપૂર્ણતા છે. ભારતીય લશ્કરમાંથી મુસ્લિમોનું વર્ચસ્વ દૂર કરવાનો તે માત્ર એક જ માર્ગ છે.
તો તે સિદ્ધ કેમ થાય ? અહીં પણ ફરી તે સિદ્ધ કરવાનો એક જ માર્ગ છે અને તે પાકિસ્તાનની યોજનાને સમર્થન આપવાનો. એકવાર પાકિસ્તાન રચાઇ જાય તો પછી હિંદુસ્થાન તેની પૂરતી માનવશક્તિ અને સંપતિ વડે પોતાનું સૈન્ય, જેને તે પોતાનું કહી શકે તેવું સૈન્ય અને તેનો ઉપયોગ કેમ કરવો અને કોની સામે કરવો તે અંગે તેને કોઇ આદેશ આપે નહીં. પાકિસ્તાનના સર્જનથી હિંદુસ્થાનની સુરક્ષા નબળી બનવાને બદલે વધુ મોટા પ્રમાણમાં મજબૂત બનશે.’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 110)
‘કેન્દ્ર સરકારની આવક લગભગ 121 કરોડ રૂપિયા જેવી છે. આમાંથી લગભગ બાવન કરોડ રૂપિયા પ્રત્યેક વર્ષે લશ્કર પાછળ ખર્ચાય છે. આ રકમ કયા વિસ્તારમાં ખર્ચાય છે? આ બાવન કરોડની રકમમાં મોટા ભાગનો ફાળો કોણ આપે છે ? સૈન્ય પાછળ ખર્ચાતી બાવન કરોડ રૂપિયા જેટલી રકમ પાકિસ્તાની ક્ષેત્રમાંથી ઉભા કરેલા મુસ્લિમ લશ્કર પાછળ ખર્ચાય છે. આમ, રૂપિયા બાવન કરોડ જેટલી મોટી રકમ આપે છે હિંદુ પ્રાંતો અને તે ખર્ચાય છે એવા લશ્કર પાછળ કે જેમાં મોટા ભાગના બિનહિંદુઓ છે!! કેટલા હિંદુઓ આ કરુણાંતિકાથી સભાન છે ? આ કરુણાંતિકા કોને ખર્ચે ભજવાય છે તેની કેટલાને જાણ છે?’
(ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 111-112)
* * *
ભારતીય સેનામાં મુસ્લિમોની બહુમતી અંગે ડો. આંબેડકરનો આટલો વિસ્તૃત દ્રષ્ટિકોણ, ચિંતા અને વિષ્લેષણ વાંચ્યાે. મુસ્લિમ બહુલ સેના ડો. આંબેડકર માટે ચિંતાનો વિષય હતો એમ વીર સાવરકર માટે પણ ચિંતાનો વિષય હતો.
આથી જ તે સમયે વીર સાવરકરે યુવાનોને લશ્કરમાં ભરતી થવા આહવાન કર્યું ત્યારે ખાસ કરીને શિક્ષિત હિન્દુ યુવાનોએ આ વાત માની અને તેઓ અધિકારી તરીકે સેનામાં ભરતી થયા.
આ નવા ઘટનાક્રમથી મુસલમાનોના ષડયંત્રો અને આકાંક્ષાઓ પર ઠંડું પાણી રેડાઈ જાય એ સ્વાભાવિક હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ સર જિયાઉદ્દીન અહમદે પૂણેના એક ભાષણમાં જળ, સ્થળ અને વાયુ સેનામાં રોજબરોજ થતી જતી હિન્દુઓની વધુ સંખ્યામાં ભરતી અંગે ચિંતા પ્રગટ કરી. એનાથી સેનામાં મુસલમાનોની ટકાવારી ઘટતી જતી હતી. મુસ્લિમ લીગના મુખ્ય દૈનિક ‘ઈસ્ટર્ન ટાઈમ્સ’ એ મુસ્લિમના એકાધિકાર પર પડી રહેલી તરાપ માટે હાયતોબા કરી મૂકી. એણે લખ્યું, ‘હિન્દુ મહાસભાએ હિન્દુઓના સૈનિકીકરણ અંગે તીવ્ર પ્રચાર કર્યો છે. આને એક મોટો અવસર ગણાવ્યો છે. સરકારના સક્રિય સહયોગથી એણે આશ્ચર્યજનક સફળતા મેળવી છે.’ (ધનંજય કીર : વીર સાવરકર, પૃષ્ઠ: 259).

|: ક્રમશ:|
©kishormakwana


Spread the love