Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 66

• વીર સાવરકરે યુવાનોને લશ્કરમાં જોડાવા માટે આહવાન કર્યું

  • ખાસ કરીને 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી અંગ્રેજોએ લશ્કરમાં હિન્દુઓની ભરતી ઓછી કરી નાખી, મુસ્લિમોની લશ્કરમાં ભરતી કરી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરે પણ પોતાના ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથમાં ભારત માટે પચાસ ટકાથી વધુ મુસ્લિમ સૈનિક ધરાવતું ભારતીય લશ્કર કેટલું ખતરનાક બની શકે છે એના ભયસ્થાન બતાવ્યા છે. ડો. આંબેડકરે બતાવેલા ભયસ્થાનો આજ પણ એટલા જ પ્રસ્તુત છે.
  • દેશની ભાવિ ઘટનાઓને ધ્યાનમાં લઈ વીર સાવરકરે સમગ્ર દેશનો ઝંઝાવાતી પ્રવાસ કર્યો. એમણે હિન્દુઓને સૈન્યમાં ભરતી થવા આગ્રહ કર્યો. એમણે સભાઓમાં કહ્યું, ‘1857માં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારથી સેનાને રાજનીતિથી અલગ રાખવાની બ્રિટિશ સરકારની નીતિ રહી છે. ગમે તે પ્રકારે ભારતીય સેનામાં રાજનીતિનો પ્રવેશ થાય એવી આપણી નીતિ રહેવી જોઈએ.

10 મે 1940 ના દિવસે બીજા વિશ્વ યુદ્ધમાં ઝઝૂમી રહેલા બ્રિટનના વડાપ્રધાન પદે વિસ્ટન ચર્ચિલ બેઠા. બ્રિટન આ યુદ્ધમાં અધમૂવુ થઇ ગયું હતું. ચર્ચિલ આવ્યા પછી બ્રિટનની વિચાર સરણી બદલાઇ ગઇ અને એની બધી શક્તિ પોતાના મુખ્ય દુશ્મન નાઝી જર્મનીને ખતમ કરવામાં લાગી ગઇ. ભારતમાં પણ બ્રિટન વિરોધ વાતાવરણ ઝડપથી પ્રસરી રહ્યું હતું.
કૉંગ્રેસે ‘ઓગસ્ટ ઠરાવ’ ને ઠુકરાવી દીધો; કારણ કે એમાં કોઈ નક્કર વાતો નહોતી. માત્ર એક ભારતને આઝાદી મળી જશે અને એને રાષ્ટ્ર મંડળમાં સરખે સરખી ભાગીદારી આપવામાં આવશે
એવી સાવ ઘૂંઘળી આશા બંધાવવાનાં આવી હતી.
કોન્ગ્રેસના આ વલણે કોન્ગ્રેસને રાજકીય રીતે ઘણુ નુકસાન થયું. મુસ્લિમ લીગે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. માત્ર બે જ કોન્ગ્રેસના નેતા સરદાર પટેલ અને સી. રાજગોપાલાચારી એ જ આ આ દરખાસ્તો સ્વીકારવાની સંમતિ દર્શાવી. કારણકે સરદાર બરાબર જાણતા હતા કે કોન્ગ્રેસને આંતરિક બાબતો પર, ખાસ કરીને સમાજવાદ વિરોધી સમૂહો તરફથી કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. સરદાર પટેલ વાઇસરોય લિનલિથગોને મળવા મુંબઇ જવાના હતા પરંતુ મૌલાના અબુલ કલામે તાર કરીને તેમને વાઇસરોયને ન મળવા માટે કહ્યું. સરદાર પટેલ લિનલિથગોને મળ્યા હોત તો પણ ભારતને ઘણો ફાયદો થયો હોત.
હિન્દુ મહાસભાએ આ ઠરાવનું સ્વાગત કરી એને સાચી દિશાનું પગલું ગણાવ્યું ; પરંતુ એણે લઘુમતીઓને સરકારે આપેલ વચનોની ટીકા કરતાં કહ્યું કે હિન્દુઓ માટે મોટા સંકટની ઘંટડી વાગી ચૂકી છે. એમણે કહ્યું, ‘રાજકીય એકમ તરીકે ભારતની અખંડિતતા પર હુમલો કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો સમગ્ર હિન્દુઓ મરતાં સુધી એનો વિરોધ કરશે.’
દેશની ભાવિ ઘટનાઓને ધ્યાનમાં લઈ વીર સાવરકરે સમગ્ર દેશનો ઝંઝાવાતી પ્રવાસ કર્યો. એમણે હિન્દુઓને સૈન્યમાં ભરતી થવા આગ્રહ કર્યો. એમણે સભાઓમાં કહ્યું, ‘1857માં પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારથી સેનાને રાજનીતિથી અલગ રાખવાની બ્રિટિશ સરકારની નીતિ રહી છે. ગમે તે પ્રકારે ભારતીય સેનામાં રાજનીતિનો પ્રવેશ થાય એવી આપણી નીતિ રહેવી જોઈએ. આપણે એકવાર આ કાર્યમાં સફળ થઇશું તો સમજી જજો કે આપણે સ્વરાજ્યનો જંગ જીતી લીધો છે. નિવારી ન શકાય એવાં કારણોસર વિવશ બનીને બ્રિટિશ સરકારને તમારા ઉપર ભરોસો મૂકી તમને હથિયાર અને દારૂગોળો સોંપવાં પડ્યાં છે. પહેલાં તો પિસ્તોલ રાખવા બદલ યુવકોને કારાગારની એકાંત કોટડીઓમાં સડવું પડ્યું હતું, પરંતુ આજે અંગ્રેજો તમારા હાથમાં રાઈફલ, તોપ, બંદૂક, મશીનગન આપી રહ્યા છે. સંપૂર્ણ કાબેલ સૈનિક અને સેનાનાયક બનો. હજારો લોકોને જાણકારી આપો, જેથી એ લોકો કારખાનાઓમાં જહાજ, હવાઈ-જહાજ, આગ્નેયાસ્ત્ર અને દારૂગોળો બનાવી શકે. આ બાંયધરીઓ અને કરારપત્રોની ચિંતા ન કરો. એ કાગળના ટુકડાઓનો પાછલો ભાગ કોરો છે. સમય આવતાં એના પર નવેસરથી આ બાંયધરી અને કરાર લખી શકાય છે. યાદ રાખો, તમે આખી ધરતી પર ઠરાવનાં કાગળિયાં પાથરશો તો પણ સ્વરાજ્ય તમારા હાથમાં નહીં આવે. તમારા ખભે રાઈફલ હશે અને એના વડે તમે ઠરાવ પસાર કરશો તો ચોક્કસ તમે સ્વરાજ્ય મેળવી શકશો.’ (ધનંજય કીર : વીર સાવરકર, પૃષ્ઠ: 257).
એ સમયે સેનામાં મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ હતી. ભવિષ્યમાં ભારત પર અંગ્રેજોની પકડ ઢીલી પડશે ત્યારે ભારતનો વિનાશ થતો કોઇ બચાવી નહીં શકે. ખાસ કરીને 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી અંગ્રેજોએ લશ્કરમાં હિન્દુઓની ભરતી ઓછી કરી નાખી, મુસ્લિમોની લશ્કરમાં ભરતી કરી હતી. ડો. બાબાસાહેબે પણ આ વાતનો ઉલ્લેખ ‘થોટ્સ ઓન પાકિસ્તાનમાં કર્યો છે. તેમના કહેવા મુજબ ‘ભારતીય લશ્કરમાં વાયવ્ય પ્રદેશોના લોકોના પ્રાધા્ન્યનું સાચું કારણ 1857નો બળવો હતું.’
ડો. બાબાસાહેબ આંબેડકરે પણ પોતાના ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથમાં ભારત માટે પચાસ ટકાથી વધુ મુસ્લિમ સૈનિક ધરાવતું ભારતીય લશ્કર કેટલું ખતરનાક બની શકે છે એના ભયસ્થાન બતાવ્યા છે. ડો. આંબેડકરે બતાવેલા ભયસ્થાનો આજ પણ એટલા જ પ્રસ્તુત છે. ડો. આંબેડકરે બતાવેલા ભયસ્થાનો કેટલા ખતરનાક છે??

: ક્રમશ:
©kishormakwana


Spread the love