Spread the love

• કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…

ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…

વાંચો લેખમાળાનું પ્રકરણ – 63

મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનનો ઠરીવ પસાર કર્યો.

  • યુદ્ધમાં બ્રિટીશ સરકારને મદદ કરવા ભારતીયોને વિનંતી કરી. એમણે મહાત્મા ગાંધી, મહંમદઅલી ઝીણા અને રાજવી મંડળના અધ્યક્ષની મુલાકાત લઈ એમનો સહકાર માગ્યો. આ વિનંતીની સાથે સાથે અંગ્રેજો મુસલમાનોને કૉંગ્રેસ સાથે ભીડાવી દેવાની ચાલ ચાલતા રહ્યા. મહંમદ ઝીણાએ જાતે જ આશ્ચર્ય પ્રગટ કર્યું હતું એના પરથી ગોરી સરકારની માનસિકતાનો ખ્યાલ આવી જાય છે.
  • બ્રિટિશ – મુસ્લિમ ગઠબંધનને તો જોઈતો સોનેરી અવસર મળી ગયો. બંને એક થઇને સ્વચ્છંદતા અને નિર્લજ્જતાપૂર્વક રાષ્ટ્રીય હિતોની હત્યા કરી શકે એમ હતા. મુસ્લિમ લીગ અંગ્રેજ સરકારની વિશ્વાસપાત્ર બની ગઈ એ જોઈ રાષ્ટ્રવાદનો બૂરખો પહેરીને ફરતા કહેવાતા દંભી તટસ્થ મુસ્લિમ નેતાઓએ મુસ્લિમ લીગની ટોપી પહેરવા દોટ લગાવી.
  • અબુલ કલામ આઝાદે અધિકૃત રીતે સ્વીકાર્યું છે કે ભારતમાં મુસલમાનો એક રાષ્ટ્ર છે, લઘુમતી નથી.’ આઝાદના આ નિવેદન પછી તરત જ આ પ્રકારનો ‘પાકિસ્તાન ઠરાવ’ મુસ્લિમ લીગે પસાર કર્યો.

3 સપ્ટેમ્બર 1939 દિવસે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એ દિવસે ઈંગ્લેન્ડે જર્મની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી કારણ, જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. આ બાજુ ભારતના વાઇસરૉય લિનલિથગોએ દલા તરવાડીની જેમ જાહેરાત કરી દીધી કે ભારત યુદ્ધમાં બ્રિટનને મદદ કરશે. એમણે યુદ્ધમાં બ્રિટીશ સરકારને મદદ કરવા ભારતીયોને વિનંતી કરી. એમણે મહાત્મા ગાંધી, મહંમદઅલી ઝીણા અને રાજવી મંડળના અધ્યક્ષની મુલાકાત લઈ એમનો સહકાર માગ્યો. આ વિનંતીની સાથે સાથે અંગ્રેજો મુસલમાનોને કૉંગ્રેસ સાથે ભીડાવી દેવાની ચાલ ચાલતા રહ્યા. મહંમદ ઝીણાએ જાતે જ આશ્ચર્ય પ્રગટ કર્યું હતું એના પરથી ગોરી સરકારની માનસિકતાનો ખ્યાલ આવી જાય છે. ઝીણાએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું કે કોઈ પણ પ્રાંતમાં મુસ્લિમ લીગનું પ્રધાનમંડળ ન હોવા છતાંય સરકારે એમને નિમંત્રણ આપ્યું હતું. એમણે કહ્યું, ‘યુદ્ધ પછી…. મારા પ્રત્યેના સરકારના વર્તનમાં એકાએક પરિવર્તન આવ્યું. મારી સાથે ગાંધી જેવો વ્યવહાર કરવામાં આવતો રહ્યો. હું આશ્ચર્યચકિત હતો કારણ કે મારું સ્તર એકાએક વધારી દેવાયું હતું અને મને ગાંધીજીની બરોબરીનું સ્થાન આપવામાં આવ્યું હતું.’ (વી.પી. મેનન : ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 58)
કૉંગ્રેસે ગોરી સરકારને એની પ્રતિક્રિયા મોકલી આપી. ટૂંકમાં એ આ પ્રમાણે હતી : ‘અમે ફાંસીવાદ અને સામ્રાજ્યવાદના વિનાશ માટે સહયોગ કરવા તૈયાર છીએ; પરંતુ અમે એ ઈચ્છીએ છીએ કે બ્રિટિશ સરકાર સૌ પ્રથમ સ્પષ્ટ શબ્દોમાં કહે કે લોકતંત્ર, સામ્રાજ્યવાદ અને નવી યોજનાના સંબંધમાં એનું યુદ્ધ અંગેનું લક્ષ્ય શું છે તે તથા સાથે સાથે ભારતના સંબંધમાં આ લક્ષ્યોને કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે તે સમજાવો’
મુસ્લિમ લીગે સમર્થન માટે ગોરી સરકાર સમક્ષ બે શરતો મૂકી: ‘મુસલમાનો સાથે કૉંગ્રેસ પ્રાંતોમાં ‘ન્યાય અને યોગ્ય વ્યવહાર’ થવો જ જોઈએ. વળી મુસ્લિમ લીગની સહમતી વિના ભારતની બંધારણીય પ્રગતિના પ્રશ્ને કોઈ ઘોષણા ન કરવી કે કોઈ બંધારણ ઘડવામાં ન આવે.’ ઝીણાની આ બે માગણીઓ પરથી પૂરેપૂરું સ્પષ્ટ થઈ જાય છે કે કેવી જીદથી એ પોતાના લક્ષ્યના માર્ગે આગળ વધી રહ્યા હતા તેમજ દરેક નવી પરિસ્થિતિને પોતાના માટે ફાયદાકારક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
વાઈસરૉય સાથેની મુલાકાતમાં કૉંગ્રેસી નેતાઓએ એક વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર ભલે યુદ્ધના સમય દરમ્યાન બંધારણીય પરિવર્તન બાબતે કોઇ વિચાર ન કરે પણ ઓછામાં ઓછું એટલું આશ્વાસન તો આપવું જ જોઈએ કે યુદ્ધ પૂર્ણ થયા પછી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. સરકાર આવું વચન આપે તો જ કૉંગ્રેસ યુદ્ધમાં સરકારને સાથ આપશે.
ભારતીય નેતાઓ પોતાના માટે હિણપત અનુભવે એ બહુ સ્વાભાવિક હતું. કારણ એમની (ભારતીય નેતાઓની) સંમતિ લીધા વિના જ યુદ્ધમાં ભારતને સામેલ કરી દેવામાં આવ્યું હતું. આમ જોવા જાવ તો આ એક એવું યુદ્ધ હતું જેમાં ભારતને કાંઈ પણ લેવાદેવા નહોતી. વળી, ઈંગ્લેન્ડ, ચેકોસ્લોવાકિયા અને પોલેન્ડ જેવા દૂર દૂરના દેશોની સ્વતંત્રતા માટે ભારત યુદ્ધ કરે એવી આશા રાખતી અંગ્રેજ સરકારને ભારત પર પરાધીનતા ઠોકી બેસાડવાનો પણ કોઈ અધિકર નહોતો. આથી ગોરી સરકાર સ્પષ્ટ વચન આપે અને ઓછામાં ઓછું યુદ્ધ પછી એ વચન પાળે એવી માગણી કરવાનો ભારતીય નેતાઓને પૂરેપૂરો હક હતો.
અંગ્રેજોએ ગોળ ગોળ જવાબ આપ્યો. એમણે કહ્યું, ‘યુદ્ધ પછી ભારતના અનેક સમુદાયો, પક્ષો અને હિત ધરાવતા પ્રતિનિધિઓ તેમજ ભારતીય રાજવીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા તૈયાર થશે. 1935 ભારતીય અધિનિયમમાં સમાવેલી યોજનામાં જરૂરી જણાય એવાં સંશોધનો કરવામાં એમનો સહયોગ મળશે.’ (વી.પી. મેનન : ટ્રાન્સફર ઓફ પાવર, પૃષ્ઠ: 65)
સરકારના આ નિવેદન અંગે કૉંગ્રેસની પ્રતિક્રિયા ઘણી જ આકરી હતી. એણે સરકારી નીતિની ટીકા કરી. એણે પ્રાંતોના પોતાનાં બધાં જ પ્રધાનમંડળોને રાજીનામાં આપવા જણાવી દીધું કારણ કે પ્રધાનમંડળોમાં ચાલુ રહેવું એનો અર્થ યુદ્ધમાં ગોરી સરકારની સાથે છે એવો થતો હતો. રાષ્ટ્રીય આત્મસન્માનની નજરે કૉંગ્રેસનો આ ઠરાવ ચોક્કસ પ્રશંસનીય હતો; પરંતુ નિર્ણાયક સમયે જ સત્તા છોડી દેવાથી એક શૂન્યાવકાશ પેદા થઈ ગયો અને એ શૂન્યાવકાશ ભરવા માટે મુસ્લિમ લીગ જ તૈયાર હતી. બ્રિટિશ – મુસ્લિમ ગઠબંધનને તો જોઈતો સોનેરી અવસર મળી ગયો. બંને એક થઇને સ્વચ્છંદતા અને નિર્લજ્જતાપૂર્વક રાષ્ટ્રીય હિતોની હત્યા કરી શકે એમ હતા. મુસ્લિમ લીગ અંગ્રેજ સરકારની વિશ્વાસપાત્ર બની ગઈ એ જોઈ રાષ્ટ્રવાદનો બૂરખો પહેરીને ફરતા કહેવાતા દંભી તટસ્થ મુસ્લિમ નેતાઓએ મુસ્લિમ લીગની ટોપી પહેરવા દોટ લગાવી.
આસામમાં તો કૉંગ્રેસના સંયુક્ત મંત્રીમંડળે જેવું રાજીનામુ આપ્યું એ સાથે જ તોફાન મચ્યું. કૉંગ્રેસ શાસનના સ્થાને વાઈસરૉયે મોહમ્મદ સાદુલ્લાખાનને પ્રધાનમંડળ રચવા આમંત્રણ આપ્યું હતું. સાદુલ્લાખાન જેવા તો કેટલાય વર્ષોથી આ તકની રાહ જોઈ રહ્યા હતા. સત્તા માટે લાળ લપકાવતા બેઠા હતા. ક્યારે મોકો મળે અને તેઓ આસામને ઇસ્લામના લીલા રંગથી કરી દે. આસામને મુસ્લિમ બહુલ પ્રાંત બનાવવાની તાકમાં બેઠા હતા. સાદુલ્લાખાન અને બંગાળના મુખ્ય પ્રધાન નિજામુદ્દીને તરત જ ગઠબંધન કરી લીધું. સાદુલ્લાખાને બંગાળના મુસલમાનોને આસામમાં વસવા માટે ‘ભાવભીનું નિમંત્રણ’ આપ્યું અને સાંકેતિક ભાષામાં કહ્યું કે, ‘વધુ અનાજ ઉગાડો આંદોલન’માં અમને તમે મદદ કરો. આનો અર્થ એટલો બધો સ્પષ્ટ હતો કે વાઈસરૉય વેવેલને પણ કહેવું પડ્યું કે ‘આ તો વધુ મુસલમાન ઉપજાવો આંદોલન’ છે.
કૉંગ્રેસે હોદ્દા છોડ્યા તો ઝીણાએ મુસલમાનોને 22 ડિસેમ્બર 1939 દિવસને ‘મુક્તિ દિવસ’ તરીકે ઉજવવા એલાન કર્યું. કારણ કે એ એવું માનતા હકા કે એ દિવસે એમને કૉંગ્રેસના ‘નિરકુંશ અત્યાચારી’ શાસનમાંથી મુક્તિ મળી અને મુસ્લિમો પર થનારા ‘અન્યાયો’નો અંત આવી ગયો. કૉંગ્રેસ સાથે કોઈ પ્રકારની સમજૂતિ ન કરવાનો અંગ્રેજોનો વિચાર હતો. આથી 1940ની શરૂઆતમાં વાઈસરૉય અને ગાંધીજી વચ્ચે ચાલેલી લાંબી વાટાઘાટો વાંઝણી રહી. ઝીણા હવે છાતી કાઢીને ફરતા હતા. એમની નીતિ તો સ્પષ્ટ હતી: કૉંગ્રેસ જે કોઇ ઠરાવ રજૂ કરે કે વાત કરે એમાં રોડાં નાખવાં. કૉંગ્રેસે બંધારણ સભાની રચનાની માંગણી કરી તો મુસ્લિમ લીગે ‘ના’ પાડી દીધી. કૉંગ્રેસે ફરીથી પૂર્ણ સ્વતંત્રતાનો આગ્રહ કર્યો તો મહંમદઅલી ઝીણાએ કહ્યું, ‘મારે અને મુસલમાનોને એની સાથે શું લેવા દેવા !’ અંગ્રેજો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અખિલ ઈસ્લામવાદની ભાવનાને પંપાળવા લાગ્યા કે જેથી કરીને મુસ્લિમ દેશોને પોતાની નજીક લાવી શકાય. આ માટે જાન્યુઆરી 1940માં બ્રિટિશ સરકારે રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીના નેજા હેઠળ લંડનમાં મુસ્લિમ સંપ્રદાય અને સંસ્કૃતિના એક કેન્દ્રની સ્થાપના કરી.
આ પ્રસંગની ચર્ચા કરતાં નહેરુએ લખ્યું : ‘આપે અખિલ ઈસ્લામવાદના પુનરાગમન પર ધ્યાન આપ્યું હશે. વાસ્તવમાં તો એ બ્રિટિશ સરકારની ઈચ્છાનું પરિણામ છે, એ એને પ્રોત્સાહન આપવા માગે છે. 1914માં અને એના પછી અખિલ ઈસ્લામવાદ એક સામ્રાજ્યવાદ વિરોધી તાકાત હતી. એણે અંગ્રેજોના યુદ્ધ પ્રયાસોમાં એમના પક્ષને નિર્બળ બનાવ્યો અને પાછળથી એણે ભારતમાં ખિલાફત આંદોલનની પૃષ્ઠભૂમિને બળ આપ્યું. આજે એ જ ભાવનાનો બ્રિટિશ સામ્રાજ્યવાદના સમર્થનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કઇ હદ સુધી એ ભારતમાં રાષ્ટ્રીય વિચારને નષ્ટ કરે છે અને નજીકના સમયમાં મુસ્લિમ વિચારને ઈંગ્લેન્ડની તરફેણમાં પ્રભાવિત કરવામાં મદદરુપ બનશે.’ (નહેરુ : એ બંચ ઓફ ઓલ્ડ લેટર્સ, પૃષ્ઠ: 432)
એ વર્ષના માર્ચના ત્રીજા સપ્તાહમાં કૉંગ્રેસના રામગઢ અધિવેશનમાં અધ્યક્ષપદેથી બોલતાં મૌલાના અબુલ આઝાદે ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે બોલતાં એક તદ્દન નવીન ધારણા રજૂ કરી. એમણે કહ્યું. ‘ભારતીય રાજનીતિના તાણાવાણામાં ભારતમાં મુસલમાનોની સ્થિતિ રાજકીય લઘુમતીની છે એ વાત સચ્ચાઈથી હજારો ગાઉ દૂર છે. ભારતમાં મુસલમાનોની સંખ્યા લગભગ 8.9 કરોડ છે. અન્ય સમુદાયો સામાજિક અને જાતિભેદથી પીડાઇ રહ્યા છે પરંતુ મુસલમાનોમાં આવા કોઇ ભેદ નથી. સામાજિક ભેદભાવોથી દુર્બળતા પેદા થાય છે. પરંતુ ઈસ્લામી ભાઈચારા અને સમતાનાં સશક્ત બંધનોથી બંધાયેલો હોવાથી આ દુર્બળોથી એનું રક્ષણ થાય છે…. આ સમયે વિવશ બની આપણે સાંપ્રદાયિક સમૂહોને આધારે આ પ્રશ્ન વિશે વિચાર કરવો પડે તો પણ મુસલમાનોની સ્થિતિ કેવળ લઘુમતીની જ નથી. સાત પ્રાંતોમાં લઘુમતીમાં છે તો પાંચ પ્રાંતોમાં એમની બહુમતી છે. આવી સ્થિતિમાં તેઓને લઘુમતીની ભાવનાથી પીડાવાનું કોઈ કારણ નથી…’
અબુલ કલામ આઝાદનું ભાષણ વર્તમાનપત્રોમાં પ્રગટ થયું તો પત્રકારો મુસ્લિમ લીગની પ્રતિક્રિયા જાણવા અલી એમ. કે. દેહલવી પાસે ગયા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ એ લખ્યું, ‘લઘુમતી અંગે મૌલાના આઝાદની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું તો સર અલી એમ. કે. દેહલવીએ કહ્યું ‘મને એ જાણીને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો કે અમારો વિખૂટો પડેલ ભાઈ, મહાન મૌલાના, આખરે હૃદયથી અને રાજનીતિથી પણ મુસલમાન છે. એટલું જ નહીં, એ ઈસ્લામવાદી છે. એમણે વિધિવત્ ચૂંટાયેલા અને માન્ય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે અધિકૃત રીતે સ્વીકાર્યું છે કે ભારતમાં મુસલમાનો એક રાષ્ટ્ર છે, લઘુમતી નથી.’ (એ હિન્દુ નેશનાલિસ્ટ : ગાંધી મુસ્લિમ કોન્સપીરસી, પૃષ્ઠ: 20)
આઝાદના આ નિવેદન પછી તરત જ આ પ્રકારનો ‘પાકિસ્તાન ઠરાવ’ મુસ્લિમ લીગે પસાર કર્યો. 23 માર્ચ 1940ના દિવસે લાહોરમાં મળેલા મુસ્લિમ લીગના મહત્વપૂર્ણ અધિવેશનમાં એક ઠરાવ પસાર કરી ભારતના રાજકીય ક્ષેત્રમાં એક ઇસ્લામી બોંબ ફેંક્યો.
————|: ક્રમશ:|———— ©kishormakwana


Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.