• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 53
• 1937 પ્રાંતીય ધારાસભામાં મુસ્લિમ લીગનો પરાજય અને કોન્ગ્રેસની ભયંકર ભૂલ
- મુસલમાન નેતાઓની ખતરનાક રમતોથી ડો. આંબેડકરે ગાંધીજીને પણ ચેતવ્યા હતા. પૂના કરાર પછી ઓક્ટોબર 1932માં ડો. બાબાસાહેબ આંબેડકર ગાંધીજીને પૂનાની યવરડા જેલમાં મળ્યા. ડો. આંબેડકર ઇચ્છતા હતા કે ગાંધીજીએ ગોળમેજીમાં (ત્રીજી ગોળમેજી પરિષદ 17 નવેમ્બરથી થરુ થતી હતી) ભાગ લેવો જોઇએ. કારણ ? ‘સારે જહાં સે અચ્છા’ વાળા કવિ ઇકબાલ અને બાકીના મુસલમાનો દેશ સાથે ખતરનાક ચાલ રમી રહ્યા હતા. મહાદેવ દેસાઇ એમની ડાયરીમાં લખે છે: ‘ડો. આંબેડકરે ગાંધીજીને કહ્યું હતું: ‘તમે સવિનયભંગ છોડીને બહાર નીકળી ગોળમેજી પરિષદમાં આવો. ઇકબાલ જેવા માણસો તો દેશના વેરીઓ છે.
- મુસ્લિમ લીગ મુસ્લિમ મતદારમંડળોમાં પણ ભૂંડા હાલે હારી. એને 485 બેઠકોમાંથી ફક્ત 108 બેઠકો મળી. મુસ્લિમ લીગની મુશ્કેલી એ નહોતી કે એને બેઠકો મેળવવામાં ખૂબ ઓછી સફળતા મળી હતી, ખરી વાત તો એ હતી કે પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં એ સાફ થઈ ગઈ હતી. એને ત્યાં એક પણ બેઠક મળી નહોતી. ભાવિ પાકિસ્તાનના સંભવિત ગઢ મનાતા પંજાબમાં કેવળ એક જ લીગી ચૂંટાયો હતો.
મુસલમાનોને ટુકડા નાખવાની રમતમાં ‘કોમી ચુકાદા’નો ટુકડો ફેંકી અંગ્રેજો કૉંગ્રેસ કરતાં ખૂબ આગળ વધી ગયા. પાછળ પડી જવાને કારણે કૉંગ્રેસને ખીજ ચઢે એ સ્વાભાવિક હતું. એણે તરત જ પરિસ્થિતિ સંભાળી લેવાના પ્રયાસો શરૂ કરી દીધા. મુસલમાનોને ટુકડા પર ટુકડા ફેંકવાનું ચાલું કરી દીધું. જોકે આ મામલે એકમાત્ર ડો. આંબેડકર જ સ્પષ્ટ હતા. એ મુસ્લિમોનું ચરિત્ર બરાબર સમજતા અને જાણતા હતા એટલે બહુ ચોખ્ખું કહ્યું કે ‘હિન્દુ-મુસ્લિમ એકતા શક્ય જ નથી, કારણ કે મુસલમાનો દેશને નહીં, ઇસ્લામને વફાદાર હોય છે.’ છતાં કોન્ગ્રેસે મુસલમાનોને રીઝવવા માટે વાટાઘાટો, સંધિ – કરારોનો નવો ક્રમ ચાલુ થયો. નવેમ્બર 1932ના પ્રયાગમાં સર્વપક્ષીય એકતા સંમેલન મળ્યું. મુસલમાન નેતાઓની ખતરનાક રમતોથી ડો. આંબેડકરે ગાંધીજીને પણ ચેતવ્યા હતા. પૂના કરાર પછી ઓક્ટોબર 1932માં ડો. બાબાસાહેબ આંબેડકર ગાંધીજીને પૂનાની યવરડા જેલમાં મળ્યા. ડો. આંબેડકર ઇચ્છતા હતા કે ગાંધીજીએ ગોળમેજીમાં (ત્રીજી ગોળમેજી પરિષદ 17 નવેમ્બરથી થરુ થતી હતી) ભાગ લેવો જોઇએ. કારણ ? ‘સારે જહાં સે અચ્છા’ વાળા કવિ ઇકબાલ અને બાકીના મુસલમાનો દેશ સાથે ખતરનાક ચાલ રમી રહ્યા હતા. મહાદેવ દેસાઇ એમની ડાયરીમાં લખે છે: ‘ડો. આંબેડકરે ગાંધીજીને કહ્યું હતું: ‘તમે સવિનયભંગ છોડીને બહાર નીકળી ગોળમેજી પરિષદમાં આવો. ઇકબાલ જેવા માણસો તો દેશના વેરીઓ છે.’ (મહાદેવ દેસાઇ, મહાદેવ દેસાઇની ડાયરી, પુ. 2, પૃષ્ઠ: 143)
છતાં કોન્ગ્રેસે મુસલમાનો આગળ નવાે ટુકડાે ફેંક્યો. મુસલમાનો જેની માગણી ઘણા દિવસથી કરી રહ્યા હતા એ મહત્વપૂર્ણ સવલતની વ્યવસ્થા એ ટુકડામાં હતી, એટલે કે પંજાબ અને બંગાળમાં મુસલમાનો માટે પૂર્ણ સંવિધાનિક બહુમતી અને એની સાથે સાથે કેન્દ્રમાં એમનો હિસ્સો વધારી 32% કરવાની વ્યવસ્થા હતી. લખનૌ કરારમાં આવી કોઈ જોગવાઇ નહોતી. કૉંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમોને જે સવલતો આપી હતી તે બધી જ અકબંધ હતી.
કોન્ગ્રેસ કાર્ય સમિતિ પોતાના પ્રયાસોને અંતિમ રૂપ આપે અને બધા લોકો ‘હિન્દુ – મુસ્લિમ સંવાદમાં હંમેશની જેમ સુખદ પરિણામો’ આવશે એવી અપેક્ષા રાખી રાહતનો દમ લે એ પહેલાં તો સેક્રેટરી ઓફ સ્ટેટ સેમ્યુઅલ હોરે કેન્દ્રીય વિધાનમંડળોમાં મુસલમાનો માટે 33% બેઠકોની જાહેરાત કરતાં કહ્યું કે સિંધને એક અલગ પ્રાંત બનાવવામાં આવશે તેમજ એના માટે પૂરતી નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે. કોમી ચૂકાદામાં અપાયેલા અલગ મતદારમંડળો તો રહેવાના જ હતા. અલગ મતદાર મંડળો એટલે મુસ્લિમ ઉમેદવારો જ્યાં ઊભા રહે ત્યાં મુસલમાનો જ એમને ચૂંટે એ ઉપરાંત સંયુક્ત મતદાર મંડળમાં પણ એમને મત આપવાનો અને પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે તેમ હતા.
સેમ્યુઅલ હોરેની જાહેરાતના પરિણામે એકતા સંમેલનની બેઠક મળી ત્યારે મુસ્લિમ પ્રતિનિધિઓએ અંગ્રેજ સરકારે સ્વીકારેલી માગણીઓ કરતાંય મોટી અને વધુ માગણીઓ મૂકી અને આ રીતે હિન્દુ-મુસ્લિમ એકતા સંમેલનના પ્રયાસો પર પાણી ફરી વળ્યું. ફરી એકવાર ડો. આંબેડકર સાચા પુરવાર થયા કે હિન્દુ-મુસ્લિમ એકતા સંભવ જ નથી, મુસલમાનો આ દેશ સાથે કંઇ લેવા દેવા જ નહોતી એટલે એ અંગ્રેજો સાથે અને કોન્ગ્રેસ સાથે સોદાબાજી કરતા રહ્યા. ડો. આંબેડકર લખે છે: ‘હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપવામાં નિષ્ફળ જવાનું સાચું કારણ તો હિન્દુઓ તથા મુસલમાનો વચ્ચે જે કંઇ છે તે માત્ર મતભેદ નથી તે સમજવાની નિષ્ફળતા છે અને વિરોધ માત્ર ભૌતિક કારણસર છે તેવું પણ ન કહી શકાય. ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક વિદ્રેષના મૂળમાં જ આના કારણો રહેલા છે અને રાજકીય વિરોધ તો તેનું પ્રતિબિંબ માત્ર છે.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 387) ડો. આંબેડકરની વાત આજે પણ એટલી જ સાચી છે જેટલી 80 વર્ષ પહેલા હતી.
કોન્ગ્રેસ અને અંગ્રેજો મુસલમાનોને ભૌતિક ટુકડા ફેંકી એમને સંતોષવાનો પ્રયત્ન કરતા હતા.
અહીં બે બોલી બોલનારા અંગ્રેજો અને કોંગ્રેસ – મુસ્લિમોનો ટેકો ખરીદવા માટે એક બીજા કરતાં વધુ બોલી બોલતા હતા અને આમ મુસ્લિમોનું મૂલ્ય વધતું ગયું. મુસલમાનો પોતાની માંગણીઓ વધારતા જ ગયા.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં કોમી ચુકાદાની બધી સવલતો ઉપરાંત સેમ્યુઅલ હોરેએ જાહેર કરેલી બધી જ સવલતોનો સમાવેશ થતો હતો. એટલું જ નહિ, તો મુસલમાનોને સરકારી નોકરીઓમાં 25% અનામત મળી હતી. ગવર્નર જનરલના હાથમાં જે વધારાની સત્તાઓ હતી એનો ઉપયોગ તો લઘુમતીનાં હિતોને ‘પાશવી’ બહુમતી કચડી ન નાખે એ માટે કરવાનો હતો. મુસલમાનોની કોઇપણ આશંકાઓ દૂર કરવા માટે અંગ્રેજ સરકારે એમને આશ્વાસન આપ્યું હતું કે સંબંધિત પક્ષોની સહમતી વિના નિર્ણયના અનુચ્છેદોમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. આમ અંગ્રેજોએ મુસલમાનોને તમામ રીતે માંગે એનાથી વધુ આપી ખરીદી લીધા હતા.
1937 ની શરૂઆતમાં પ્રાંતીય ધારાસભાઓ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. કૉંગ્રેસે કોમી ચૂકાદાનો નહોતો સ્વીકાર કર્યો હતો કે નહોતો અસ્વીકાર કર્યો; છતાંય આ ચૂકાદા પર આધારિત ચૂંટણીમાં ભાગ લેવા માટે કૉંગ્રેસના મનમાં કોઈ સંકોચ નહોતો. બધાને અપેક્ષા હતી એમ જ બધા જ હિન્દુ બહુમતી પ્રાંતોમાં પરિણામો કૉંગ્રેસ પક્ષે રહ્યાં. એણે મદ્રાસ, સંયુક્ત પ્રાંત, બિહાર, મધ્ય પ્રાંત અને ઓરિસ્સામાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી. મુંબઈમાં અડધો અડધ બેઠકો મેળવી હતી અને આસામ તથા પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં એ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો હતો. બંગાળમાં ફજલુલહકના નેતૃત્વવાળી ‘કૃષક પ્રજા પાર્ટી’ સત્તામાં આવી તો પંજાબમાં સિકંદર હયાતખાનની ‘યુનિયનિસ્ટ પાર્ટી’ એ મંત્રી મંડળની રચના કરી. મુસ્લિમ લીગ મુસ્લિમ મતદારમંડળોમાં પણ ભૂંડા હાલે હારી. એને 485 બેઠકોમાંથી ફક્ત 108 બેઠકો મળી.
મુસ્લિમ લીગની મુશ્કેલી એ નહોતી કે એને બેઠકો મેળવવામાં ખૂબ ઓછી સફળતા મળી હતી, ખરી વાત તો એ હતી કે પશ્ચિમોત્તર સીમા પ્રાંતમાં એ સાફ થઈ ગઈ હતી. એને ત્યાં એક પણ બેઠક મળી નહોતી. ભાવિ પાકિસ્તાનના સંભવિત ગઢ મનાતા પંજાબમાં કેવળ એક જ લીગી ચૂંટાયો હતો. 70% મુસ્લિમ વસ્તી ધરાવતા સિંધની 60 બેઠકોમાંથી એને કેવળ 3 બેઠકો મળી હતી. બંગાળ, ભાવિ પાકિસ્તાનની પૂર્વ શાખામાં કુલ 117 બેઠકોમાંથી એને 37 બેઠકો મળી હતી. આનાથી ઊલટું હિન્દુ બહુમતીવાળા પ્રાંતોમાં બન્યું. લીગ ત્યાં વધુ મુસ્લિમોનો ટેકો મેળવી શકી. મુંબઈમાં 29 મુસ્લિમ બેઠકોમાંથી એને 20 બેઠકો મળી. સંયુક્ત પ્રાંતની 64 બેઠકોમાંથી 27 અને મદ્રાસની 28 બેઠકોમાંથી 10 બેઠકો મળી. કેવી વિચિત્ર સ્થિતિ હતી ! પાકિસ્તાનના સર્જન માટે પ્રમુખ જવાબદાર પક્ષના વિભેદકારી આગ્રહનું પાકિસ્તાન ભાગ બનનાર પ્રદેશોએ નજીવું સ્વાગત કર્યું, જ્યારે ભાગલા પછી પણ એ ભાગ ભારતમાં રહેવાનો હતો એ ભાગ જ લીગનો મુખ્ય આધાર બની રહ્યો.
પંજાબના સિકંદર હયાતખાન મુસલમાનોના અલગ રાજ્યના વિચારના કટ્ટર વિરોધી હતા. એક પ્રસંગે એમણે પાકિસ્તાનની અવધારણાની ટીકા કરતાં કહ્યું હતું કે એ તો જાતિ – સંહાર છે. પંજાબ અને બંગાળ બન્ને પ્રાંતોમાં હિન્દુ અને મુસ્લિમોએ ભેગા મળી મંત્રીમંડળ બનાવ્યાં.
કૉંગ્રેસે 485 મુસ્લિમ બેઠકોમાંથી 58 મુસ્લિમ બેઠકો માટે ચૂંટણી લડી હતી અને એને ફક્ત 26 બેઠકો મળી હતી. એણે પશ્ચિમોત્તર સીમા પ્રાંત અને આસામમાં સંયુક્ત મંત્રીમંડળ બનાવ્યું. જે પ્રાંતોમાં સંપૂર્ણ બહુમતી મળી ત્યાં એણે પૂરેપૂરાં મંત્રીમંડળો બનાવ્યાં.
ચૂંટણીનાં પરિણામોથી એ સમયની રાજકીય સ્થિતિની એક વિશેષતા ઉપસી આવી. કૉંગ્રેસની સ્થિતિ મજબૂત હતી ત્યાં મુસ્લિમ લીગની સ્થિતિ ખૂબ જ નબળી હતી. મોટાભાગના મુસલમાનોએ મુસ્લિમ લીગને ટેકો આપ્યો નહિ, તો પછી કૉંગ્રેસની તો વાત જ શી કરવી ? એમણે સ્થાનિક તેમજ પ્રાંતીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારોને વધુ સારા ગણ્યા હતા.
મુસ્લિમ લીગની અવગણનાનું વર્ણન ખલીકુજ્જામાને કર્યું છે, ‘મુસ્લિમોનો ઉત્સાહ ઠંડો પડવાની અને તેઓ ભારે હતાશ બને એવી મોટી શક્યતા હતી. અમારી પાસે એવી કોઈ ખાસ માગણી ન હતી કે જે અમારા લોકો કે સરકાર સમક્ષ મૂકી શકીએ કે જેને અમારા પોતાના લોકો કે દુનિયાના લોકો સમજી શકે.’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 196)
મુસલમાનોમાં ખેદજનક ભ્રમ ફેલાતો જતો હતો અને હિન્દુ લોકમાનસ જાગૃત થતું જતું હતું. બીજી બાજું બ્રિટિશ વહીવટીતંત્ર ઢીલું પડતું જતું હતું. મુસ્લિમો પરસ્પર એટલી ભૂંડી રીતે વહેંચાયેલા હતા કે કોઈ મજબૂત પક્ષના માધ્યમથી કેન્દ્રીય કે પ્રાંતીય વિધાનમંડળોમાં સંયુક્ત મોરચો બનાવી શકે એવી કોઈ શક્યતા જણાતી ન હતી’ (ખલીકુજ્જમાન : પાથવે, પૃષ્ઠ: 138)
કૉંગ્રેસ એટલી સુદ્રઢ સ્થિતિમાં હતી કે એણે આ અવસરનો બુદ્ધિપૂર્વક અને દ્રઢ નિશ્ચયથી લાભ ઉઠાવ્યો હોત તો મુસ્લિમ લીગનું વધતું જતું અલગતાવાદનું સંકટ અટકી ગયું હોત અને મુસ્લિમ લીગના ઝંડા નીચે સમગ્ર મુસ્લિમ સમુદાયને એકઠા કરવાની યોજના પર પાણી ફરી વળ્યું હોત, પણ અહીં પણ કોંગ્રેસ ઈચ્છાશક્તિ અને દિશાના અભાવે ગોથું ખાઈ ગઈ અને લીગ હરેક ડગલે ઘોંસ જમાવવામાં સફળ રહી.
એક જ ઉદાહરણ: સંયુક્ત પ્રાંતમાં ચૂંટણી પછી કૉંગ્રેસે જે રીતે એનું મિત્રમંડળ બનાવ્યું, એનાથી મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચેનો તણાવ વધી ગયો અને સહકારનાં બધાં જ બારણાં બંધ થઈ ગયાં. જાહેરાત કરવામાં આવી ન હતી, છતાંય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગે એ સ્પષ્ટ સદ્દભાવ ઉપર ચૂંટણી લડી હતી કે ચૂંટણી પછી બન્ને ભેગા મળી મંત્રીમંડળ રચશે; પરંતુ કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઈ એટલે એણે આ સદ્દભાવ તોડી નાખ્યો. મુસ્લિમ લીગને લાગ્યું કે એની સાથે કપટ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના વર્તન અંગે એને શંકા ગઇ. ઉત્તરપ્રદેશના મુસ્લિમ લીગી નેતા ખલીકુજ્જમાને તોફાની પ્રવાસ કર્યો અને સૂત્ર આપ્યું: ‘આપણે સાથે મળી શાસન ન કરી શકતા હોઈએ તો આપણે સાથે રહી શકીશું પણ નહિ.’
ક્રમશઃ
@kishormakwana