• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 46
• મુસ્લિમ તોફાનો બાબતે ડો. બાબાસાહેબનું કટુ સત્ય…
- ડો. આંબેડકર લખે છે: ‘આ આંતરવિગ્રહમાં મુખ્યત્વે પુરુષો જ ભોગ બન્યા હતા, સ્ત્રીઓ ય અત્યાચારથી બચી નહોતી. …કોઈપણ પશ્ચાત્તાપ, શરમ કે પોતાના સાથી ભાઈઓ દ્વારા કોઈ પણ રીતે વખોડી કાઢ્યા વિના સ્ત્રીઓ પર આચરવામાં આવેલાં આ જંગલી કૃત્યો એ બતાવે છે કે શત્રુતા કેટલી ઉંડી હશે !
- ડો. આંબેડકર: ‘કોઈ પણ મુસ્લિમ હજ પર જાય ત્યારે મક્કા કે મદિનામાં ગાયનું બલિદાન આપતો નથી. પણ ભારતમાં બીજા કોઈ પશુના બલિથી તેમને સંતોષ નહિ થાય. કોઈ પણ મુસ્લિમ દેશમાં, કશાય વાંધા વિના મસ્જિદ સામે સંગીત વગાડી શકાય છે.’
ખિલાફત આંદોલનને કોન્ગ્રેસે ટેકો આપ્યા પછી મુસ્લિમોનો વૈશ્વિક ઇસ્લામી પ્રેમ ઉછાળા મારતો હતો. એમને ભારત સાથે જાણે કંઇ લાગતું વળગતું જ નહોતું. જેવું ખિલાફત આંદોલન ઠંડું થયું એ સાથે જ ભયાનક રમખાણો ફાટી નીકળ્યા હતા.
ડો. આંબેડકરે પોતાના ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથમાં 1920 થી 1940 (એમણે આ પુસ્તક 1940માં લખેલું) સુધીના રમખાણોનો ઇતિહાસ આપ્યો છે. ડો. આંબેડકર લખે છે: ‘આ આંતરવિગ્રહમાં મુખ્યત્વે પુરુષો જ ભોગ બન્યા હતા, સ્ત્રીઓ ય અત્યાચારથી બચી નહોતી. …કોઈપણ પશ્ચાત્તાપ, શરમ કે પોતાના સાથી ભાઈઓ દ્વારા કોઈ પણ રીતે વખોડી કાઢ્યા વિના સ્ત્રીઓ પર આચરવામાં આવેલાં આ જંગલી કૃત્યો એ બતાવે છે કે શત્રુતા કેટલી ઉંડી હશે ! …તેમાં કત્લેઆમ, લૂંટફાટ, પાપાચાર તથા અત્યાચાર જેવાં દુષ્કૃત્યો હિંદુઓએ મુસ્લિમો પ્રત્યે અને મુસ્લિમોએ હિંદુઓ પ્રત્યે આચરેલાં – હિંદુઓએ મુસ્લિમો પ્રત્યે આચર્યા હતાં તેના કરતાં મુસ્લિમોએ હિંદુઓ પ્રત્યે વધુ પ્રમાણમાં આચર્યા હતાં. આગ ચાંપવાની ઘટનાઓ પણ બની હતી જેમાં મુસ્લિમોએ હિંદુ ઘરોને આગ લગાડી હતી અને તે આગમાં આખાને આખા હિંદુ કુટુંબો – પુરુષો, સ્ત્રીઓ અને બાળકો જીવતાં ભડથું થઈ ભસ્મીભૂત થઈ ગયાં હતાં અને આ જોનારા મુસ્લિમોને ભારે સંતોષ થતો હતો. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ ઠંડાં અને સભાનપણે આચરેલા નર્યા ક્રૂરતાનાં કાર્યો અત્યાચાર ગણાયાં નહોતાં પણ યુદ્ધનાં ન્યાયી કૃત્યો ગણાયાં હતા. જેને માટે ક્ષમા યાચના જરૂરી નહોતી. આવી જંગલિયાતથી ગુસ્સે થઈને, કૉંગ્રેસી વર્તમાન પત્ર ‘હિંદુસ્તાન’ના તંત્રીએ 1926માં લખતાં, હિંદુ-મુસ્લિમ એકતા સ્થાપવાના પ્રયત્નોની નિષ્ફળતા અંગે કટુ સત્ય ઉચ્ચારતાં નીચેની ભાષા વાપરી. સાવ હતાશ શબ્દોમાં તંત્રી લખે છે : હજારો મંચ પરથી હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરવી અથવા આંજી નાખે તેવું મથાળું બાંધવું એટલે વાદળાંથી બનતી આકૃતિની ભ્રમણા ઊભી કરવી. નાયડુની જેમ શાંતિ અને સદ્ભાવના કેટલાક પવિત્ર સ્તોત્રો ગાવાથી દેશને કશો લાભ નહિ થાય. કૉંગ્રેસના પ્રમુખ તેમને હૈયે વરેલા હિંદુ-મુસ્લિમ એકતાના વિષય અંગે ભિન્નભિન્ન રૂપે, ચબરાકીથી ભાષણો આપે છે. આ ભાષણો તેમની બુદ્ધિને દાદ આપે છે. પણ પ્રશ્ન તો વણઉકલ્યો જ રહે છે. જ્યારે એકતાનું ગીત માત્ર નેતાઓને હોઠે જ નહિ પણ તેમના લાખો દેશ બાંધવોના અંતરમાં ગૂંજતું હશે ત્યારે જ લાખો ભારતીયો તેનો પ્રતિસાદ પાડી શકશે.’ (ડો. બી. આર. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પૃષ્ઠ: 212-213)
ડો. બાબાસાહેબ આંબેડકર આગળ લખે છે:
‘હિન્દુઓની નબળાઈનો લાભ લેવાની ભાવના – તે મુસ્લિમોની એક બીજી નોંધપાત્ર બાબત હતી. મુસ્લિમો જેનો આગ્રહ રાખે તે નીતિનો જે હિંદુઓ વિરોધ કરે તો તેનો આગ્રહ રાખ્યા જ કરવો અને હિંદુઓ જ્યારે મુસ્લિમોની છૂટછાટના બદલામાં કશીક કિંમત ચૂકવવાની તૈયારી દર્શાવે ત્યારે જ તે આગ્રહ છોડી દેવો તેવી મુસ્લિમોની નીતિ હતી.
ગૌવધ માટેના તથા મસ્જિદ પાસે સંગીતબંધીના આગ્રહમાં આ લાભ લેવાની વૃત્તિનું અન્ય ઉદાહરણ જોવા મળે છે. ઈસ્લામનો કાયદો બલિના હેતુ માટે ગોવધનો આગ્રહ રાખતો નથી. કોઈ પણ મુસ્લિમ હજ પર જાય ત્યારે મક્કા કે મદિનામાં ગાયનું બલિદાન આપતો નથી. પણ ભારતમાં બીજા કોઈ પશુના બલિથી તેમને સંતોષ નહિ થાય. કોઈ પણ મુસ્લિમ દેશમાં, કશાય વાંધા વિના મસ્જિદ સામે સંગીત વગાડી શકાય છે. અરે, અફઘાનિસ્તાન જેવો દેશ કે જે બિનસાંપ્રદાયિક નથી તે દેશમાં પણ મસ્જિદ સામે સંગીત પર પ્રતિબંધ નથી. પણ ભારતમાં રહેતા મુસ્લિમો આવી સંગીતબંધીનો આગ્રહ રાખે છે. …રાજકારણમાં મુસ્લિમોએ અપનાવેલી ગુંડાગીરીની રીત તે તેમની ત્રીજી નોંધપાત્ર વિશિષ્ટતા છે. વારંવાર થતા રમખાણો પ્રતીતિ કરાવે છે કે આ ગુંડાગીરી તે તેમના રાજકારણનું કાયમી અંગ બની ગઈ છે.’ ( (ડો. બી. આર. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પૃષ્ઠ: 307-308)
કૉંગ્રેસમાં રહેલા એક આગળ પડતા સમાજવાદી અચ્યુત પટવર્ધને ખિલાફત આંદોલન બાબતની કૉંગ્રેસની નીતિનું અત્યંત સ્પષ્ટ વિશ્લેષણ કર્યું છે. 1968માં એમણે કહ્યું, ‘ગમે તેમ પણ આ ભૂલ ભરેલા માર્ગદર્શનમાં અમારો ફાળો છે એ સ્વીકારવું જ પડશે. સ્વતંત્રતા આંદોલનના વીતી ગયેલા ઇતિહાસ ઉપર નજર નાખીએ તો જણાશે કે પ્રથમ વિશ્વયુદ્ધ અંત પછી ખિલાફત આંદોલનને ભારતવાસીઓ અને કોંગેસ દ્વારા સમર્થન આપવાની ગાંધીજીના નેતૃત્વની એક ભયંકર ભૂલ હતી એવી મારી પાકી ખાતરી છે. આ ભૂલ અત્યંત વિનાશકારી સાબિત થઇ. એનાં અનેક દુષ્પરિણામો આવ્યાં છે. ગુણ-અવગુણની દ્રષ્ટિએ આ એકદમ પ્રતિક્રિયાવાદી પગલું હતું. ખિલાફતને પ્રગતિશીલ મુસલમાનો દ્વારા લેશમાત્ર સમર્થન પ્રાપ્ત થાય એમ નહોતું. કમાલપાશાએ તો ખિલાફતને મૂળમાંથી જ ઉખાડી નાખીને આ બાબત સાબિત કરી દીધી. જગતભરના જાગૃત મુસલમાનોએ ખિલાફત ખતમ થઇ એ બાબતે આનંદ વ્યક્ત કર્યો, એ એમની બુદ્ધિમત્તાનું લક્ષણ છે. કમાલપાશા સાંપ્રદાયિકતાના સકંજામાંથી મુકત થવા માટે આતુર એવા બધા મુસ્લિમ યુવકોના હ્ર્દય સમ્રાટ હતા એ બાબતમાં શંકા નથી. ખિલાફત એક પુષ્ટિ ન કરી શકાય એવું સાંપ્રદાયિક પુનરુત્થાનવાદી મુસ્લિમ નેતૃત્વ સાથે પોતાની જાતને જોડી દીધી. તેઓ ભારતના વિવેકી, સંપ્રદાય નિરપેક્ષ, આધુનિકતા પ્રેમી નેતૃત્વની ઉપેક્ષા કરવા માટે અજાણ પણે પણ જવાબદાર બન્યા. જો આજે આપણે મૌલાના મહમ્મદ અલીનાં ભાષ્ણો વાચીએ તો જણાશે કે એ સંપ્રદાય નિરપેક્ષ રાજકીય સ્વાધીનતાની ભાવના સાથે સદંતર અસંગત છે. કૉંગ્રેસ આંદોલને એક તરફ હિંદુઓમાં ધાર્મિક ઉદારતાવાદી અને સુધારાવાદી શક્તિઓ જન્માવી અને તર્કસંગત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનિર્માણ કર્યો તો બીજી બાજુ ખિલાફત નેતૃત્વને સમથેન આપીને ભારતનામુસલમાનો ઉપર કટ્ટરતા આને સાંપ્રદાયિક અંધવિશ્વાસનું આવરણ ઓઢાડી દીધું. ઝીણા જેવા વિવેકશીલ નેતાઓને તિરસ્કારવામાં આવ્યા. કૉંગ્રેસ અને લીગના અણબનાવની આ જ પૃષ્ઠભૂમિ છે.’ (એમ. એ. કરંદીકર: ઇસ્લામ, પૃષ્ઠ: 7)

——— |: ક્રમશ:| —— ©kishormakwana