• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 42
• સ્વામી શ્રદ્ધાનંદની હત્યા, ગાંધીજીનું વલણ અને મુસ્લિમ તોફાનો
- વારંવાર થતા તોફાનો બાબતે ડો. બાબાસાહેબ લખે છે: ‘મુસ્લિમોએ અપનાવેલી ગુંડાગીરીની રીત તેમની વિશિષ્ટતા છે. વારંવાર થતા રમખાણો પ્રતીતિ કરાવે છે કે આ ગુંડાગીરી તે તેમના રાજકારણનું કાયમી અંગ બની ગઇ છે.’
- ડો. બાબાસાહેબ આંબેડકર ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ (30-11-1927 થ્રુ ઈન્ડિયન આઈઝ કોલમ) નો હવાલો આપીને લખે છે: ‘એવું કહેવાય છે કે સ્વામી શ્રદ્ધાનંદના હત્યારા અબ્દુલ રશીદની પરલોકમાં મુક્તિ મળે તે માટે દેવબંદની પ્રતિષ્ઠિત ઇસ્લામિક કૉલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ કુરાનના આયાતોનાે પાંચ વખત પાઠ કર્યા હતા અને કુરાનની આયાતોના સવા લાખ પાઠ રોજ પૂરા કરવાનો સંકલ્પ કર્યો હતો.
- પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘ગાંધીજીએ સાચો ધર્મ શું હોય છે એ સમજાવ્યું અને હત્યાનાં કારણો સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું, ‘હવે કદાચ આપ સમજી શક્યા હશો કે મેં શા માટે અબ્દુલ રશીદને ભાઇ કહ્યો છે. હું ફરીથી પણ એને ભાઇ કહું છૂં. હું તો એને સ્વામીજીની હત્યાનો આરોપી પણ નથી માનતો.
23 ડિસેમ્બર, 1926ના દિવસે સ્વામી શ્રદ્ધાનંદ બીમાર હતા. અબ્દુલ રશીદ નામનો એક યુવાન એમને મળવા આવ્યો. એણે એક પ્યાલો પાણી માંગ્યું. જેવો નોકર પાણી લેવા અંદર ગયો કે એણે રિવોલ્વર કાઢી અને સ્વામીજી ઉપર ચાર ગોળી ચલાવી. સ્વામી શ્રદ્ધાનન્દ લોહીલુહાણ થઈને ત્યાં જ મૃત્યુ પામ્યા. રશીદ પકડાઈ ગયો અને એના ઉપર કેસ ચાલ્યો ત્યારે ન્યાયાલયમાં એક સંતના હત્યારાનો બચાવ કરવા માટે મુસલમાનોએ લાખો રુપિયા એકઠા કર્યા. કૉંગ્રેસના એક આગળ પડતા સભ્યએ એનો બચાવ કર્યો. જો કે રશીદનો ગુનો સાબિત થયો જ અને એને ફાંસી પણ આપવામાં આવી. પરંતુ વિચિત્રતા તો જૂઓ એના જનાજામાં પચાસ હજારથી પણ વધુ મુસલમાનોએ ભાગ લીધો. એ તો એક ખૂની હતો જેણે હિંદુઓના મહાન સંત અને ધાર્મિક નેતાની હત્યા કરી હતી. છતાં મસ્જિદોમાં એને માટે વિશેષ નમાજ અદા કરવામાં આવી. જમિયત-ઉલ-ઉલેમાનાં સામયિકે ચિત્રવિચિત્ર દલીલો કરીને રશીદને ‘શહીદી’ના સિંહાસન ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો.
ડો. બાબાસાહેબ આંબેડકર ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ (30-11-1927 થ્રુ ઈન્ડિયન આઈઝ કોલમ) નો હવાલો આપીને મુસ્લિમ માનસિકતા કેવી વિચિત્ર છે એ વિશે લખ્યું છે: ‘એવું કહેવાય છે કે સ્વામી શ્રદ્ધાનંદના હત્યારા અબ્દુલ રશીદની પરલોકમાં મુક્તિ મળે તે માટે દેવબંદની પ્રતિષ્ઠિત ઇસ્લામિક કૉલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ કુરાનના આયાતોનાે પાંચ વખત પાઠ કર્યા હતા અને કુરાનની આયાતોના સવા લાખ પાઠ રોજ પૂરા કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે દૂઆ માગી હતી કે ખુદાતાલા આ મર્હૂમને (એટલે કે રશીદને) ‘અલ્લાએ ઇસ્લિયાન’ (સાતમા સ્વર્ગની ટોચે) સ્થાન આપે.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 178)
ઉલ્લેખનીય છે કે ડો. બાબાસાહેબના અંત:કરણમાં સ્વામી શ્રદ્ધાનંદ પ્રત્યે અત્યંત સન્માન હતું. સ્વામી શ્રદ્ધાનંદ શહીદ થયા ત્યારે ડો. બાબાસાહેબ મહાડ સત્યાગ્રહમાં વ્યસ્ત હતા. એમને જ્યારે સ્વામી શ્રદ્ધાનંદની શહીદીના સમાચાર મળ્યા ત્યારે એમણે મહાડ સત્યાગ્રહ માટે બાંધેલા મંડપમાં જ સ્વામીજીને ભાવમય શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં એમણે સ્વામી શ્રદ્ધાનંદના કાર્યો અને એમના વિચારોને લઇને ‘બહિષ્કૃત ભારત’માં વિસ્તૃત લેખ પણ છાપ્યો. ડો. આંબેડકરને ખાસ તો એમણે અસ્પૃશ્યતા સામે જે રીતે અભિયાન છેડ્યું હતું એના લીધે સ્વામી શ્રદ્ધાનંદ પ્રત્યે ખૂબ આદરભાવ હતો.
બીજી તરફ સ્વામી શ્રદ્ધાનંદની હત્યા બાબતમાં ગાંધીજીનો પ્રતિભાવ ખૂબ વિચિત્ર હતો. 1926ના ગૌહાટી કૉંગ્રેસ અધિવેશનમાં સ્વામી શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ આપતા ઠરાવ રજૂ થયો હતો. એ ઠરાનને અનુમોદન મોહમ્મ્દ અલીએ આપ્યું હતું. પટ્ટાભિ સીતારામૈયાએ લખ્યું છે, ‘ગાંધીજીએ સાચો ધર્મ શું હોય છે એ સમજાવ્યું અને હત્યાનાં કારણો સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું, ‘હવે કદાચ આપ સમજી શક્યા હશો કે મેં શા માટે અબ્દુલ રશીદને ભાઇ કહ્યો છે. હું ફરીથી પણ એને ભાઇ કહું છૂં. હું તો એને સ્વામીજીની હત્યાનો આરોપી પણ નથી માનતો. ખરેખર દોષિત તો એ લોકો છે જેમણે પરસ્પર ધૃણા ફેલાવી છે.’ (પટ્ટાભિ સીતારામૈયા : હિસ્ટ્રી ઑફ કોંગ્રેસ, પૃષ્ઠ: 516)
ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે કે ‘હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપવા માટે શ્રી ગાંધીએ મુસ્લિમોને કોરો ચેક આપી દીધો. આ કોરા ચેકે મુસ્લિમોને ગુસ્સે કરવાનું કામ કર્યું, કારણ તેમણે (મુસલમાનોએ) તેનો અર્થ કુટિલ કૃત્ય કર્યો.’ ’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 190)
ગાંધીજીનું એક રૂપ : હિંસામાં પ્રવૃત થવાને કારણે ભગતસિંહ વગેરે દેશભક્તોની જીવનરક્ષા માટેની અરજી ઉપર સહી કરવાની પણ એમણે ના પાડી હતી, હિંસાને કારણે જ એમણે શિવાજી, રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહને ‘પથભ્રષ્ટ દેશભક્ત’કહ્યા હતા. ગાંધીજીનું બીજું રૂપ: સ્વામી શ્રદ્ધાનંદના હત્યારા રશીદના કૃત્યને એમણે અહિંસાનો માપદંડ લાગુ ન પાડ્યો.
દિલ્હીના પ્રસિદ્ધ આર્યસમાજી નેતા લાલા નાનકચંદ તેમજ ‘રંગીલા રસૂલ’ના કહેવાતા લેખક રાજપાલ-જેમણે મુસલમાનો દ્વારા સીતા વિશેના એક અશ્લિલ પત્રિકાનો જડબાતોડ જવાબ આપવા માટે હજરત મોહમ્મદ વિશે નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. નાથુમલ શર્મા જેવા બીજા કેટલાક અન્ય સ્થાનિક હિન્દુ નેતાઓ મુસ્લિમોની હિંસક મનોવૃત્તિનો શિકાર બન્યા. મુસ્લિમોની માનસિકતા સમજવા જેવી છે. એ લોકો હિન્દુ દેવી દેવતા વિશે અશ્લિલ ચિત્રો કે પુસ્તિકા બેરોકટોક પ્રસિદ્ધ કરે છે, પરંતુ એમની જ ભાષામાં કોઇ હિન્દુ જવાબ આપે ત્યારે આગ, હિંસા કરવા રોડ પર ઉતરી આવે છે! એમની આ જેહાદી કટ્ટરવાદી માનસિકતા સામે ગાંધીજી પણ મૌન રહ્યા.
ખિલાફતમાંથી જાગેલો જેહાદનો ઉન્માદ દાવાનળની જેમ આખા ભારતમાં ઝડપથી ફેલાઇ ગયો. 1922માં પંજાબ અને બંગાળના કેટલાક સ્થાનો ઉપર એની શરુઆત થઇ હતી. પરંતુ ૧૯૨૩ સુધીમાં તો આ જેહાદી રક્ત પ્યાસી માનસિકતાએ બીજા અનેક પ્રાંતોને ગ્રસી લીધા. પંજાબમાં અમૃતસર, લાહોર, પાણીપત, મુલતાન તથા અન્ય કેટલાંક નગરો; સંયુક્ત પ્ર્રાંતમાં મુરાદાબાદ, મેરઠ, પ્રયાગ, સહરાનપુર, બિહારમાં ભાગલપુર, હૈદરાબાદ રાજ્યમાં ગુલબર્ગા, અને દિલ્હી જેવા શહેરો આ જેહાદી દાવાનળનો શિકાર બન્યા. આમાંથી મોટા ભાગનાં સ્થાનો પર મહોરમના સરઘસમાં સામેલ થયેલા મુસલમાનોએ આક્રમણની ચિનગારી સળગાવીને હિન્દુઓની વિરુધ્ધ વ્યાપક દંગલોની શરૂઆત કરી. વારંવાર થતા તોફાનો બાબતે ડો. બાબાસાહેબ લખે છે: ‘મુસ્લિમોએ અપનાવેલી ગુંડાગીરીની રીત તેમની વિશિષ્ટતા છે. વારંવાર થતા રમખાણો પ્રતીતિ કરાવે છે કે આ ગુંડાગીરી તે તેમના રાજકારણનું કાયમી અંગ બની ગઇ છે.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 308)
——— |: ક્રમશ:| —— ©kishormakwana