• કિશોર મકવાણા
- ભારતના ભાગલા કેવી રીતે થયા ?
- ભાગલા માટે કોણ જવાબદાર ?
- કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.
વાંચો લેખમાળાનું પ્રકરણ – 40
• અલી બંધુઓએ ખુલેઆમ ગાંધીજીને કાફર કહ્યા
મૌલાના મોહમ્મદ અલીએ ગાંધીજીની કરેલી ટીકા વિશે ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે: ‘અલીગઢ અને અજમેરમાં બોલતાં મહમદઅલીએ કહ્યું : ‘ગાંધીજીનું ચારિત્ર્ય ગમે તેટલું વિશુદ્ધ હશે પણ ધાર્મિક દ્રષ્ટિએ તો તે મને કોઈ પણ ચારિત્ર્યહીન મુસલમાન કરતાં નીચે જ લાગવાના. મારા ધર્મ પ્રમાણે હું કોઈ પણ વ્યભિચારી અને પતિત મુસલમાનને ગાંધીજી કરતાં વધુ સારો માનું છું.
મુસ્લિમો દ્રારા ચાલતા બેફામ ધર્માતર સામે સ્વામી શ્રદ્ધાનંદે પરાવર્તનનું અભિયાન છેડ્યું. સ્વામી શ્રદ્ધાનંદને ખાતરી થઇ ગઇ કે જો હિન્દુઓના થઇ રહેલા ધર્માંતરના પૂરને રોકવા માટે જો જલદી કોઇ પાગલ લેવામાં નહી આવે તો હિન્દુઓ અને સાથે સાથે દેશનું ભાગ્ય સમાપ્ત થઇ જશે.
ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતા માટે માત્ર ઝૂક્યા જ નહીં, રીતસર દંડવત કર્યા પરંતુ ગાંધીજીના આ અતિ ઉદાર વર્તનની મુસ્લિમ નેતાઓ પર કેવી પ્રતિક્રિયા થઇ ? હકીમ અજમલખાને કોંગ્રેસી લોકો ‘વિશુદ્ધ’ સાચા રાષ્ટ્રવાદી માનતા હતા. ડિસેમ્બરમાં 1922માં અમદાવાદમાં ખિલાફત આંદોલનના સમર્થનમાં યોજાયેલા સંમેલનની અધ્યક્ષતા કરતી વખતી એમણે પોતાના મનની વાત કહી નાખી. એ વખતે ગાંધીજી તથા બીજા લોકો મંચ પર એમની બાજુમાં જ બેઠા હતા. હકીમ અજમલખાને કહ્યું કે ‘વૈશ્વિક
ઇસ્લામી સામ્રાજ્યનું ભવિષ્ય ઉજ્જવળ છે. એક બાજુ ભારત અને બીજી બાજુ એશિયા માઇનર ભાવિ ઇસ્લામી મહાસંઘની લાંબી હારમાળાના બે છેડા છે. આ છેડાઓ ધીરેધીરે બધા મધ્યવર્તી રાજ્યોને એક મહાન સૂત્રમાં પરોવતાં જાય છે.’(એ હિન્દુ નેશનાલિસ્ટ : ગાંધી મુસ્લિમ કૉસ્પિરસી, પૃ. 14)
1924માં અલીબંધુ- મૌલાના મોહમ્મદ અલી તો ગાંધીજીને હલકા ચીતરવામાં અજામલખાનને પણ પાછા પાડી દીધા. એમણે ગાંધીજી પર વ્યક્તિગત આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું.
મૌલાના મોહમ્મદ અલીએ કરેલી ટીકા ડો. બાબાસાહેબ આંબેડકરના જ શબ્દોમાં: ‘અલીગઢ અને અજમેરમાં બોલતાં મહમદઅલીએ કહ્યું : ‘ગાંધીજીનું ચારિત્ર્ય ગમે તેટલું વિશુદ્ધ હશે પણ ધાર્મિક દ્રષ્ટિએ તો તે મને કોઈ પણ ચારિત્ર્યહીન મુસલમાન કરતાં નીચે જ લાગવાના.’ આ વિધાને ભયંકર હલચલ મચાવી. ઘણાના માનવામાં ન આવ્યું કે ગાંધીજી પ્રત્યે ખૂબ જ આદર રાખતા મહમદઅલી તેમને વિશે આવી અપમાનિત અને ઘૃણાસ્પદ લાગણીઓ કેવી રીતે દર્શાવી શકે. લખનૌમાં અમિનાબાદ બાગ ખાતે ભરાયેલી સભામાં જ્યારે મહમ્મદઅલી બોલતા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે વ્યક્ત કરેલી લાગણીઓ સાચી છે કે કેમ ! મહમદઅલીએ સહેજ પણ ખચકાટ કે પશ્ચાત્તાપ વિના ઉત્તર આપ્યો :
‘હા, મારા ધર્મ પ્રમાણે હું કોઈ પણ વ્યભિચારી અને પતિત મુસલમાનને ગાંધીજી કરતાં વધુ સારો માનું છું. મહંમદઅલીની નજરમાં ગાંધીજી એક કાફર હતા.’ (બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃ. 353)
ભયંકર દુષ્પરિણામોવાળી ખિલાફતની કથાનો અહીં અંત ન આવ્યો. એના ગર્ભમાં તો જાણે આવા કેટલાંય ભયાનક દુષ્પરિણાે પોષાઇ રહ્યાં હતાં ! સમયની સાથે સાથે એણે નવા નવા ભયાનક વળાંકો લેવા માંડયા. ગાંધીજીની સાથે ખિલાફત આંદોલનને ટેકો આપનારાઓમાં એક સ્વામી શ્રદ્ધાનંદ પણ હતા. આંદોલનમાં ભાગ લેવાના કારણે એમની અટકાયત પણ કરવામાં આવી હતી, પરંતુ જેલમાંથી મુક્ત થતાં જ એમણે જોયું કે ધર્માંતર કરવનાની જાણે કે જેહાદ ઉપાડી હતી.
ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાની આડમાં મુસ્લિમોના દરેક કૃત્યોને છાવરી રહ્યા છે. દરેક બાબતમાં એ ચૂપ રહે છે. એમણે એ પણ જોયું કે મુસલમાનોએ હિન્દુઓનું ચારે બાજુ હિન્દુઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. એમને હેરાન કરવામાં આવતા હતા. મોટાભાગના મુસ્લિમ આગેવાનોએ રાષ્ટ્રવાદી મહોરુ પહેર્યું હતું, બાકી અંદરથી એ હાડોહાડ જેહાદી હતા. 1925માં લાહોરમાં એક જાહેર ભાષણમાં પ્રસિદ્ધ ‘રાષ્ટ્રવાદી’ મુસ્લિમ નેતા ડૉ. સૈફુદ્દીન કિચલૂએ આપેલી ચેતવણીમાં મુસલમાનોનો જેહાદી ભાવ જોઇ શકાય છે. એમણે કહ્યું, ‘મારા પ્રિય હિન્દુ ભાઇઓ, મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે અમારા ‘તંજીમે આંદોલન’ના માર્ગમાં અડચણો પેદા કરશો અને અમને અમારા અધિકાર નહીં આપો તો અમે અફઘાનિસ્તાન અથવા અન્ય કોઇપણ મુસલમાન શક્તિની સાથે મળીને આ દેશમાં અમારા શાસનની સ્થાપના કરીશું.’ (રામગોપાળ: ઇંન્ડિયન મુસ્લિમ્સ, પૃ. 166)
મુસ્લિમ મુલ્લા અને મૌલવીઓ દ્વારા ધર્માંતર અભિયાન જે બેરોકટોક અને બેફામ રીતે ચાલી રહ્યું હતું તેની ડો. અબ્દુલ્લા સુહરાવર્દીના એક નિવેદનમાં ગર્વથી પ્રશંસા કરવામાં આવી છે. એક સમયે સુહરાવર્દી સી. આર.દાસમા સ્વરાજ પક્ષના આગળ પડતા નેતા હતા અને ‘ઇંન્ડિયન સેન્ટ્રલ કમિટી’ના સભ્ય રહી ચૂકેલા હતા. તેમનું નિવેદન આ મુજબ છે – ‘ભારતમાં મુસ્લિમ શાસનની સમાપ્તિ પછી આજે ધર્માંતરના કાર્યે નવીન શક્તિ, સ્ફૂર્તિ અને પ્રેરણા પ્રાપ્ત કરી છે અને એ બેરોકટોક નિરંતરપણે ચાલી રહ્યું છે. વર્ષો વર્ષ ધર્માતરિત થઇને લોકો ઇસ્લામ અંગીકાર કરી રહ્યા છે. તેઓ તથા એમના પૂર્વેના ધર્માતરિત લોકોના વંશજો સહુથી વધુ ઉત્સાહી અનુયાયીઓ અને સમર્થકો છે… તેઓ હજારોની સંખ્યામાં મક્કા જાય છે. મક્કા ઇસ્લામનો ગઢ અને એની જન્મભૂમિ છે. ત્યાં વાર્ષિક ‘હજ’ ના અનુશાસનની તપ્ત ભઠ્ઠીમાં તપીને શુદ્ધ અને પવિત્ર થઇને તેઓ ભારત પાછા ફરે છે. આરબોના રીતરિવાજ અપનાવ્યા પછી તેઓ હિન્દુઓથી એટલા જ જુદા લાગે છે જેટલા હિન્દુઓ ચીનાઓ અને યહૂદીઓથી લાગે.’ (રામગોપાળ: ઇંન્ડિયન મુસ્લિમ્સ, પૃ. 166)
મુસ્લિમો દ્રારા ચાલતા બેફામ ધર્માતર સામે સ્વામી શ્રદ્ધાનંદે પરાવર્તનનું અભિયાન છેડ્યું. સ્વામી શ્રદ્ધાનંદને ખાતરી થઇ ગઇ કે જો હિન્દુઓના થઇ રહેલા ધર્માંતરના પૂરને રોકવા માટે જો જલદી કોઇ પગલા લેવામાં નહી આવે તો હિન્દુઓ અને સાથે સાથે દેશનું ભાગ્ય સમાપ્ત થઇ જશે. એમણે ધર્માંન્તરિત હિંન્દુઓને ફરીથી હિન્દુ બનાવવા માટે ‘શુદ્ધિ આંદોલન’ છેડ્યું. આનાથી મુસ્લિમો છંછેડાયા.
————|: ક્રમશ:|————©kishormakwana