Spread the love

કિશોર મકવાણા

  • ભારતના ભાગલા કેવી રીતે થયા ?
  • ભાગલા માટે કોણ જવાબદાર ?
  • કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?

સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.com પર વાંચો…ડો. બાબાસાહેબ આંબેડકર, હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોરભાઈ મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો.

વાંચો લેખમાળાનું પ્રકરણ – 37

• જેહાદ કાળા પડછાયા….

મુસ્લિમ કટ્ટરવાદ સામે ગાંધીજી ઝૂકતા જ ગયા એ બાબતે ડો. બાબાસાહેબ આંબેડકર થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘મુસ્લિમ કટ્ટરવાદનાં નીચેનાં ઉદાહરણો – જેના પ્રત્યે શ્રી ગાંધીએ મૌન સેવ્યું છે – સ્વામી શ્રદ્ધાનંદે તેમના સાપ્તાહિક ‘લિબરેટર’માં નોંધ્યા છે.

ખિલાફત આંદોલનનાં બે દૂરગામી દુ:ખદ પરિણામો આવ્યાં. આ પછી ભારતીય રાજકારણમાં મુસ્લિમ ધર્માંધતાને પ્રતિષ્ઠા મળી. એમની જેહાદી નિષ્ઠા રાષ્ટ્રીય નિષ્ઠા પર સવાર થઇ ગઇ. એમની આંતરરાષ્ટ્રીય ઇસ્લામ નિષ્ઠા જાગૃત થઇ ગઇ. એમના હ્રદયમાં ભારત કરતા ઇસ્લામી દેશો પ્રત્યે ભારોભાર પ્રેમ ઉભરાવા લાગ્યો. ખિલાફત આંદોલનના ઘોડા પર સવાર થઇ નવા ધર્માંધ-નેતાઓએ મુસ્લિમ નેતૃત્વનો દોર સંભાળી લીધો.

રાષ્ટ્રીય સરહદો ઓળંગી અખિલ ઇસ્લામવાદ હવે રાજકીય મહોરુ પહેરી દેશભરમાં પ્રસરી ચૂક્યો હતો. ‘દારુલ હરબ’ના સિદ્ધાંતનો હવે ખુલ્લેઆમ પ્રચાર થવા લાગ્યો. 1924માં મુસ્લિમ લીગના અધિવેશનમાં મોહમ્મદ અલીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ‘સીમાપ્રાંતના એ ભાગ કે જે કાયદેસર રીતે સિંધુ નદીની ભારતીય સરહદોની પેલે પારના દેશ હતા, એને એના લોકોને પાછા આપી દેવા જોઇએ.’ મતલબ આ ભારતીય પ્રદેશ અફઘાનિસ્તાનને આપી દેવો જોઇએ એવું એમનું કહેવું હતું. એમના આ પ્રવચનનું લોકોએ ભારે હર્ષોલ્લાસ કરી, તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું.
ખિલાફત આંદોલનના મુસ્લિમ નેતાઓના સતત ઝેરીલા પ્રચારને કારણે મુસ્લિમ મન હિન્દુઓ વિરુદ્ધ ભયાનક હદે ઉશ્કેરાટમાં હતું. ખિલાફત આંદોલનના મુસ્લિમ નેતાઓએ તો મોપલા વિદ્રોહીઓને તેઓ પોતાના ધર્મના
ગૌરવની રક્ષા માટે યુદ્ધ કરનારા વીરો છે, એવી મતલબના તાર પણ કર્યા હતા. ગાંધીજીએ વિચાર્યુ કે સ્થિતિ સુધારવા માટે કાંઇક કરવું જોઇએ. મુસ્લિમોને કોન્ગ્રેસની પડખે કરવા માટે કોંગ્રેસના મોપલા સમર્થન કરતા પણ એક ડગલું આગળ વધી ગયા. મોપલા હુલ્લડખોરોના સંદર્ભે એમણે કહ્યું, ‘તેઓ ધર્મભીરુ છે, એમના મતે જે ધર્મ છે એ માટે તેઓ યુદ્ધ કરી રહ્યા છે અને એ રીતે યુદ્ધ કરી રહ્યા છે જે એમના વિચાર મુજબ ધર્મમાન્ય છે.’ (ડો. આંબેડકર : થોટ્સ ઓન પાકિસ્તાન, પૃ. 148)
મોપલા વિદ્રોહના ઇસ્લામી ચરિત્રની એની બેસંન્ટે જે આકરા શબ્દોમાં ટીકા કરી છે તે ઉલ્લેખનીય છે: ‘મલબારે ઇસ્લામી શાસનનો શો અર્થ છે એ આપણને બતાવી દીધું છે. હવે અમે ખિલાફત રાજ્યના કોઇ બીજા નમૂનાને ભારતમાં જોવાની ઇચ્છા રાખતા નથી. મલબાર બહારના મુસલમાનોની મોપલાઓ માટે કેટલી સહાનુભૂતિ છે, એ એમના સહધર્મીઓએ એમના બચાવમાં ઊઠાવેલા અવાજથી સાબિત થઇ ગઇ છે. સ્વયં
ગાંધીજીએ પણ મોપલાઓના પક્ષે કહ્યું કે ધર્મે એમને જે પ્રકારનું કર્મ કરવા કહ્યું છે, એ વિશ્વાસ મુજબ જ એમણે કર્મ કર્યું છે. મારા મતે આ બરાબર નથી. એક સભ્ય દેશમાં એવા લોકોનું કોઇ સ્થાન નથી કે જેઓ પોતાના પૂર્વજોનો ધર્મ ત્યાગ કરવાનો ઇન્કાર કરે એ લોકોને પોતાના પ્રદેશમાંથી હાંકી કાઢે.’ (એમ. એ. કરંદીકર, ઇસ્લામ ઇન ઇન્ડિયાજ ટ્રાંજીશન ટૂ મોડર્નિટી: પૃ 177-178) મુસ્લિમ કટ્ટરવાદ સામે ગાંધીજી ઝૂકતા જ ગયા એ બાબતે ડો. બાબાસાહેબ આંબેડકર થોટ્સ ઓન પાકિસ્તાન’ માં લખે છે: ‘મુસ્લિમ કટ્ટરવાદનાં નીચેનાં ઉદાહરણો – જેના પ્રત્યે શ્રી ગાંધીએ મૌન સેવ્યું છે – સ્વામી શ્રદ્ધાનંદે તેમના સાપ્તાહિક ‘લિબરેટર’માં નોંધ્યા છે. ઈ.સ. 1926ની 30મી સપ્ટેમ્બરના અંકમાં સ્વામીજી લખે છે : ‘અસ્પૃશ્યતા નિવારણ અંગે વારંવાર અધિકૃત રીતે નક્કી કરાયું છે કે પોતાના ભૂતકાળનાં પાપ ધોવાનું હિંદુઓનું કર્તવ્ય છે અને બિનહિંદુઓને તેની સાથે કશું લાગતું વળગતું નથી. પરંતુ મુસ્લિમ તથા ખ્રિસ્તી કૉંગ્રેસીઓએ વૈકોમ તથા અન્ય સ્થળોએ શ્રી ગાંધીનું આ વચન ખુલ્લેઆમ ઉથાપ્યું છે. મદ્રાસમાં મારા (શ્રદ્ધાનંદ) પ્રવચન માટે બોલાવાયેલી એક સભાના અધ્યક્ષપદેથી શ્રી યાકુબ હસન જેવા પૂર્વગ્રહ રહિત નેતાએ પણ મુસ્લિમોને ભારતના અસ્પૃશ્યોને ઇસ્લામમાં વટલાવવાનું કર્તવ્ય બજાવવાનો આદેશ આપ્યો હતો. પણ શ્રી ગાંધીએ મુસ્લિમોને કે ખ્રિસ્તીઓ સામે કોઇ વાંધાે ન ઉઠાવ્યો.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃ: 180)
ડો. બાબાસાહેબ આગળ લખે છે: ‘ઈ.સ. 1926ની જુલાઈના તેમના અંકમાં સ્વામી લખે છે : ‘એક મહત્ત્વની હકીકત પ્રત્યે પણ મેં (શ્રદ્ધાનંદ) મહાત્મા ગાંધીનું ધ્યાન દોર્યું હતું. એક રાતે અમે બંને સાથે નાગપુરના ખિલાફત અધિવેશનમાં ગયા હતા. તે પ્રસંગે મૌલાનાઓ કુરાનની જે આયાતો પઢતા હતા તેમાં વારંવાર જેહાદ અને કાફરોને મારી નાખવાનો ઉલ્લેખ આવતો હતો. પણ ખિલાફત ચળવળના આ તબક્કા પ્રત્યે તેમનું ધ્યાન ખેંચ્યું ત્યારે તેમણે હસીને કહ્યું, ‘આ તો તેઓ બ્રિટિશ અમલદારશાહીને કહે છે.’ તેના પ્રત્યુત્તરમાં મેં કહ્યું કે આ બધું અહિંસાના વિચારનું નાશ કરનારું છે અને તે લાગણી વિકૃત બનશે ત્યારે મુસ્લિમ મૌલાનાઓ હિંદુઓ સામે પણ આ આયાતોનો ઉપયોગ કરતાં નહિ અટકે. છેલ્લું ઉદાહરણ શ્રી ગાંધીએ વિદેશી કાપડની હોળી કરી તે સંબંધી છે. ઈ.સ. 1926ની 31મી ઑગસ્ટનો ‘લિબરેટર’માં લખતા સ્વામીજી કહે છે : ‘જ્યારે લોકો એવા તારણ પર આવ્યા કે વિદેશી કાપડની હોળી કરવી તે ભારતીયોનું ધર્મકર્તવ્ય છે. જ્યારે શ્રી દાસ, નહેરુ અને અન્ય અગ્રણી નેતાઓએ હજારો રૂપિયાની કિંમતનાં તેમનાં વસ્ત્રોની હોળી કરી ત્યારે ખિલાફતવાદી મુસ્લિમોને મહાત્માજી પાસે તેમનાં તુર્કી બાંધવોના વપરાશ માટે સઘળું વિદેશી કાપડ મોકલવાની માંગણી કરી ત્યારે ગાંધીજીએ એમને એ પરવાનગી આપી. આનાથીય મને (શ્રદ્ધાનંદ) સખત આઘાત લાગ્યો.’ (ડો. બી. આર. આંબેડકર, થોટ્સ ઓન પાકિસ્તાન, પૃ: 180)
ખિલાફત આંદોલનનાં બે દૂરગામી દુ:ખદ પરિણામો આવ્યાં. આ પછી ભારતીય રાજકારણમાં મુસ્લિમ ધર્માંધતાને પ્રતિષ્ઠા મળી. એમની જેહાદી નિષ્ઠા રાષ્ટ્રીય નિષ્ઠા પર સવાર થઇ ગઇ. એમની આંતરરાષ્ટ્રીય ઇસ્લામ નિષ્ઠા જાગૃત થઇ ગઇ. એમના હ્રદયમાં ભારત કરતા ઇસ્લામી દેશો પ્રત્યે ભારોભાર પ્રેમ ઉભરાવા લાગ્યો. ઘણા સમયથી વિવિધ સમૂહો અને રાજકીય ધારાઓમાં વહેંચાયેલા મુસલમાનો ખિલાફત આંદોલન પછી હવે એક જ માર્ગે ચાલવા લાગ્યા. એમનું ધ્યાન એક નિશ્વિત લક્ષ્ય તરફ કેન્દ્રિત થઇ ગયું. ખિલાફત આંદોલનના ઘોડા પર સવાર થઇ નવા ધર્માંધ-નેતાઓએ મુસ્લિમ નેતૃત્વનો દોર સંભાળી લીધો.

————|: ક્રમશ:|————©kishormakwana


Spread the love