Rahul GandhiRahul Gandhi
Spread the love

રાહુલ ગાંધીની (Rahul Gandhi) રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ગાઢ સંબંધોને લઈને ટિપ્પણી પર ઉઠેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોંગ્રેસ નેતા (Congress Leader) સોનિયા ગાંધીના (Sonia Gandhi) પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ ના (Belonging: A Journey of Love) વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાના માતા-પિતાના ગાઢ સંબંધોને લઈને એક કિસ્સો શેર કર્યો હતો, જેની હાલ ટીકા થઈ રહી છે. જેને લઈને કોંગ્રેસ (Congress) નેતાએ ભાજપ (BJP) અને આરએસએસ (RSS) પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘ડર, ગુસ્સા અને નફરતે ભાજપ (BJP) અને આરએસએસના (RSS) સમર્થકોના હૃદયમાં એવી જાળ ગૂંથી દીધી છે, જે તેમને પ્રેમનો અનુભવ કરતા અને તેને વ્યક્ત કરતા રોકે છે.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શું છે રાહુલ ગાંધીની (Rahul Gandhi) પોસ્ટમાં?

રાજીવ ગાંધી (Rajiv Gandhi) અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ગાઢ સંબંધોને લઈને રાહુલ ગાંધીની (Rahul Gandhi) ટિપ્પણી પર ઉઠેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. તેમાં તેમણે 12મી સદીના એક મંદિરની મૂર્તિની તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં માતા પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠેલા નજરે પડે છે. આ સાથે જ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લખ્યું છે કે ડર, ગુસ્સા અને નફરતે ભાજપ (BJP) અને આરએસએસના (RSS) સમર્થકોના હૃદયમાં એવી જાળ ગૂંથી દીધી છે, જે તેમને પ્રેમનો અનુભવ કરતા અને તેને વ્યક્ત કરતા રોકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું કે એક સાચા હિન્દુ (Hindu) તરીકે તેમનું કર્તવ્ય છે કે તેઓ આ લોકોને આ જાળમાંથી મુક્ત કરે, જેથી તેઓ પણ પોતાના જીવનમાં પ્રેમ અને પોતીકાપણાની સુંદરતા અને આનંદ અનુભવી શકે. તેમણે પોતાની પોસ્ટના અંતે ‘સત્યમ શિવમ સુંદરમ’ પણ લખ્યું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

માતા-પિતાના સંબંધ પર આપેલા નિવેદનથી શરૂ થયો વિવાદ

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે તેમના દ્વારા પોતાના માતા-પિતા (રાજીવ ગાંધી (Rajiv Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) ) ના સંબંધોને લઈને આપવામાં આવેલા એક નિવેદન પર રાજકારણ ગરમાયું છે. વાસ્તવમાં, સોમવારે જ્યારે તેમની માતા સોનિયા ગાંધીના (Sonia Gandhi) પુસ્તક ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ નું (Belonging: A Journey of Love) સત્તાવાર વિમોચન થઈ રહ્યું હતું, ત્યારે રાહુલે (Rahul Gandhi) પોતાના માતા-પિતા વચ્ચેના ગાઢ સંબંધનો ઉલ્લેખ કર્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ દરમિયાન બોલતા રાહુલે જણાવ્યું કે જમવાના ટેબલ પર તેમના પિતા રાજીવ ગાંધી (Rajiv Gandhi) બેસતા હતા અને તેમના ખોળામાં માતા સોનિયા ગાંધી (Sonia Gandhi) બેઠેલા રહેતા હતા. રાહુલે કહ્યું કે બાળપણમાં તેમને લાગતું હતું કે આ સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે તેઓ પોતાના મિત્રોના ઘરે જતા હતા, ત્યારે તેમના માતા-પિતા આ રીતે બેસતા ન હતા. આ અંગે તેઓ મિત્રોને પૂછતા હતા કે તેમની માતા તેમના પિતાના ખોળામાં કેમ નથી બેસતી.

તેમણે આગળ કહ્યું કે અને પછી અમે આ બધું બરબાદ થતું જોયું. માત્ર સમયની સાથે જ નહીં – અચાનક… અમે અમારા એક આધારસ્તંભ (Indira Gandhi) ને ગોળી વાગતી જોઈ, અને પછી અમે અમારા સૌથી મોટા આધારસ્તંભ (Rajiv Gandhi) ને ટુકડે-ટુકડા થતા જોયા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ખોળામાં બેસવા વાળા નિવેદન પર શરૂ થયું રાજકારણ

રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આ નિવેદન આવતા જ રાજકીય વર્તુળોમાં તેના પર નિવેદનબાજી શરૂ થઈ ગઈ. આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma)આ ટિપ્પણીનો વિડિયો શેર કરતા કોંગ્રેસ (Congress) નેતા પર કટાક્ષ કર્યો. તેમણે લખ્યું કે સોનિયા ગાંધીના (Sonia Gandhi) ખાસ દિવસે પણ રાહુલ તેમને શરમજનક સ્થિતિમાંથી બચાવી શક્યા નહીં. આસામ (Assam) સીએમએ આગળ કહ્યું કે દેશ આ વાત ઘણા સમય પહેલા સમજી ચૂક્યો છે અને આશા છે કે હવે સોનિયા ગાંધી (Sonia Gandhi) પણ આ વાત સમજશે. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે આ એક એવી પ્રોડક્ટ છે, જેને લોન્ચ (Launch) અને રિલોન્ચ (Relaunch) કરવાનો કોઈ ફાયદો નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *