MathuraMathura
Spread the love

મથુરામાં (Mathura) બે દિવસીય ચિંતન શિબિર બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 ની તૈયારીઓમાં લાગેલી ભાજપે કડક નિર્દેશો જારી કર્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે મંત્રી, ધારાસભ્ય અને સાંસદોની ભૂલો માફ કરવામાં આવશે નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને (Asselbly Election) લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની ચૂંટણી કમર કસી લીધી છે. મથુરાના (Mathura) પરખમ ખાતે આયોજિત બે દિવસીય મંથન અને ચિંતન શિબિરનું સમાપન થઈ ગયું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન (Nitin Nabin), યુપી પ્રભારી વિનોદ તાવડે (Vinod Tawde) અને કેન્દ્રીય મંત્રી સહિત રાજ્યના વરિષ્ઠ નેતા પંકજ ચૌધરી (Pankaj Chaudhary) સમેત ઘણા મોટા નેતાઓ સામેલ થયા હતા. મથુરા (Mathura) બેઠકના અંતિમ તબક્કાને સંબોધિત કરતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષે (National President) સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જવાબદાર હોદ્દાઓ (Minister, MLA અને MP) પર બેઠેલા નેતાઓની કોઈપણ ભૂલને માફ કરવામાં આવશે નહીં.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકોની ભૂલ માફ નહીં થાય’

મથુરાના (Mathura) પરખમ ખાતે આયોજિત બે દિવસીય આયોજન બેઠકના સમાપન પર રાષ્ટ્રીય અધ્યક્ષે (National President) પક્ષની અંદર શિસ્ત અને એકજૂથતાનો કડક સંદેશ આપ્યો. આંતરિક જૂથબંધી અને ટિકિટ વહેંચણી બાદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓના સમાચારો પર અંકુશ લગાવવા માટે આ સૌથી મોટો નિર્દેશ માનવામાં આવી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાષ્ટ્રીય અધ્યક્ષે (National President) સ્પષ્ટ કર્યું કે જે નેતાઓને પક્ષે સત્તા કે સંગઠનમાં મોટા હોદ્દાઓથી નવાજ્યા છે, જો તેઓ ચૂંટણી સમયે કોઈ બેદરકારી કે ભૂલ કરે છે, તો તેમને છોડવામાં આવશે નહીં અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. મથુરાના (Mathura) પરખમ ખાતે આયોજિત બે દિવસીય બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં નેતાઓએ પુનરોચ્ચાર કર્યો કે પક્ષમાં “કાર્યકર્તા જ ભગવાન” છે. સરકાર મોટી છે કે સંગઠન, આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતા એ નક્કી કરવામાં આવ્યું કે ચૂંટણીની દ્રષ્ટિએ સંગઠન અને પાયાના કાર્યકરો જ સર્વોપરી છે. બેઠકની શરૂઆત “રાધે-રાધે, કમળ ખીલવી દે” ના જયઘોષ સાથે થઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

6 અલગ-અલગ રાજ્યોના સંગઠન મહામંત્રી સંભાળશે યુપીનો મોરચો

2027 ની ચૂંટણી જીતવા માટે ભાજપે (BJP) સંગઠનાત્મક સ્તરે એક અચૂક વ્યૂહરચના તૈયાર કરી છે. ઉત્તર પ્રદેશને (Uttar Pradesh) છ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. ભાજપે (BJP) રણનીતિના ભાગરૂપે અન્ય 6 અલગ-અલગ રાજ્યોના અનુભવી સંગઠન મહામંત્રીઓને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં (Uttar Pradesh Election) તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પ્રત્યેક એક ઝોનની ચૂંટણી જવાબદારી એક અલગ રાજ્યના સંગઠન મહામંત્રીને સોંપવામાં આવશે. આ સંગઠન મહામંત્રીઓ સંબંધિત ઝોનમાં પક્ષની ગતિવિધિઓ, રેલીઓ, ચૂંટણી પ્રચાર અને બૂથ સ્તરની રણનીતિઓની કમાન સંભાળશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મથુરા (Mathura) બેઠકમાં લેવાયો ત્રીજી વખત સરકાર બનાવવાનો સંકલ્પ

મથુરાના (Mathura) પરખમ ખાતે આયોજિત બે દિવસીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતા પંકજ ચૌધરીએ (Pankaj Cahudhary) વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ફરી એકવાર સુશાસનના દમ પર ભારતીય જનતા પાર્ટી (BJP) ઐતિહાસિક જીત નોંધાવશે અને રાજ્યમાં ત્રીજી વખત ભાજપની (BJP) સરકાર બનવા જઈ રહી છે. મથુરાની (Mathura) આ બે દિવસીય બેઠક પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ (BJP) આ વખતે કોઈપણ સ્તરે ઢીલાશ રાખવાના મૂડમાં નથી અને પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *