કેન્દ્ર સરકારે ઝાકિર નાઈકને (Zakir Naik) મોટો ઝટકો આપતા તેના ફાઉન્ડેશન પર લાગેલા પ્રતિબંધની અવધિ વધારી દીધી છે. ઝાકિર નાઈક (Zakir Naik) 8 વર્ષ પહેલાં ભારત છોડીને જતો રહ્યો હતો અને સરકારે તેના ‘ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન’ (Islamic Research Foundation) પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ વિવાદિત ઈસ્લમિક પ્રચારક ઝાકિર નાઈક (Zakir Naik) વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. તેના ‘ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન’ (IRF) પર અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ લાગેલા પ્રતિબંધને વધુ 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવ્યો છે. ઝાકિરના આ સંગઠન પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને કોમી સંવાદિતાને નુકસાન પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) પ્રતિબંધની અવધિ વધારતા કહ્યું કે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) અને તેના સ્થાપક પ્રમુખ ઝાકિર અબ્દુલ કરીમ નાઈક (Zakir Abdul Karim Naik) ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન (Religious Enmity and Hatred) આપતા વિરોધી ભાષણો આપે છે અને સતત પોતાના ફોલોઅર્સ (Followers) વધારી રહ્યા છે, જે દેશ માટે યોગ્ય નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
નાઈક પર કટ્ટરપંથી નિવેદનો અને ભાષણો આપવાના આરોપ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના (MHA) જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) રાકેશ રાઠીએ (Rakesh Rathi) જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઝાકિર નાઈકના (Zakir Naik) નિવેદનો અને ભાષણો વાંધાજનક અને વિધ્વંસક છે. નાઈકે વિશ્વભરમાં લાખો લોકોની સામે કટ્ટરપંથી નિવેદનો અને ભાષણો આપ્યા છે. ઝાકિર નાઈક (Zakir Naik) અલગ-અલગ ધાર્મિક સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને નફરત (Religious Enmity and Hatred) ફેલાવી રહ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતમાં અને ભારતની બહાર ચોક્કસ ધર્મના યુવાનોને આતંકવાદી કૃત્યો (Terrorist Activity) કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે અથવા તેને નિયંત્રિત કરવામાં નહીં આવે તો રિસર્ચ ફાઉન્ડેશન (IRF) પોતાની ગતિવિધિઓ ચાલુ રાખશે. કોમી ભેદભાવનું વાતાવરણ બનાવીને લોકોના મનને પ્રદૂષિત કરીને દેશના બિનસાંપ્રદાયિક માળખાને બગાડી દેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
2016 માં ભારત છોડીને ભાગી ગયો હતો ઝાકિર નાઈક (Zakir Naik)
નાઈક (Zakir Naik) 2016 માં ભારતમાંથી ભાગી ગયો હતો, જ્યારે બાંગ્લાદેશના (Bangladesh) ઢાકામાં (Dhaka) એક કેફેમાં થયેલા હુમલા માટે જવાબદાર આતંકવાદીઓએ તેનાથી પ્રેરિત હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ, ભારત સરકારે નવેમ્બર 2016 માં નાઈક (Zakir Naik) અને તેના સંગઠન, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારે 2021 માં પ્રતિબંધને રિન્યુ કર્યો હતો. શુક્રવારનો આદેશ આ પ્રતિબંધ પૂરો થવાના એક દિવસ પહેલાં આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નાઈક (Zakir Naik) હાલ મલેશિયામાં (Malaysia) રહી રહ્યો છે, જ્યાં તેને પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદના (Mahathir Mohamad) શાસનમાં કાયમી વસવાટ (Permanent Residency) આપવામાં આવી હતી. ભારતે મની લોન્ડરિંગ (Money Laundering) અને કટ્ટરવાદને (Radicalisation) પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરવા માટે નાઈકના પ્રત્યાર્પણ (Extradition) ની વારંવાર વિનંતી કરી છે. તે ઓક્ટોબર 2024 માં ઇસ્લામાબાદમાં (Islamabad) પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન શાહબાઝ શરીફને (Shehbaz Sharif) મળ્યો હતો અને ફેબ્રુઆરી 2025 માં તે દેશની બીજી મુલાકાત લીધી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે કે જો તેને રોકવામાં નહીં આવે, તો IRF “પોતાના તે એક્ટિવિસ્ટ્સને ફરીથી એકઠા કરશે જેઓ હજુ પણ ફરાર છે,” દેશના સેક્યુલર માળખાને ખરાબ કરશે, દેશ વિરોધી ભાવનાઓ ફેલાવશે, અને આતંકવાદ (Militancy) ને સમર્થન આપીને અલગાવવાદને પ્રોત્સાહન આપશે.”
केंद्र सरकार ने विवादित इस्लामिक उपदेशक जाकिर नाइक के संगठन इस्लामिक रिसर्च फाउंडेशन (IRF) पर प्रतिबंध अगले पांच साल के लिए बढ़ा दिया है. गृह मंत्रालय की ओर से सांप्रदायिक सौहार्द और देश की सुरक्षा का हवाला दिया गया है. संगठन पर इससे पहले 2016 और 2021 में प्रतिबंध लगाया गया था. #Zakirnaik #IslamicResearchFoundation #Ban #NDTVIndia
— NDTV India (@ndtvindia) November 13, 2026

