માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે ટિમ સીફર્ટની (Tim Seifert) વિકેટ લીધા બાદ ગુરનૂર બરારે આક્રમક અંદાજમાં ઉજવણી કરતા મેદાન પર થોડીવાર માટે માહોલ ગરમાઈ ગયો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત અને ન્યૂઝીલેન્ડ (Ind vs NZ) વચ્ચે માઉન્ટ મૌંગાનુઈના (Mount Maunganui) બે ઓવલ (Bay Oval) મેદાન પર ચોથી વન-ડે મેચ રમાઈ રહી છે. મુકાબલા દરમિયાન રમતનો માહોલ ઘણો ગરમાઈ ગયો હતો. આ મેચમાં ભારતીય ઝડપી બોલર ગુરનૂર બરાર (Gurnoor Brar) અને ન્યૂઝીલેન્ડના (New Zealand) બેટ્સમેન ટિમ સીફર્ટ (Tim Seifert) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સીફર્ટ (Seifert) આઉટ થયા બાદ બોલર ગુરનૂરે (Gurnoor Brar) થોડા આક્રમક અંદાજમાં ઉજવણી કરી હતી, જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે દલીલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે સિનિયર ખેલાડી વિરાટ કોહલીએ (Virat Kohli) તાત્કાલિક વચ્ચે પડીને બચાવ કર્યો અને ગુરનૂરને (Gurnoor) ત્યાંથી દૂર ખસેડ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

12મી ઓવરમાં બની ઘટના
આ ઘટના ન્યૂઝીલેન્ડની (New Zealand) ઇનિંગ્સની 12મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી. બોલર ગુરનૂર બરારે (Gurnoor Brar) એક શોર્ટ પિચ બોલ ફેંક્યો, જેના પર બેટ્સમેન ટિમ સીફર્ટ (Tim Seifert) પુલ શોટ રમવા માંગતો હતો પરંતુ સીફર્ટ (Seifert) બોલની ઝડપથી થાપ ખાઈ ગયો, જેના કારણે બોલ તેના બેટના ઉપરના ભાગમાં વાગીને હવામાં ઉછળ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિકેટકીપર (Wicket Keeper) ઈશાન કિશને (Ishan Kishan) પોતાની ડાબી તરફ દોડ લગાવી અને આગળની તરફ ડાઈવ લગાવીને એક અત્યંત શાનદાર કેચ ઝડપી લીધો. સીફર્ટ (Seifert) આઉટ થતાં જ બોલર ગુરનૂર (Gurnoor) તેની બરાબર સામે જઈને જોશમાં આક્રમક રીતે ઉજવણી કરવા લાગ્યો હતો. મેદાન પર હાજર અમ્પાયર (Umpire) ક્રિસ બ્રાઉને (Chirs Brown) પણ પરિસ્થિતિની ગંભીરતા પારખીને હસ્તક્ષેપ કર્યો અને ગુરનૂર બરાર (Gurnoor Brar) સાથે વાત કરીને તેને ચેતવણી આપી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સુનીલ ગાવસ્કરે કરી ગુરનૂર બરારની ટીકા
ટિમ સીફર્ટે (Tim Seifert) પોતાની ઇનિંગ્સમાં 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 58 રન બનાવ્યા હતા. તેણે વિલ યંગ (Will Young) સાથે મળીને પ્રથમ વિકેટ માટે 85 રનની શાનદાર ભાગીદારી પણ નોંધાવી હતી. મેદાન પર ગુરનૂર બરારના (Gurnoor Brar) આ પ્રકારે બેટ્સમેન સાથે ઘર્ષણમાં ઉતરવાના વર્તનથી ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર (Sunil Gavskar) પણ ઘણો નારાજ જણાયો હતો. ગાવસ્કરનું (Gavaskar) સ્પષ્ટ કહેવું હતું કે જ્યારે બેટ્સમેન પહેલેથી જ આઉટ થઈને જઈ ચૂક્યો હતો, ત્યારે તેની સાથે આ પ્રકારની દલીલ કરવાની કે ઉલઝવાની કોઈ જરૂર ન હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટિમ સીફર્ટે (Tim Seifert) સર્જ્યો રેકોર્ડ
આ મેચમાં ન્યૂઝીલેન્ડના (New Zealand) બેટ્સમેન ટિમ સીફર્ટે (Tim Seifert) ખૂબ જ શાનદાર શરૂઆત કરી હતી. તેણે ભારત સામે વન-ડે મેચની (One Day) પ્રથમ 10 ઓવરમાં જ અડધી સદી (Half Century) ફટકારનાર ન્યૂઝીલેન્ડનો (New Zealand) પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કુલ 58 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 12 ઓવર સુધીમાં 85 રન સુધી પહોંચાડી દીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લી 16 વન-ડે મેચોમાં ક્યારેય પણ પ્રથમ 10 ઓવરમાં 50 રન બનાવ્યા ન હતા, પરંતુ 17મી મેચમાં તેમણે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 72 રન જોડીને આ કમાલ કરી બતાવી છે. આ અગાઉ તેણે નવેમ્બર 2025 માં વેલિંગ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં 64 રન બનાવ્યા હતા.
A timely intervention by Virat Kohli! Gurnoor Brar risked disciplinary action after an aggressive send-off to Tim Seifert in the 4th ODI. Kohli quickly pulled his teammate away as tensions flared, while umpire Chris Brown warned the young pacer. #ViratKohli #GurnoorBrar #TeamIndia #NZvsIND #dailypoint N-25 Outlook Jumma Mubarak Noreen Niazi #pakvban
— Daily Point (@dailypointnews) November 13, 2026

