IsraelIsrael
Spread the love

ઇઝરાયેલમાં (Israel) વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ નબળા જણાતા નજરે પડી રહ્યા છે, જ્યારે તેમના વિરોધી પૂર્વ સંરક્ષણ મંત્રી ગાદી આઇઝેનકોટ સરકારે ગઠન કરવાનો દાવો રજૂ કરવા માટે જરૂરી આંકડો હાંસલ કરી ચૂક્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇઝરાયેલમાં (Israel) નવી સરકારની રચનાની કવાયત તેજ થઈ ગઈ છે. આ વખતે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) નબળા દેખાઈ રહ્યા છે, જ્યારે તેમના વિરોધી પૂર્વ સંરક્ષણ મંત્રી ગાદી આઇઝેનકોટે (Gadi Eisenkot) સરકાર રચવાનો દાવો રજૂ કરવા માટે જરૂરી આંકડો મેળવી લીધો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઇઝરાયેલની (Israel) સંસદમાં કોની બહુમતી?

ઇઝરાયેલની (Israel) સંસદ (Knesset) માં કુલ 120 બેઠકો છે અને ગાદી આઇઝેનકોટે (Gadi Eisenkot) ચૂંટણી પરિણામો (Election Result) સામે આવ્યા બાદ અન્ય પક્ષો સાથે પરામર્શ કરીને 67 સભ્યોનું સમર્થન મેળવ્યું છે. બીજી તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના (Benjamin Netanyahu) સમર્થનમાં સાંસદોની સંખ્યા ઘટીને 46 થઈ ગઈ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આઇઝેનકોટને કયા પક્ષોનું સમર્થન?

આઇઝેનકોટના (Eisenkot) સમર્થનમાં કુલ 67 સાંસદોની ભલામણો સામેલ છે. જેમાં યહૂદી નેતૃત્વવાળા (Jew Leadership) વિપક્ષી ગઠબંધનના 48 સાંસદો, આરબ રાઆમ પાર્ટીના (Arab Ra’am party) 8 સાંસદો અને જોઈન્ટ લિસ્ટના (Joint List) 11 સાંસદો સામેલ છે. વિપક્ષી છાવણીમાં યાશર (Yashar), ટુગેધર (Together), ધ ડેમોક્રેટ્સ (The Democrats) અને યિસરાઈલ બેઇતેનુ (Yisrael Beiteinu) જેવા પક્ષો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જોઈન્ટ લિસ્ટે (Joint List) નેતન્યાહુ (Netanyahu) અને તેમની સરકારને ફરીથી સત્તામાં આવતા રોકવાની સાર્વજનિક માંગનો હવાલો આપતાં આઇઝેનકોટને (Eisenkot) સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે આઇઝેનકોટને (Eisenkot) ટેકો આપવાની જાહેરાત કરી અને જણાવ્યું કે તેઓ સરકાર રચવાની ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ (Isaac Herzog) સમક્ષ ઔપચારિક રીતે આઇઝેનકોટની (Eisenkot) ભલામણ કરશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આઇઝેનકોટને બહારથી સમર્થન આપશે જોઈન્ટ લિસ્ટ

જો કે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે આઇઝેનકોટના (Eisenkot) નેતૃત્વવાળા સંભવિત ગઠબંધનમાં ઔપચારિક રીતે સામેલ થશે નહીં. પક્ષના જણાવ્યા અનુસાર, યહૂદી વિપક્ષી પક્ષોના કેટલાક નીતિવિષયક વલણ સામે તેના મતભેદો છે, પરંતુ તે બહારથી સમર્થન આપી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નોંધનીય છે કે ઇઝરાયેલની (Israel) 26મી સંસદનું પ્રથમ સત્ર 10 નવેમ્બરે યોજાનાર છે. આ દરમિયાન, વિપક્ષી પક્ષો સંસદના સ્પીકર અમીર ઓહાનાને તેમના પદ પરથી હટાવવાની તૈયારી પણ કરી રહ્યા છે. વિપક્ષી દળોનો દાવો છે કે તેમની પાસે નવા સ્પીકર ચૂંટવા માટે પૂરતું સંસદીય સંખ્યાબળ છે. જો કે, અત્યાર સુધી કોઈ એક ઉમેદવારના નામ પર સર્વસંમતિ સધાઈ શકી નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *