Amit Shah
Spread the love

કેન્દ્રીય ગૃહ પ્રધાન (HMO) અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેઓ આજે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સીટી ડોમ (Science City Dom) ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હજારી આપી. આ સાથે અમિત શાહ (Amit Shah) અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. પીએમ મોદી (PM Modi) દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ (Ek Ped, Maa Ke Naam) ગ્લોબલ મિશનને (Global Mission) આગળ ધપાવતા ગૃહ પ્રધાન (HMO) આજે ગુજરાતમાં (Gujarat) એક અનોખા ઐતિહાસિક રેકોર્ડના સાક્ષી બન્યાં છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધારે વૃક્ષો વાવવાની એક વ્યાપક મિલીયન-ટ્રી ડ્રાઇવ લોન્ચ કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

શહેરને પ્રદૂષણમુક્ત બનાવવા માટે એએમસી (AMC) દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ (Mission 5 Million Tree) અભિયાન અંર્તગત અનેક જગ્યાએ સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવ્યાં છે. સાયન્સ સિટી (Science City) ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન (HMO) અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યાં. આ દરમિયાન અમિત શાહે (Amit Shah) રૂપિયા 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ

‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ (Mission 5 Million Tree) અભિયાની વાત કરવામાં આવે તો, આજે અમિત શાહે (Amit Shah) હેરિટેઝ પાર્ક અને 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું (Oxygen Park – Urban Forest) લોકાર્પણ કર્યું, જે શહેરને પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ આપશે. આ દરમિયાન અન્ય પણ કેટલાક મહત્વના કામ કરવામાં આવ્યાં છે. ગ્રીન મોબિલિટી (Green Monbility) અંતર્ગત  BRTS નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જેમાં 80 જેટલી નવી ઈવી બસોનું શરૂઆત કરવામાં આવી છે. BRTS સાથે AMTSનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. કારણ કે, AMTSમાં પણ 75 જેટલી નવી એસી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહે (Amit Shah) 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ આ સરકારી આવાસો રૂપિયા 60.68 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. અમિત શાહે (Amit Shah) ભાડજ, બોપલ અને વાડજ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ રૂબરૂ પહોંચીને સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો હતો. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભાષણમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન શું બોલ્યાં?  

સભાને સંબોધિત કરતા અમિત શાહે (Amit Shah) અનેક મહત્વપૂર્ણ બાબતોની વાત કરી હતી. 1.25 કરોડ વૃક્ષો રોપિત કરવા માટે પણ લોકોને ખાસ આભાર માન્યો હતો. અમદાવાદમાં (Ahmedabad) પણ ત્રણ અલગ અલગ લોકસભા વિસ્તારમાં 50 લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં તેના પણ અમિત શાહે વખાણ કર્યાં હતાં. વધુમાં કહ્યું કે, મારા આ વિચારને જનતાએ સાકાર કરી બતાવ્યો છે. પીએમ મોદીએ (PM Modi) પૂરા ભારતમાં ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ નો (Ek Ped Maa ke Naam) નારો આપ્યો તેનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો. 

સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ

વધુમાં અમિત શાહે (Amit Shah) કહ્યું કે, મને એ વાતનો ગર્વ છે કે ભારત સરકારની અર્ધસૈનિક દળો (Central Para Military Force) સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું કામ ગઈકાલે જ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. ઓઝોનના સ્તરની પણ તેમણે વાત કરી હતી. ગાંધીનગરમાં (Gandhinagaar) નવા 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું તેની પણ ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે સમગ્ર અમદાવાદમાં AMC દ્વારા 101 ઓક્સિજન પાર્ક લોકાર્પિત કરવામાં આવ્યાં છે, તેના માટે પણ જનતા અને તંત્રનો આભાર માન્યો હતો. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહે (Amit Shah) લોકોને કઈ બે અપીલ કરી?

પોતાના સંબોધન દરમિયાન તેમણે જનતાને અપીલ પણ કરી હતી. જેમાં પહેલા તો દરેક વ્યક્તિએ પોતાના ઘરે વૃક્ષો વાવવા અને સોસાયટીના દરેક ખૂણામાં વૃક્ષો વાવવા જેથી ભવિષ્યની પેઢીને સારી અને સ્વચ્છ પૃથ્વી આપી શકીએ. આ સાથે તેમણે દરેક ઘર પર સોલાર રૂફટોપ (Solar Rooftop) લગાવવા માટે પણ અપીલ કરી હતી. એટલે કે, પોતાના વિસ્તારને ગ્રીન અને ક્લીન રાખવા માટે કેન્દ્રીય પ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *