તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની રાજ્યસભા સાંસદ (Rajya Sabha MP) સુષ્મિતા દેવે (Sushmita Dev) રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) તેમજ તૃણમૂલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Resign) આપી દેતા પશ્ચિમ બંગાળની (West Bengal) રાજનીતિમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે.

સુષ્મિતા દેવને (Sushmita Dev) પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મુખ્યમંત્રી (Ex CM) અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ (TMC President) મમતા બેનર્જીના (Mamata Banerjee) નજીકના નેતાઓમાં ગણવામાં આવતી હતી. તેમના રાજીનામા (Resign) બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.

સુષ્મિતા દેવ (Sushmita Dev) ભાજપમાં જોડાશે તેવી અટકળો
અહેવાલો મુજબ, સુષ્મિતા દેવે (Sushmita Dev) તાજેતરમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમા (Himanta Biswa Sarma) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી ચર્ચા તેજ બની છે કે તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ શકે છે.

કેટલાક રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે ભાજપ (BJP) ભવિષ્યમાં તેમને આસામમાંથી (Assam) રાજ્યસભામાં (Rajya Sabha) મોકલી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કોંગ્રેસથી TMC સુધીની સફર
સુષ્મિતા દેવ (Sushmita Dev) આસામના (Assam) સિલચર (Silchar) શહેરની રહેવાસી છે. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) કોંગ્રેસના (Congress) ઉમેદવાર તરીકે સિલચર (Silchar) લોકસભા (Lok Sabha) બેઠક પરથી જીત મેળવી હતી. કોંગ્રેસે (Congress) તેમને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા સંતોષ મોહન દેવના (Santosh Mohan Dev) પુત્રી છે.

વર્ષ 2021માં તેમણે કોંગ્રેસ (Congress) છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં તૃણમૂલ કોંગ્રેસમાં (TMC) દ્વારા તેમને રાજ્યસભામાં (Rajya Sabha) મોકલવામાં આવ્યા હતા. રાજ્યસભાના (Rajya Sabha) કાર્યકાળ દરમિયાન તેઓ સંસદની અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં પણ સભ્ય રહી ચૂક્યા છે અને મહિલા સંબંધિત મુદ્દાઓ પર સક્રિય રીતે અવાજ ઉઠાવતા રહ્યા હતા.
TMC को एक और झटका, राज्यसभा सांसद सुष्मिता देव ने दिया इस्तीफा
— AajTak (@aajtak) June 10, 2026
तृणमूल कांग्रेस (TMC) की राज्यसभा सांसद Sushmita Dev ने अपने पद से इस्तीफा दे दिया है। उनके इस्तीफे के साथ ही एक सप्ताह के भीतर TMC के दूसरे सांसद के पद छोड़ने की खबर सामने आई है।#SushmitaDev #TMC #RajyaSabha… pic.twitter.com/TtiqW8DRK8
