જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) અને નરેન્દ્ર મોદી (Narendra Modi), ભારતની વિદેશ નીતિનો ઇતિહાસ માત્ર બે વડાપ્રધાનો – વચ્ચેની સરખામણી પૂરતો મર્યાદિત નથી. આ બે અલગ-અલગ યુગોની કહાની છે. એક યુગ એવો હતો જ્યારે ભારત નવીન સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વ મંચ પર પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જ્યારે વર્તમાન યુગમાં ભારત વૈશ્વિક શક્તિ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.
જવાહરલાલ નેહરુના (Jawaharlal Nehru) સમયમાં (Nehru Era) ભારતને એક નવા અને આશાસ્પદ લોકશાહી દેશ (Democratic Country) તરીકે જોવામાં આવતું હતું. આજે, મોદી યુગમાં (Modi Era) ભારતને આત્મવિશ્વાસી (Confident), વ્યૂહાત્મક (Strategic) અને ઝડપથી વિકસતી શક્તિ (Fast Growing Power) તરીકે જોવામાં આવે છે.

સ્વતંત્ર ભારતની પ્રથમ વૈશ્વિક ઓળખ
1947માં સ્વતંત્રતા પ્રાપ્ત સમયે ભારત અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. વિભાજનના (Partition) ઘા, ગરીબી (Poverty), મર્યાદિત ઔદ્યોગિક વિકાસ (Limited Industrial Growth) અને નવી વહીવટી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરિયાત વચ્ચે પણ ભારતે લોકશાહીનો (Democracy) માર્ગ પસંદ કર્યો.
તે સમયના અનેક દેશો માટે આ એક અસાધારણ પ્રયોગ હતો. વિવિધ ભાષાઓ (Languages), ધર્મો (Religions) અને સંસ્કૃતિઓ (Cultures) ધરાવતા દેશમાં લોકશાહી (Democracy) સફળતાપૂર્વક કાર્યરત રહેશે કે નહીં તે અંગે વિશ્વમાં શંકા હતી. પરંતુ ભારતે લોકશાહી વ્યવસ્થાને સફળતાપૂર્વક અમલમાં મૂકીને વિશ્વને ચોંકાવ્યું.

નેહરુની વિદેશ નીતિ
જવાહરલાલ નેહરુએ (Jawaharlal Nehru) ભારત માટે વિશિષ્ટ વિદેશ નીતિ (Foreign Policy) અપનાવી. શીત યુદ્ધના (Cold War) સમયમાં વિશ્વ અમેરિકા (America) અને સોવિયત સંઘ (USSR) એમ બે ગઠબંધનોમાં વહેંચાયેલું હતું, ત્યારે ભારતે કોઈ એક શક્તિ સાથે સંપૂર્ણ રીતે જોડાવાને બદલે ગૂટનિરપેક્ષતાનો (Non-Aligned Movement) માર્ગ પસંદ કર્યો.
1955ના બાન્ડુંગ પરિષદ (Bandung Conference) અને 1961માં ગૂટનિરપેક્ષ આંદોલનની (Non-Aligned Movement) શરૂઆતમાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ નીતિના કારણે ભારતને એક એવા દેશ તરીકે ઓળખ મળી જે પોતાની સ્વતંત્ર વિચારધારા અને નૈતિક મૂલ્યોના આધારે વિશ્વ સાથે સંવાદ કરતો હતો. ભારતે ઉપનિવેશવાદ (Colonialism), નસ્લભેદ (Racism) અને સામ્રાજ્યવાદનો (Imperialism) વિરોધ કર્યો અને એશિયા (Asia) તથા આફ્રિકાના (Africa) સ્વતંત્રતા આંદોલનોને (Freedom Movement) સમર્થન આપ્યું.

આદર્શો અને પડકારો
નેહરુની (Nehru) વિદેશ નીતિને (Foreign Policy) ઊંચા આદર્શો માટે પ્રશંસા મળી હતી, પરંતુ તમામ નીતિઓ સફળ રહી નહોતી. 1954ના પંચશીલ કરાર (Panchsheel (Agreement) અને “હિન્દી-ચીની ભાઈ-ભાઈ”ના સૂત્ર પછી 1962ના ભારત-ચીન યુદ્ધે (Indo-Sino War) ભારતને મોટો આઘાત આપ્યો હતો. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે માત્ર નૈતિકતા અને આદર્શો પૂરતા નથી, રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને સૈન્ય તૈયારી (Military Readiness) પણ એટલી જ જરૂરી છે.
મોદી યુગમાં (Modi Era) બદલાતી વ્યૂહરચના
2014 પછી ભારતની વિદેશ નીતિમાં (Foreign Policy) નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારએ “ઈન્ડિયા ફર્સ્ટ” (India First) અભિગમ પર ભાર મૂક્યો, જેમાં દરેક આંતરરાષ્ટ્રીય સંબંધમાં (International Relation) ભારતના હિતોને (National Interest) કેન્દ્રસ્થાને રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ભારતે અમેરિકા (America), રશિયા Russia), યુરોપિયન દેશો (European Countries), જાપાન (Japan), ઓસ્ટ્રેલિયા (Australia), આફ્રિકા (Africa) અને ખાડી દેશો (Gulf Countries) સાથે સમકાલીન રીતે સંબંધો મજબૂત કર્યા. આ અભિગમને “મલ્ટી-અલાઈનમેન્ટ” (Multi-Alignment) તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ભારત કોઈ એક ગઠબંધન સુધી મર્યાદિત રહેતું નથી.
વૈશ્વિક મંચ પર વધતી પ્રતિષ્ઠા
મોદી યુગ (Modi Era) દરમિયાન ભારતની આંતરરાષ્ટ્રીય દૃશ્યતા (International Visibility) નોંધપાત્ર રીતે વધી છે. વિદેશ પ્રવાસો (Foreign Travel), પ્રવાસી ભારતીયો (Indian Diaspora) સાથેના કાર્યક્રમો અને વૈશ્વિક મંચો પર સક્રિય ભાગીદારી દ્વારા ભારતે પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
વિશ્વભરમાં વસતા કરોડો ભારતીય મૂળના (Indian Origin) લોકો ભારતની સોફ્ટ પાવર (Soft Power) તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. યોગ (Yoga), ભારતીય સંસ્કૃતિ (Indian Culture), સિનેમા (Cinema) અને ટેકનોલોજી (Technology) દ્વારા પણ ભારતની ઓળખ વૈશ્વિક સ્તરે વિસ્તરી છે.
2015થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World Yoga Day) તરીકે માન્યતા મળવી ભારતની સાંસ્કૃતિક કૂટનીતિની (Cultural Strategy) મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.

જી-20 અને વૈશ્વિક નેતૃત્વ
નરેન્દ્ર મોદીના (Narendra Modi) નેતૃત્વમાં 2023માં ભારતે જી-20 (G-20) સમૂહની અધ્યક્ષતા સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન ભારતે વૈશ્વિક આર્થિક (World Economic) અને રાજકીય ચર્ચાઓમાં (Political) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભારતે આફ્રિકન યુનિયનને (African Union) જી-20નું (G-20) સ્થાયી સભ્ય બનાવવામાં સહયોગ આપ્યો અને ખાદ્ય સુરક્ષા (Food Security) , ઊર્જા સુરક્ષા (Energy Security), જળવાયુ પરિવર્તન (Global Warming) અને વિકાસશીલ દેશોની (Developing Countries) સમસ્યાઓ જેવા મુદ્દાઓને વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કર્યો.
આર્થિક શક્તિ સાથે વધતી પ્રતિષ્ઠા
મોદી યુગમાં (Modi Era) વિદેશ નીતિની (Foreign Policy) સફળતા પાછળ મજબૂત અર્થવ્યવસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. 2022માં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું હતું. ડિજિટલ પેમેન્ટ (Digital Payment), સ્ટાર્ટઅપ્સ (Strat-ups), ઉત્પાદન ક્ષેત્ર (manufacturing) અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે ભારતની વૈશ્વિક છબીમાં પરિવર્તન આવ્યું છે. યુપીઆઈ, આધાર અને અન્ય ડિજિટલ સેવાઓને અનેક દેશો અભ્યાસના મોડલ તરીકે જોઈ રહ્યા છે.

કોરોના મહામારી દરમિયાન વિશ્વ મિત્ર તરીકે ભારતની ભૂમિકા
મોદી યુગમાં (Modi Era) કોવિડ-19 (Covid-19) મહામારી દરમિયાન ભારતે “વૈક્સિન મિત્રતા” (Vaccine Friendship) અભિયાન અંતર્ગત અનેક દેશોને રસી ઉપલબ્ધ કરાવી હતી. આ પગલાએ ભારતને “વિશ્વની ફાર્મસી” (World Pharmacy) તરીકેની ઓળખ વધુ મજબૂત બનાવી. તે ઉપરાંત યુક્રેન (Ukraine), સુદાન (Sudan) અને યમન (Yemen) સહિત વિવિધ સંકટગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકોને (Indian Citizens) સુરક્ષિત બહાર લાવવાના અભિયાનો દ્વારા પણ ભારતે પોતાની જવાબદાર ભૂમિકા દર્શાવી.
સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારી
તાજેતરના મોદી યુગમાં (Modi Era) વર્ષોમાં ભારતે સુરક્ષા (Defence) અને વ્યૂહાત્મક સહકારને (Strategic Cooperation) પણ વધુ પ્રાથમિકતા આપી છે. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની સક્રિયતા વધી છે અને ક્વાડ (Quad) જેવા મંચોમાં તેની ભાગીદારી મજબૂત થઈ છે. ખાડી દેશો (Gulf Countries) સાથે વેપાર અને ઊર્જા સંબંધો વધુ ગાઢ બન્યા છે. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (India–Middle East-Europe Economic Corridor) જેવી પહેલોને પણ ભારતના વધતા વૈશ્વિક પ્રભાવના ભાગરૂપે જોવામાં આવે છે.

વિશ્વ સ્તરે ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થયો હોવા છતાં અનેક પડકારો હજુ યથાવત છે. ચીન (China) સાથેના સરહદી વિવાદો, પ્રાદેશિક રાજકીય પડકારો, રોજગારી (Employment), કૌશલ્ય વિકાસ (Skill Development) અને સામાજિક અસમાનતા (Social inequality) જેવા મુદ્દાઓ પર સતત કામ કરવાની જરૂર છે.
વિશ્લેષકોના મત મુજબ, નેહરુ યુગે (Nehru Era) ભારતને નૈતિક અને સ્વતંત્ર વૈશ્વિક ઓળખ આપી હતી, જ્યારે મોદી યુગમાં (Modi Era) ભારતે વ્યૂહાત્મક (Strategic), આર્થિક (Economics) અને ટેકનોલોજીકલ શક્તિ (Technological Power) તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતની વૈશ્વિક યાત્રા હજુ પણ વિકાસ અને પરિવર્તનની સતત પ્રક્રિયા તરીકે આગળ વધી રહી છે.
Longer Lives, Fewer Births: The ‘Modi’-fied Demographics Since Nehru Era
— News18 (@CNNnews18) June 9, 2026
A look at the country’s demographic development during the Modi and Nehru era#PMModi #nehru #india #demographics #era https://t.co/VXwxeaLEOF
