Supreme Court
Spread the love

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્ટેન્ડ-અપ કોમેડિયન (Stand-up Comedian) દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર કડક વલણ અખત્યાર કરતા ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે પૈસા કમાવવા માટે આ પ્રકારની મજાક કરવી સહન કરી શકાય તેમ નથી. તેમણે આ માટે માફી માંગવી જોઈએ. આ ઉપરાંત પણ કોર્ટે કડક શબ્દોમાં બીજું ઘણુ કહ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સોમવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ (India’s Got Latent) વિવાદ સંબંધિત કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court) જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કડક ટિપ્પણી કરતા કહ્યું કે, રમૂજને સારી રીતે લેવામાં આવે છે અને તે જીવનનો એક અભિન્ન ભાગ છે, આપણે આપણી જાત પર હસીએ છીએ. પરંતુ જ્યારે આપણે બીજા પર હસવાનું શરૂ કરીએ છીએ અને સંવેદનશીલતાને ઠેસ પહોંચાડીએ છીએ. જ્યારે સમુદાયિક સ્તરે રમૂજ થાય છે, ત્યારે તે એક સમસ્યા બની જાય છે. અને આજના કહેવાતા પ્રભાવશાળી લોકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જાહેરમાં ક્ષમા માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ (Supreme Court)

ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, કેટલાક લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું (Freedom Of Expression) વ્યાપારીકરણ કરી રહ્યા છે. સમુદાયનો ઉપયોગ કોઈ ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ન થવો જોઈએ. આ ફક્ત અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી, પરંતુ વ્યવસાયિક ભાષણ છે. સુપ્રીમ કોર્ટે સમય રૈના (Samay Raina) સહિતના સોશ્યલ મીડિયા (Social Media) ઈન્ફ્લ્યુઅંસર્સને (Influencers) તેમના પોડકાસ્ટ (Podcast) અને કાર્યક્રમોમાં દિવ્યાંગ લોકોની મજાક ઉડાવવા બદલ ક્ષમા માંગવાનો નિર્દેશ આપ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ બાબતે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અધિકારો અને કર્તવ્યો વચ્ચે સંતુલન હોવું જોઈએ. હાસ્ય કલાકાર (Comedian) સમય રૈના (Samay Raina) અને અન્યોના વકીલે કહ્યું કે અમે બિનશરતી ક્ષમા માંગી છે. અગાઉના આદેશ મુજબ આરોપીઓ હાજર છે. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આગલી વખતે અમને જણાવો કે અમે તમારા પર કેટલો દંડ લાદીએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોર્ટે સરકારને માર્ગદર્શિકા જારી કરવા કહ્યું

ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે આજે વાત દિવ્યાંગો વિશે છે, આગલી વખતે કદાચ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો વિશે હશે… આનો અંત ક્યાં આવશે? કોર્ટે બધાને ક્ષમા માંગવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે યુટ્યુબ પર દરેક વ્યક્તિએ ક્ષમા માંગવી જોઈએ. કોર્ટ નવેમ્બરમાં કેસની સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને (Central government) સોશ્યલ મીડિયા Social Media) પર દિવ્યાંગો Divyang), મહિલાઓ (Women), બાળકો (Child) અને વરિષ્ઠ નાગરિકોનું (Senior Citizen) અપમાન અથવા ઉપહાસ કરતા ભાષણોને રોકવા માટે માર્ગદર્શિકા (Guidelines) બનાવવા કહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *