SCO
Spread the love

SCOનું સૌથી મોટું શિખર સંમેલન 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના (China) તિયાનજિનમાં (Tianjin) યોજાશે, આ શીખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ચીનના રાષ્ટ્રપતિ (Chinese President) શી જિનપિંગ (Xi Jinping) અને રશિયન રાષ્ટ્રપતિ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સહિત વિશ્વના ટોચના 20 નેતાઓ ભાગ લેશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચીને (China) શુક્રવારે કહ્યું હતું કે આ મહિનાના અંતમાં તિયાનજિનમાં (Tianjin) યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ જૂથના ઈતિહાસમાં સૌથી મોટી હશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત 20 વૈશ્વિક નેતાઓ (World Leaders) ઉપસ્થિત રહેશે. આ પરિષદ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. દસ સભ્યોના જૂથની તિયાનજિન (Tianjin) બેઠક ચીન (China) દ્વારા આયોજિત પાંચમુ શિખર સંમેલન છે. ચીનના (China) સહાયક વિદેશ પ્રધાન લિયુ બિને (Liu Bin) એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ SCOના ઈતિહાસમાં સૌથી મોટું શિખર સંમેલન હશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લિયુએ (Liu Bin) કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ (Chinese President) શી જિનપિંગ (Xi Jinping) અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ઉપરાંત, ભારતના (India) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને વિશ્વ ઘણા મોટા નેતાઓ આ સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે તુર્કીયેના (Turkey) રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન (Recep Tayyip Erdogan), ઈન્ડોનેશિયાના (Indonesia) પ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો (Prabowo Subianto), મલેશિયાના (Malaysia) વડા પ્રધાન અનવર ઈબ્રાહિમ (Anwar Ibrahim) અને વિયેતનામના (Vietnam) વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હ (Pham Minh Chinh) આ SCO સમિટમાં હાજરી આપનારા અન્ય અગ્રણી નેતાઓ હશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લિયુએ (Liu Bin) જણાવ્યું હતું કે ઉપખંડમાંથી પાકિસ્તાનના (Pakistan) વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif), નેપાળના (Nepal) વડા પ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli) અને માલદીવના (Maldives) રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) આ SCO સમિટમાં હાજરી આપશે. યુએન સેક્રેટરી-જનરલ (UN Secretary General) એન્ટોનિયો ગુટેરેસ (António Guterres) અને SCO સેક્રેટરી જનરલ નુરલાન યર્મેકબાયેવ (Nurlan Yermekbayev) સહિત 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે, જે આ કાર્યક્રમને સંગઠનના ઈતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ બનાવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કયા કયા દેશ છે SCO ના સદસ્ય?

આ વર્ષે SCOનું અધ્યક્ષપદ ચીન (China) સંભાળી રહ્યું છે. SCOમાં રશિયા (Russia), ભારત (India), ઈરાન (Iran), કઝાકિસ્તાન (Kazakhstan), કિર્ગિસ્તાન (Kirgizstan), પાકિસ્તાન (Pakistan), તાજિકિસ્તાન (Tajikistan), ઉઝબેકિસ્તાન (Uzbekistan), બેલારુસ (Belarus) અને ચીનનો (China) સમાવેશ થાય છે. ૩ સપ્ટેમ્બરે બેઈજિંગમાં (Beijing) યોજાનારી ચીનની (China) સૌથી મોટી લશ્કરી પરેડ જોવા માટે બે દિવસીય શિખર સંમેલન પછી મોટાભાગના નેતાઓ પાછા રોકાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જાપાની આક્રમણ સામે ચીની લોકોના પ્રતિકાર અને વિશ્વ ફાસીવાદ વિરોધી યુદ્ધમાં વિજયની 80મી વર્ષગાંઠ નિમિત્તે આ પરેડનું આયોજન કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સત્તાવાર મીડિયા અહેવાલો અનુસાર, ચીન લશ્કરી પરેડમાં ચોથી પેઢીના ટેન્ક અને લડાયક વિમાન, માનવરહિત ગુપ્તચર અને માનવરહિત અન્ય સાધનો, અને હાઇપરસોનિક સહિત અદ્યતન મિસાઈલો જેવા નવી પેઢીના શસ્ત્રોની શ્રેણીનું પ્રદર્શન કરશે. લિયુએ જણાવ્યું હતું કે શી જિનપિંગ 25મી SCO હેડ્સ ઓફ સ્ટેટ મીટિંગ અને SCO પ્લસ મીટિંગમાં અધ્યક્ષતા કરશે અને મુખ્ય ભાષણો આપશે. શી જિનપિંગ ભાગ લેનારા નેતાઓ માટે સ્વાગત ભોજન સમારંભ અને દ્વિપક્ષીય કાર્યક્રમોનું આયોજન કરશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શી જિનપિંગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન માટે ચીનના નવા વિઝન અને દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા કરશે, જેમાં શાંઘાઈ ભાવનાને આગળ ધપાવવા અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. લિયુએ જણાવ્યું હતું કે શી SCO ના વિકાસ અને વ્યાપક સહયોગને ટેકો આપવા માટે ચીન દ્વારા નવા પગલાં અને પહેલની પણ જાહેરાત કરશે, અને સંગઠન માટે નવી પદ્ધતિઓ અને માર્ગો પ્રસ્તાવિત કરશે.

તેમણે કહ્યું કે શી અન્ય SCO સભ્ય દેશોના નેતાઓ સાથે સંયુક્ત રીતે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે અને જારી કરશે. આ સાથે, તેઓ આગામી 10 વર્ષ માટે SCO ની વિકાસ વ્યૂહરચનાને મંજૂરી આપશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *