Kathua Cloudburst: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કઠુઆમાં (Kathua) વાદળ ફાટવાના (Cloudburst) સમાચાર આવ્યા છે. કિશ્તવાડ (Kishtwar) બાદ હવે કઠુઆ (Kathua) જિલ્લામાં આજે, રવિવારે વહેલી સવારે વાદળ ફાટવાના (Cloudburst) કારણે ભયાનક પૂર આવ્યું છે. તેમાં ચારથી પાંચ લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પર કોઈ આકાશી ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ વારંવાર વાદળો ફાટવાની (Cloudburst) ઘટના બની રહી છે. કિશ્તવાડમાં (Kishtwar) વાદળ ફાટ્યા (Cloudburst) બાદ હવે કઠુઆમાં (Kathua) કુદરતનો વિનાશ જોવા મળ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કઠુઆમાં (Kathua) આજે એટલે કે રવિવારે વહેલી સવારે વાદળ ફાટવાના (Cloudburst) કારણે વિનાશક પૂર આવ્યું હતું. વાદળ ફાટવાના કારણે વિનાશનો ભય છે. કઠુઆ જિલ્લામાં (Kathua District) વાદળ ફાટવાના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ચારથી પાંચ લોકોના મોતની જાણકારી મળી રહી છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક વધુ વધવાની સંભાવના દર્શાવાઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કિશ્તવાડ બાદ કઠુઆમાં ફાટ્યું વાદળ (Cloudburst)
14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના (Kishtwar) ચાશોટીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. હવે ત્રણ દિવસ પછી 17 ઓગસ્ટના રોજ કઠુઆમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. કઠુઆમાં લગભગ ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે કઠુઆ જિલ્લાના ઘાટી (Ghati) અને જંગલોટ (Janglot) ગામમાં ભારે વિનાશ જોવા મળી રહ્યો છે. કઠુઆના રેલ્વે ટ્રેક, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કઠુઆ પોલીસ સ્ટેશનને ભારે અસર થઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કઠુઆમાં સહર ખાડ (Sahar khad) અને ઉઝ નદીઓ (Ujh River) ભયજનક સ્તરે વહી રહી છે. જેનાથી વધુ પૂર અને નુકસાનની શક્યતા વધી ગઈ છે. આનાથી અવરજવર અને સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. કઠુઆ પોલીસ સ્ટેશન પણ પાણીમાં ડૂબી ગયું છે, સ્થાનિક વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે.પરિસ્થિતિનો સામનો કરવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
4 Feared Dead As Cloudburst Hits Jammu And Kashmir's Kathuahttps://t.co/sR4wq3Z01k
— NDTV (@ndtv) August 17, 2025