ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ (Trade Deal) ટેરિફ (Tariff) અને નીતિગત તફાવતોને કારણે અટકી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રેડ ડીલ (Trade Deal) અંગે ચર્ચા કરવા માટે આવતા અઠવાડિયે નવી દિલ્હીમાં (New Delhi) અમેરિકા (America) અને ભારતીય અધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હવે તે થવાનું નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (Trade Deal) અંગે પ્રસ્તાવિત છઠ્ઠા રાઉન્ડની વેપાર વાટાઘાટો, જે 25 થી 29 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં (New Delhi) યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેના ટ્રેડ ડીલના (Trade Deal) આગામી રાઉન્ડ માટે યુએસ વેપાર પ્રતિનિધિમંડળની (US Trade Deal Team) ભારત મુલાકાત (India Visit) ફરીથી શેડ્યૂલ કરવામાં આવે તેવી શક્યતા છે. યુએસ પ્રતિનિધિમંડળ (US Trade Deal Team) છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો માટે 25 ઓગસ્ટે ભારતની મુલાકાતે આવવાનું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દ્વિપક્ષીય ટ્રેડ ડીલ (Trade Deal) અંગે અનિશ્ચિતતા વધી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ પ્રતિનિધિમંડળે (US Trade Deal Team) તેમની મુલાકાત રદ કરી દીધી છે, જેના કારણે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર અનિશ્ચિતતા વધી ગઈ છે. આનું કારણ અમેરિકા (America) દ્વારા ભારતીય માલ પર 50% ટેરિફ (Tariff) લાદવામાં આવ્યો છે, જેમાં 7 ઓગસ્ટથી 25% ટેરિફ (Tariff) લાગુ થશે અને 27 ઓગસ્ટથી રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવા બદલ દંડ તરીકે વધારાનો 25% ટેરિફ (Tariff) લાગુ થશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટ્રમ્પે વધારાના ટેરિફ લાદ્યા
અમેરિકાની (America) આ ટીમ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો આગળ વધારવાની હતી, જે હાલમાં ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે યુએસ રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) આયાત (Import) કરતા ભારતના માલ ઉપર 25% ટેરિફની (Tariff) જાહેરાત કરી છે, જે અગાઉ લાદવામાં આવેલા 25% ડ્યુટી ઉપરાંત છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બેઠક 27 ઓગસ્ટની આસપાસ યોજાવાની હતી
અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર જે છઠ્ઠા રાઉન્ડની (6th Round Talk) વાતચીત 27 ઓગસ્ટની આસપાસ થવાની હતી તેનો સમય પણ મહત્વપૂર્ણ હતો કારણ કે ત્યારે વધારાનો 25% ટેરિફ (Tariff) અમલમાં આવવાનો હતો. આ વાટાઘાટો સપ્ટેમ્બર-ઓક્ટોબરની સમયમર્યાદા પહેલા થઈ રહી હતી જે સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે લક્ષ્યાંકિત કરવામાં આવી રહી હતી. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે વાટાઘાટો ફરીથી સુનિશ્ચિત થાય તેવી શક્યતા છે.
#FPWorld: The sixth round of India-US talks on a proposed bilateral trade agreement, scheduled for later this month in New Delhi, is likely to be postponed, says report.https://t.co/DKRjGPZJMr
— Firstpost (@firstpost) August 17, 2025