રશિયન ક્રૂડ ઓઈલ (Russian Crude Oil) આયાત કરતા દેશો પર વધારાની ટેરિફ (Tariff) લાદવા અંગે પુતિનને (Putin) મળ્યા બાદ ટ્રમ્પે (Trump) મોટું નિવેદન આપ્યું છે. વિદેશી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) આયાત કરતા દેશો પર નવા ટેરિફ લાદવાની હમણાં કોઈ યોજના નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
શુક્રવારે અલાસ્કામાં (Alaska) અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રશિયન પ્રમુખ (Russian President) વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં યુદ્ધવિરામ (Ceasefire) પર કોઈ સહમતિ બની ન હોવા છતાં, બંને દેશો કેટલાક મુદ્દાઓ પર ખૂબ હકારાત્મક દેખાયા હતા. બેઠક પછી, ટ્રમ્પે (Trump) કહ્યું કે તેમને રશિયન ક્રૂડ ઓઈલ (Russian Crude Oil) ખરીદતા દેશો પર નવા ટેરિફ (Tariff) લાદવાનું વિચારવાની આવશ્યકતા નથી. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે તેઓ “બે કે ત્રણ અઠવાડિયા” માં આ બાબત પર પુનર્વિચાર કરી શકે છે.

આ નિવેદન પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં રશિયન ક્રૂડ ઓઈલ (Russian Crude Oil) આયાત કરતા દેશો પર કોઈ નવો ટેરિફ (Tariff) લાદવાની કોઈ શક્યતા નથી. ખાસ કરીને ભારત (India) માટે આ ખૂબ જ સારા સમાચાર છે, જે તેની કુલ ક્રૂડ ઓઈલ (Crude Oil) આયાતના 38 ટકા રશિયા (Russia) પાસેથી ખરીદી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રશિયન ક્રૂડ ઓઈલ (Russian Crude Oil) આયાત કરતા દેશો ઉપર નવા ટેરિફ અંગે ટ્રમ્પે શું કહ્યું?
ફોક્સ ન્યૂઝ (Fox News) સાથે વાત કરતા, યુએસ પ્રમુખ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું કે ટેરિફની (Tariff) ધમકીઓને કારણે મોસ્કો (Moscow) પર વાટાઘાટો માટે દબાણનું ઉભુ થયું હતું. નવા ટેરિફ (Tariff) અંગે, તેમણે કહ્યું કે આજે જે બન્યું તેના કારણે, મને લાગે છે કે તેના વિશે વિચારવાની જરૂર નથી. હવે, મારે બે કે ત્રણ અઠવાડિયા પછી તેના વિશે વિચારવું પડી શકે છે, પરંતુ આપણે અત્યારે તેના વિશે વિચારવાની જરૂર નથી. આ નિવેદન એવા દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ભારત (India) અને ચીન (China) માટે જે હાલમાં રશિયા (Russia) પાસેથી ક્રૂડ ઓઈલ (Crude Oil) આયાત કરી રહ્યા છે. અમેરિકાએ (America) પહેલાથી જ ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ (Russian Crude Oil) આયાત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે.
🚨 TRUMP ON RUSSIA OIL 🛢️
— Hindustan (@InsideHindustan) August 16, 2025
No tariffs on Russian partners for now… no need for tariffs on Russian oil buyers yet 🤷🏼
Trump adds: “Might think about it in 2-3 weeks#Trump #Russia #Putin #Alaska pic.twitter.com/oCbzOayn5o
ટ્રમ્પનો દાવો
ટ્રમ્પે (Trump) દાવો કર્યો હતો કે ભારત પર ભારે ટેરિફ (Tariff) લાદ્યા પછી જ રશિયા આ બેઠક માટે સંમત થયું હતું. ટ્રમ્પે (Trump) કહ્યું કે જ્યારે મેં ભારતને કહ્યું કે અમે તમારી પાસેથી શુલ્ક (Tariff) લઈશું કારણ કે તમે રશિયા (Russia) સાથે વ્યવસાય કરી રહ્યા છો અને રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) ખરીદી રહ્યા છો, ત્યારે ભારતે (India) રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવાનું બંધ કરી દીધું. ત્યારબાદ રશિયાએ (Russia) ફોન કરીને બેઠક માટે વિનંતી કરી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુએસ રાષ્ટ્રપતિએ (US President) દલીલ કરી કે રશિયાએ (Russia) ભારતને (India) તેના “બીજા સૌથી મોટા ગ્રાહક” તરીકે ગુમાવી દીધું છે અને તેથી તેને વાટાઘાટો માટે ટેબલ ઉપર આવવું પડ્યું. તેમણે કહ્યું કે રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) ખરીદતા હોય તેવા દેશોમાં ભારત (India) રશિયાનો (Russia) બીજો સૌથી મોટો ગ્રાહક છે, અને ચીનની (China) ખૂબ નજીક આવી રહ્યો છે. હાલમાં, ચીન (China) રશિયન ક્રુડ ઓઈલનું (Russian Crude Oil) સૌથી મોટું ખરીદદાર છે.
ભારતની ક્રુડ ઓઈલ નીતિમાં કોઈ ફેરફાર નહી
બીજી તરફ, ભારતે તેની ઉર્જા નીતિમાં (Energy Policy) કોઈપણ ફેરફારને સ્પષ્ટપણે નકારી દીધો છે. ગુરુવારે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના (Indian Oil Corporation) ચેરમેન એએસ સાહનીએ જણાવ્યું હતું કે રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) આયાત પર કોઈ પ્રતિબંધ નથી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખરીદી આર્થિક ધોરણે ચાલુ રહેશે. વિદેશ મંત્રાલયે ટ્રમ્પના ટેરિફને (Trump Tariff) અન્યાયી ગણાવ્યા હતા.

ટ્રમ્પે (Trump) ગયા અઠવાડિયે ભારતમાંથી થતી યુએસ આયાત પર ટેરિફમાં (Tariff) 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી કુલ ટેરિફ (Tariff) 50 ટકા થઈ ગયો હતો. રશિયન ક્રુડ ઓઈલ (Russian Crude Oil) ખરીદવા બદલ સજા તરીકે આ ટેરિફ Tariff) લાદવામાં આવ્યો છે. 27 ઓગસ્ટથી અમલમાં આવેલ આ વધારાનો ટેરિફ (Tariff) ભારતની આશરે 40 બિલિયન ડોલરની નિકાસ માટે મોટો ખતરો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો