Russia
Spread the love

ભારતે રશિયા (Russia) પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે, એવું અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ટ્રમ્પે (Trump) કહેતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પનો દાવો ખોટો અને ભ્રામક છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકાના રાષ્ટ્રપતિ (American President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારતે રશિયા (Russia) પાસેથી ઓઈલ (Oil) ખરીદવાનું બંધ કરી દીધું છે. તેમના દાવા અંગે સરકારી સૂત્રોએ ANI ને જણાવ્યું હતું કે આ દાવો ભ્રામક છે અને ભારત હજુ પણ રશિયા (Russia) પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતની ઓઈલ આયાત (Oil Import) સંપૂર્ણપણે કિંમત, ક્રૂડ ઓઈલની (Crude Oil) ગુણવત્તા, હાલના ભંડાર, લોજિસ્ટિક્સ અને અન્ય આર્થિક પરિબળો પર આધારિત છે.

રશિયા વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક અને નિકાસકાર દેશ

સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયા (Russia) દૈનિક ઉત્પાદન ક્ષમતા લગભગ 9.5 મિલિયન બેરલ સાથે વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદક (Crude Oil Producer) અને નિકાસકાર (Exporter) દેશ છે, જે વૈશ્વિક માંગના લગભગ 10% પૂર્ણ કરે છે. રશિયા (Russia) દરરોજ લગભગ 4.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને 2.3 મિલિયન બેરલ રિફાઈન્ડ ઉત્પાદનોની નિકાસ કરે છે. માર્ચ 2022 માં, જ્યારે વૈશ્વિક બજારમાં રશિયન ઓઈલ (Russian Oil) અંગે અનિશ્ચિતતા હતી, ત્યારે બ્રેન્ટ ક્રૂડના (Brent Crude) ભાવ પ્રતિ બેરલ $137 સુધી પહોંચી ગયા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઊર્જા સુરક્ષા પર ભારતનો સંતુલિત અભિગમ

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશકાર દેશ છે અને તેની 85% ક્રૂડ ઓઈલની (Crude Oil) જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, ભારતે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારતે G-7 અને યુરોપિયન યુનિયન (European Union) દ્વારા લાદવામાં આવેલા $60 પ્રતિ બેરલના ભાવ મર્યાદાનું પાલન કરીને જ રશિયા (Russia) પાસેથી ઑઇલ ખરીદ્યું છે. ભારતની સરકારી માલિકીની તેલ કંપનીઓએ જેમના પર અમેરિકા (America) દ્વારા સીધા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તેવા ઈરાન (Iran) અને વેનેઝુએલા (Venezuela) જેવા દેશો પાસેથી ઓઈલ ખરીદ્યું નથી.

યુરોપિયન બેવડું વલણ અને વૈશ્વિક ઊર્જા સંતુલનમાં ભારતની ભૂમિકા

સૂત્રોએ જણાવ્યું હતું કે જો ભારતે રશિયા (Russia) પાસેથી ડિસ્કાઉન્ટેડ ભાવે ઓઈલ ખરીદ્યું ન હોત, તો OPEC+ દેશો દ્વારા દરરોજ 5.86 મિલિયન બેરલના ઘટાડાને કારણે વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ $137 થી ઉપર પહોંચી ગયા હોત, પરિણાણે સમગ્ર વિશ્વમાં ફુગાવો ચરમસીમા ઉપર પહોંચી ગયો હોત.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દરમિયાન યુરોપિયન યુનિયને (European Union) હવે રશિયન ક્રૂડ ઓઈલ (Russian Crude Oil) માટે પ્રતિ બેરલ $47.6 ની નવી કિંમત મર્યાદાની ભલામણ કરી છે, જે સપ્ટેમ્બરથી અમલમાં આવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન, યુરોપ (Europe) પોતે રશિયા (Russia) પાસેથી LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)નો સૌથી મોટો આયાતકાર રહ્યો છે, યુરોપે (Europe) રશિયાની (Russia) LNGની કુલ નિકાસના 51% ખરીદ કર્યું, જ્યારે ચીન (China) 21% અને જાપાન (Japan) 18% ખરીદી સાથે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

ટ્રમ્પના દાવા પર ભારતનો સ્પષ્ટ ઉત્તર

ANI ના એક પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કહ્યું, “મને માહિતી મળી છે કે ભારત હવે રશિયા (Russia) પાસેથી ઓઈલ નહીં ખરીદે. જો આ સાચું હોય, તો તે એક સારું પગલું છે. ચાલો જોઈએ આગળ શું થાય છે.” આ અંગે ભારતે સ્પષ્ટતા કરી કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિત અને આંતરરાષ્ટ્રીય નિયમોના દાયરામાં છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *