Plane Crash
Spread the love

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનો (Plane Crash) પ્રાથમિક અહેવાલ બહાર આવ્યો છે, જેમાં ઘણી બાબતોનો ખુલાસો થયો છે. પાઈલટની વાતચીત પણ સામે આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદમાં એર ઈન્ડિયાના (Air India) વિમાન દુર્ઘટનાનો (Plane Crash) પ્રાથમિક અહેવાલ બહાર આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. વિમાન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી જ ક્રેશ (Plane Crash) થઈ ગયું હતું. આનું એક મુખ્ય કારણ બંને એન્જિન બંધ થઈ ગયા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે વિમાને જરૂરી ઊંચાઈ હાંસલ કરી લીધી હતી, પરંતુ આ પછી બંને એન્જિન ‘રન’ થી ‘કટઓફ’ મોડમાં ચાલ્યા ગયા હતા.

AAIB રિપોર્ટમાં પાઈલટની વાતચીતનો પણ ઉલ્લેખ છે. એર ઇન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈનર 787-8 પાઈલટ સુમિત સભરવાલ અને કો-પાઈલટ ક્લાઈવ કુંદરે એન્જિન બંધ થવા અંગે પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એર ઈન્ડિયા પ્લેન ક્રેશના અહેવાલમાં શું ખુલાસા થયા?

અમદાવાદથી લંડન (ગેટવિક) જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 વિમાન (VT-ANB) ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ (Plane Crash) થયું હતું. આ અકસ્માત 12 જૂન, 2025 ના રોજ બપોરે 1:39 વાગ્યે (IST) થયો હતો. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 260 લોકો માર્યા ગયા હતા જેમાં- 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને 19 લોકો વિમાન ક્રેશ (Plane Crash) થયું તે સ્થાન ઉપર હતા તેમાંથી. 1 પ્રવીસીનો ચમત્કારિક બચાવ થયો હતો જે ગંભીર રીતે ઘાયલ થયો હતો, આ ઉપરાંત 67 લોકોને નાની કે કોઈ ઈજા થઈ હતી. વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આગ અને અથડામણને કારણે જમીન પરની પાંચ ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતું.

વિમાનને 08:07 UTC વાગ્યે ટેકઓફની પરવાનગી આપવામાં આવી હતી જેની બે જ મિનિટ બાદ 08:09 UTC વાગ્યે, પાયલોટે કટોકટીનો સંકેત આપતો “MAYDAY” કોલ કર્યો હતો. વિમાન રનવેથી માત્ર 1 કિમી દૂર બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું. કાટમાળ લગભગ 1000 ફૂટ x 4000 ફૂટના વિસ્તારમાં ફેલાયેલો મળી આવ્યો હતો.

પ્લેન ક્રેશની (Plane Crash) દુર્ઘટના બાદ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત યુએસ (NTSB), બ્રિટન (AAIB-UK), પોર્ટુગલ અને કેનેડા સહિત ઘણા દેશોના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ક્રેશ થયેલા વિમાનના એક રેકોર્ડરમાં 46 કલાકનો ડેટા અને 2 કલાકનો ઓડિયો રેકોર્ડિંગ હતો, જેમાં અકસ્માતનો સમય પણ શામેલ હતો. બીજા રેકોર્ડરને ખૂબ જ નુકસાન થયું હતું, તેથી તેમાંથી ડેટા કાઢી શકાયો ન હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્લેન ક્રેશનું (Plane Crash) કારણ શું હતું?

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનો પ્રાથમિક અહેવાલમાં બહાર આવ્યું કે વિમાને ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં બંને એન્જિનની ફ્યુઅલ કટઓફ સ્વીચો બંધ થઈ ગઈ હતી, જેના કારણે એન્જિન બંધ થઈ ગયા. વિમાનની કોકપીટમાં થયેલી વાતચીતમાં, એક પાઈલટે પૂછ્યું કે સ્વીચ કોણે બંધ કરી? અને બીજાએ જવાબ આપ્યો “નથી કરી”. પાઈલોટ્સે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક એન્જિન યોગ્ય રીતે શરૂ થયું નહીં. ઈમરજન્સી પાવર સિસ્ટમ (RAT) આપમેળે ચાલુ થઈ ગઈ.

અમદાવાદમાં 12 જૂનના દિવસે એરઈન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલમાં આ ખુલાસો થયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *