મહિસાગર નદી (Mahisagar River) ઉપરનો મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને (Saurashtra) જોડતો ગંભીરા બ્રિજમાં (Gambhira Bridge) તુટી પડ્યો છે. ગુજરાતના પાદરામાં (Padra) મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે બ્રિજ તુટતા વાહનો નદીમાં ખાક્યા હોવાનું સામે આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહિસાગર નદી (Mahisagar River) ઉપરનો બ્રિજ તુટ્યો
મધ્ય ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી (Mahisagar River) પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના (Vadodara District) પાદરા (Padra) અને ભરૂચ (Bharuch) તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મહિસાગર નદી (Mahisagar River) ઉપરનો બ્રિજ તુટતા (Bridge Collapsed) કેટલા લોકો નદીમાં પડી ગયા છે તેની કોઈ પણ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. મળતી માહિતી અનુસાર નદીમાં 2 ટ્રક, કાર, ટુ વ્હીલર સહિતના વાહનો નદીમાં ખાબક્યા છે. જો કે નદીનો પટ મોટો હોવાથી કેટલા વાહનો અંદર છે તેનો પણ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. આ મામલે ખુદ કલેક્ટરે (Collector) ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
Gambhira Bridge on Mahisagar River linking Vadodara to Anand collapses; several vehicles plunge into riverhttps://t.co/tOzGJJdXRj pic.twitter.com/hZwSYZUsJb
— DeshGujarat (@DeshGujarat) July 9, 2025
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ (Congress) પક્ષના નેતા અને આકલાવના (Ankalav) ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ (Anand) અને વડોદરા (Vadodara) જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં (VAdodara District) આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની (Bridge Collapsed) ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના (Bridge Collapsed) કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

મહીસાગર નદી (Mahisagar River) પર આવેલો આ બ્રિજ 40 વર્ષ પહેલા નિર્માણ થયું હતુ. મહિસાગર નદી (Mahisagar River)ઉપરનો આ ગંભીરા બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે પણ કુખ્યાત હતો. બ્રિજને સમારકામની જરુરત છતાં સમારકામ કરાયું ન હતું. મહિસાગર નદી (Mahisagar River) પરના આ બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા યોજના ઘડાઈ કરી છે. નવો બ્રિજ મંજૂર થયા હોવા છતા કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ચોમાસું શરુ થતા પૂર્વે પણ કોઈ સતર્કતા દાખવવામાં આવી ન હતી. બ્રિજ જર્જરિત છતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી બ્રિજ ધ્રુજતો હોવાના આક્ષેપો કરાયા છે. જો કે સતત ફરિયાદો બાદ પણ તંત્રએ ગંભીરતા ન દાખવી હોવાનું સામે આવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
