બિહારના (Bihar) પૂર્ણિયામાં ડાકણ હોવાનો ખોટો આરોપ લગાવી એક જ પરિવારના પાંચ સભ્યોની જીવતા સળગાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા કમકમાટી ફેલાઈ ગઈ છે. આ ક્રૂર ઘટનાનો ભોગ ત્રણ મહિલાઓ અને બે પુરુષો બન્યા હતા. પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી છે. મૃતક બાબુ લાલ ઉરાંવની પુત્રી પોતે આ ઘટનાની સાક્ષી છે. ઘટના બાદ ઘરની આસપાસ રહેતા બધા લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બિહારના (Bihar) પૂર્ણિયામાં, ડાકણ હોવાના આરોપમાં એક જ પરિવારના 5 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. લોકોનું કહેવું છે કે ગામના કેટલાક લોકોને બાબુ લાલ ઉંરાવની પત્ની પર ડાકણ હોવાની શંકા હતી. જે શંકા ઉપર ગામ લોકોએ પહેલા મૃતક પરિવારને માર માર્યો અને બાદમાં તેમને જીવતા સળગાવી દીધા હતા. ક્રૂર હત્યા પછી, આરોપીઓએ મૃતકોના મૃતદેહને કોઈ નિર્જન જગ્યાએ દાટી દીધા.

બિહારની (Bihar) આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજીગંજ પંચાયતના ટેટગામા વોર્ડ-10 ની છે. ગામલોકોએ મૃતકના પુત્રની સામે આ દર્દનાક ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ સીતા દેવી (48), બાબુ લાલ ઉરાંવ (50), કાટો દેવી (65), મનજીત ઉરાંવ (25) અને રાની દેવી (23) તરીકે થઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બિહારના (Bihar) પુર્ણિયાની કમકમાટીપૂર્ણ ઘટના
મૃતક મહિલાના પુત્ર સોનુએ જણાવ્યું કે ગામના કેટલાક લોકોને શંકા હતી કે તેની માતા કાળો જાદુ કરે છે. માતા પર ડાકણ હોવાનો આરોપ લગાવતા, રવિવારે રાત્રે ગામના વડા નકુલ ઉરાંવના નેતૃત્વમાં ગામમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ગામના લગભગ 200 લોકો હાજર રહ્યા હતા. ત્યારે માતા સીતા દેવી અને પિતા બાબુ લાલ ઉરાંવ અને પરિવારના અન્ય સભ્યો પર ડાકણ હોવાનો આરોપ લગાવીને તેમને બોલાવવામાં આવ્યા હતા.

સોનુએ ભાગીને બચાવ્યો જીવ
ગામના લોકોએ સોનુના માતા-પિતાની એકપણ વાત સાંભળી નહીં અને તેમને ડાકણ હોવાનો આરોપ લગાવીને ઢોરમાર માર્યો. બધાને લાકડીઓથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ત્યારબાદ પરિવારના બધા સભ્યો પર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
#पूर्णिया में डायन के शक में 5 लोगों को जिंदा जलाया, मुफ्फसिल थाना के टेटगामा में तीन महिलाएं और दो पुरुष को जिंदा जलाया#Bihar @PurneaSp pic.twitter.com/EjvCJXc4Lm
— Khabar Seemanchal | ख़बर सीमांचल (@khabarsemanchal) July 7, 2025
જ્યારે બધા તડપી-તડપીથી મૃત્યુ પામ્યા, ત્યારે મૃતકોના મૃતદેહને ટ્રેક્ટરમાં ભરીને એક નિર્જન જગ્યાએ દાટી દેવામાં આવ્યા. ઘટનાસ્થળે હાજર સોનુ કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો. જેના કારણે તેનો જીવ બચી ગયો. સોનુએ પોતે જ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપી છે.

3 પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે હાજર
બિહારના (Bihar) પુર્ણિયાની કમકમાટીપૂર્ણ ઘટનાની માહિતી મળતા જ બિહાર (Bihar) પોલીસ એક્શનમાં આવી હતી અને મુફસ્સિલ પોલીસ સ્ટેશન અને નજીકના 3 પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એસપી સ્વીટી સહરાવત અને એએસપી આલોક રંજન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસ હાથ ધરી છે.
દરમિયાન, મુફસ્સિલના એસએચઓ ઉત્તમ કુમારે જણાવ્યું હતું કે ગામના વડા અને અન્ય લોકોએ ડાકણ હોવાના આરોપમાં એક પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. ઘટના બાદ, ટ્રેક્ટર ચાલક અને ગામના વડા નકુલ ઉરાંવની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી સાંજે 3 મૃતદેહ બહાર કાઢ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો