યુરોપના (Europe) સૌથી મોટા હિન્દુ ગામના (Hindu Village) લોકોએ જાણે ભારતીય શાસ્ત્રોમાં (Indian Scripture) વર્ણવેલી સતયુગની (Sat Yug) જીવનશૈલીને (Life Style) જ અપનાવી લીધી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
યુરોપના (Europe) હંગેરીની (Hungary) રાજધાની બુડાપેસ્ટથી (Budapest) લગભગ 174 કિલોમીટર દૂર આવેલું, આ હંગેરીનું (Hungary) એકમાત્ર અને યુરોપનું (Europe) સૌથી મોટું હિન્દુ ગામ (Hindu Village) છે. આ ગામનું નામ કૃષ્ણ ઘાટી (Krishna Valley) છે, જેને કૃષ્ણ વેલી (Krishna Valley) અથવા નવ વ્રજ ધામના (New Vraj Dham) નામથી પણ ઓળખવામાં આવે છે. લગભગ 660 એકર વિસ્તારમાં ફેલાયેલું આ ગામ સનાતન ધર્મના (Santan Dharma) પ્રાચીન અને પરંપરાગત રીત-રિવાજોનું પાલન કરે છે. અહીંની સ્ત્રીઓ સાડી (Saree) પહેરે છે, પુરુષો ધોતી-કુર્તા (Dhoti-kurta) અને સનાતની વસ્ત્ર પરિધાન કરે છે.

ખેતી માટે અહીં આધુનિક તકનીકોને બદલે બળદનો ઉપયોગ કરવામાં આવે છે અને બાળકોને સંસ્કૃતની (Sanskrit) સાથે આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. સતયુગની (Sat Yug) ઝલક આપતા આ ગામમાં, દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં સનાતનના સિદ્ધાંતોનું પાલન કરતા જોવા મળે છે.
યુરોપના (Europe) સૌથી મોટા હિન્દુ ગામની વિશેષતાઓ
યુરોપના (Europe) હંગેરીનું (Hungary) આ કૃષ્ણ વેલી (Krishna Valley) ગામ સંપૂર્ણપણે આત્મનિર્ભર (Atmanirbhar) છે, જ્યાં ઓર્ગેનિક ખેતી (Organic Farming) કરવામાં આવે છે અને મંદિરોની (Temple) સાથે આયુર્વેદિક કેન્દ્રો (Ayurvedic Center) પણ છે. આ ગામ રાષ્ટ્રીય ગ્રીડ (National Grid) પર નિર્ભર નથી દરેક ઘર અને ઈમારત પર સોલાર પેનલ (Solar Panel) લગાવવામાં આવેલી છે અને ગામ પોતાને આવશ્યક વીજળી (Electricity) સ્વયં ગામમાં જ ઉત્પન્ન કરે છે. ગામ ગૌશાળા (Gaushala) અને ઓર્ગેનિક ખેતી (Organic Farming) દ્વારા પોતાની આવશ્યકતાઓ પૂર્ણ કરે છે, અને હંગેરિયન સરકાર (Hungarian Government) પણ આ ગામની પ્રશંસા કરે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કૃષ્ણ વેલી ગામની સ્થાપના ક્યારે, કોણે અને કેવી રીતે કરી?
યુરોપના (Europe) આ સૌથી મોટા હિંદુ ગામની (Hindu Village) સ્થાપના 1993માં શિવરામ સ્વામી (Shivram Swami) દ્વારા કરવામાં આવી હતી. શિવરામ સ્વામીનો (Shivram Swami) જન્મ 1949માં બુડાપેસ્ટમાં (Budapest) થયો હતો. 1980માં, તેઓ લંડન (London) આવ્યા જ્યાં તેઓ ભગવદ ગીતાના (Bhagwad Geeta) વિચારથી પ્રેરિત થઈને ઈસ્કોનમાં (ISCON) જોડાયા. તેમણે ભગવદ ગીતાનો (Bhagwad Geeta) હંગેરિયન ભાષામાં અનુવાદ કર્યો, જેનાથી હજારો હંગેરિયનો સનાતન ધર્મ (Sanatan Dharma) તરફ આકર્ષાયા. શિવરામ સ્વામીની (Shivram Swami) નિઃસ્વાર્થ સેવા અને કાર્ય માટે, તેમને 2009 માં હંગેરી પ્રજાસત્તાકના (Hungary Republic) “ગોલ્ડ ક્રોસ ઓફ મેરિટ” (Gold Cross of Merit) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ક્રિષ્ના વૅલીમાં (Krishna Valley) આવેલું રાધા-શ્યામસુંદરનું મંદિર પણ તેમના દ્વારા જ તૈયાર થયું છે. આ મંદિર હંગેરિયન શિલ્પ શૈલીનું બન્યું છે પણ મંદિરનું ઈન્ટીરિયર રાધેશ્યામ અને તેમના સમયકાળને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિર ક્રિષ્ના વૅલીનું (Krishna Valley) કેન્દ્રબિંદુ છે. અહીં રહેતા દોઢસોથી વધુ પરિવારો આ જ મંદિરની આસપાસ તમામ ઉત્સવોનું આયોજન કરે છે. અહીં એ જ તમામ ઉત્સવો (Festivals) ઊજવવામાં આવે છે જે ઉત્સવો ભારતીય સંસ્કૃતિમાં (Indian Culture) વર્ણવવામાં આવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કૃષ્ણ વૅલીમાં (Krishna Valley) વૈષ્ણવ સંસ્કૃતિનાં (Vaishnava Culture) મૂલ્યો, સંસ્કાર અને સંસ્કૃતિને અકબંધ રાખવામાં આવી છે. યુરોપના (Europe) હંગેરી (Hungary) જેવા દેશમાં બનેલા આ કૃષ્ણ વૅલીમાં (Krishna Valley) માંસાહાર (Non-veg) કે ઈંડા (Egg) ક્યાંય જોવા નહી મળે. કૃષ્ણ વૅલી (Krishna Valley) સંપૂર્ણ શાકાહારી (Vegan) ગામ (Village) છે, ત્યાં સુધી કે અહીંના લોકો પશુઓના દૂધનો પણ ઉપયોગ નથી કરતા. શિવરામ સ્વામી (Shivram Swami) કહેતા કે આપણે મહિલાઓને સમજણ આપીએ છીએ કે બાળકને તેમનું દૂધ આપો ત્યારે આપણે ગાયનું દૂધ (Cow Milk) કેવી રીતે લઈ શકીએ તેની ઉપર પ્રથમ અને અંતિમ અધિકાર ગાયના વાછરડાનો છે.
Hungarian Minister Praises ISKCON's Krishna Valley’s 30 Years in the Service of a Sustainable Futurehttps://t.co/JTNz0JM02L pic.twitter.com/lOwhQTHc52
— ISKCON (@iskcon) June 12, 2023
કૃષ્ણ વૅલીમાં (Krishna Valley) દૂધનો (Milk) સહેજ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. તેનો અર્થ એવો નથી થતો કે અહીં દૂધની વાનગીઓનો પણ કોઈ ઉપયોગ નથી થતો. કૃષ્ણ વૅલીમાં (Krishna Valley) બદામના દૂધનો (Almond Milk) ઉપયોગ થાય છે અને એમાંથી બનાવેલી મીઠાઈઓનો ઉપયોગ ખાવામાં અને અતિથિઓને પીરસવામાં કરવામાં આવે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો