Dalai Lama
Spread the love

દલાઈ લામા (Dalai Lama) તિબેટીયન બૌદ્ધ ધર્મના (Tibetan Buddhism) સર્વોચ્ચ નેતા, આજે 90 વર્ષના થયા. તેમણે અત્યાર સુધીમાં 65 થી વધુ દેશોની યાત્રા કરી છે. આ ઉપરાંત, તેમણે 70 પુસ્તકો પણ લખ્યા છે. દલાઈ લામાને (Dalai Lama) ચૂંટવાની સમગ્ર પ્રક્રિયા પણ એકદમ અલગ છે. તેમાં ઘણા વર્ષો લાગે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તિબેટના (Tibet) ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ઓળખના પ્રતીક દલાઈ લામાની (Dalai Lama) દુનિયાભરમાં એક અલગ ઓળખ છે. દલાઈ લામા (Dalai Lama) આજે 90 વર્ષના થયા છે. અત્યાર સુધી તિબેટમાં (Tibet) 14 દલાઈ લામા (Dalai Lama) આવી ચૂક્યા છે. 14મા દલાઈ લામાનું (Dalai Lama) સાંસારિક નામ તેનઝિન ગ્યાત્સો (Tenzin Gyatso) છે. તેમનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ ઉત્તર-પૂર્વ તિબેટના તાક્તસેરમાં (Takser) થયો હતો.

તેનઝિન ગ્યાત્સોએ (Tenzin Gyatso) બૌદ્ધ ફિલસૂફીમાં (Buddha Philosophy) પીએચડી કર્યું છે. તેમને 1940માં ચૌદમા ‘દલાઈ લામા’ (Dalai Lama) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ચીને (China) તિબેટના બૌદ્ધ ધર્મીઓ ઉપર અમાનવીય અત્યાચારો કરતા તેઓ અનેક બૌદ્ધ ધર્મીઓ સાથે 1959માં ભારત આવ્યા હતા ત્યારથી તેઓ ભારતમાં રહે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દલાઇ લામા (Dalai Lama) અત્યાર સુધીમાં તેમણે 65 થી વધુ દેશોની યાત્રા ખેડી ચુક્યા છે અને તેમને 85 થી વધુ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 70 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. દલાઈ લામા (Dalai Lama) વર્તમાનમાં હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ધર્મશાળામાં (Dharmshala) નિવાસ કરે છે અને તિબેટની (Tibet) નિર્વાસિત સરકારના વડા છે.

‘દલાઈ લામા’ નું મહત્વ શું છે?

દલાઈ લામા (Dalai Lama) તિબેટીયન બૌદ્ધોના સર્વોચ્ચ ધાર્મિક નેતા (Religious Leader) છે. તેમને તિબેટીયન બૌદ્ધોના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા માનવામાં આવે છે. દલાઈ લામા (Dalai Lama) તિબેટની (Tibet) ઓળખ અને સ્વાયત્તતાના પ્રતીક છે. તેમને બોધિસત્વ (Bodhisatva) ‘અવલોકિતેશ્વર’નો (Avlokitesvara) અવતાર માનવામાં આવે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મમાં (Tibetan Buddhism) આ સર્વોચ્ચ પદવી છે. દલાઈ લામાનો (Dalai Lama) અર્થ ‘જ્ઞાનનો સમુદ્ર’ થાય છે, તેમને આદરપૂર્વક ‘પરમ પાવન’ કહેવામાં આવે છે. તિબેટીયન બૌદ્ધો 700 વર્ષ જૂની પરંપરા ધરાવે છે.

વર્તમાન દલાઈ લામાની (Dalai Lama) પસંદગી કેવી રીતે કરવામાં આવી?

6 જુલાઈ 1935ના રોજ તિબેટમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા 14મા દલાઈ લામાના પુનર્જન્મ તરીકે ઓળખવામાં આવ્યા હતા. 2 વર્ષની ઉંમરે તેમને આગામી ‘દલાઈ લામા’ તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમના પહેલાના 13મા દલાઈ લામાને પુનર્જન્મ કહેવામાં આવે છે. તિબેટીયન સરકારે ઉત્તરાધિકારીની શોધ માટે ઘણી ટીમો મોકલી હતી. 4 વર્ષની શોધખોળ પછી, લ્હામો ધોંડુપ નામના છોકરાની ઓળખ થઈ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જ્યારે તેમના ઉત્તરાધિકારી બનવાના સંકેતો મળ્યા, ત્યારે તેમની કસોટી કરવામાં આવી. ભૂતપૂર્વ દલાઈ લામાની વસ્તુઓ જોઈને તેમણે કહ્યું, “આ મારી છે.” 1940માં લ્હાસા પેલેસ ગયા બાદ તેમને સર્વોચ્ચ ધાર્મિક ગુરુ બનાવવામાં આવ્યા.

ઉત્તરાધિકારી કેવી રીતે પસંદ કરવામાં આવે છે?

‘દલાઈ લામા’ ની (Dalai Lama) પસંદગી પુનર્જન્મના સિદ્ધાંત પર આધારિત છે. આગામી દલાઈ લામાની (Dalai Lama) શોધ વરિષ્ઠ લામાઓ દ્વારા કરવામાં આવે છે. આ શોધ સંકેતો, સપના અને ભવિષ્યવાણીઓ દ્વારા કરવામાં આવે છે. આ પસંદગી પ્રક્રિયામાં ક્યારેક અનેક વર્ષો લાગી જતા હોય છે. એક કરતાં વધુ બાળકોમાં પણ લક્ષણો જોવા મળી શકે છે. સંભવિત બાળક શોધાયા બાદ તેની પરીક્ષા પણ લેવામાં આવે છે.

ભૂતપૂર્વ દલાઈ લામાની માળા અથવા છડી ઓળખવાનું કહેવામાં આવે છે. દલાઈ લામા બનતા પૂર્વે વ્યક્તિએ ઘણા વર્ષો સુધી ઊંડો અભ્યાસ કરવો પડે છે. બૌદ્ધ ફિલસૂફી અને તિબેટીયન સંસ્કૃતિનું ઊંડું શિક્ષણ આપવામાં આવે છે.

તિબેટીયન બૌદ્ધ પરંપરામાં, દલાઈ લામાની પસંદગી પુનર્જન્મના સિદ્ધાંત પર આધારિત છે. માન્યતાઓ અનુસાર, વર્તમાન દલાઈ લામાના મૃત્યુ પશ્ચાત તેમનો આત્મા નવજાત બાળકમાં પુનર્જન્મ પામે છે. અગાઉના દલાઈ લામાના મૃત્યુ બાદ શોકનો સમયગાળો હોય છે. ત્યારબાદ વરિષ્ઠ લામાઓ દ્વારા સંકેતો, સપના અને ભવિષ્યવાણીઓ દ્વારા આગામી દલાઈ લામાની શોધ થાય છે.

દલાઈ લામાના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની ચિતામાંથી નીકળતા ધુમાડાની દિશા અને તેમના મૃત્યુ સમયે તેઓ જે દિશામાં જોઈ રહ્યા હતા તે પણ આગામી દલાઈ લામાને શોધવામાં સહાયરૂપ બને છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પ્રક્રિયામાં ક્યારેક અનેક વર્ષો લાગે છે. એક કરતાં વધુ બાળકોમાં પણ વર્તમાન લામા જેવા જ લક્ષણો જોવા મળી શકે છે. જોકે, એકવાર સંભવિત બાળક મળી આવે, પછી તેને પુનર્જન્મ તરીકે ઓળખવા માટે, પાછલા દલાઈ લામાની વસ્તુઓ, જેમ કે માળા અથવા છડીની ઓળખ કરવા માટે પરીક્ષણ કરવામાં આવે છે. જો સંભવિત બાળક તેમાં સફળ થાય તો તેને બૌદ્ધ ધર્મ, તિબેટીયન સંસ્કૃતિ અને દર્શનનું સઘન શિક્ષણ આપવામાં આવે છે.

અત્યાર સુધીના બધા દલાઈ લામાઓમાંથી, ફક્ત એકનો જન્મ મંગોલિયામાં (Magnolia) અને એકનો જન્મ ઉત્તરપૂર્વ (North East) ભારતમાં થયો હતો. આ સિવાય, બાકીના દલાઈ લામા તિબેટમાં (Tibet) જ જોવા મળ્યા હતા.

‘દલાઈ લામા’ ની પરંપરા કેવી રીતે શરૂ થઈ?

‘દલાઈ લામા’ ની ઉપાધિ સૌપ્રથમ 1578 માં આપવામાં આવી હતી. મોંગોલ શાસક અલ્તાન ખાને સૌપ્રથમ સોનમ ગ્યાત્સોને (Sonam Gyatso) આ ઉપાધિ આપી હતી. સોનમ ગ્યાત્સોને (Sonam Gyatso) ત્રીજા ‘દલાઈ લામા’ માનવામાં આવતા હતા. તિબેટીયન બૌદ્ધ ધર્મના (Tibetan Buddhism) અગાઉના બે ધાર્મિક નેતાઓને પણ આ ઉપાધિ મળી હતી. પાંચમા દલાઈ લામાએ 17મી સદીમાં તિબેટમાં સત્તા સ્થાપિત કરી . ‘દલાઈ લામા’ની સત્તા 1951 સુધી તિબેટમાં રહી.

વર્તમાનમાં તિબેટ ચીને (China) હડપી લીધું છે અને તિબેટના બૌદ્ધ ધર્મીઓ ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવી રહ્યા છે એટલું જ નહી તિબેટમાં (Tibet) સ્થાનિક તિબેટીયનો (Local Tibetan) લઘુમતીમાં આવી જાય તે માટે ચીન (China) તેના નાગરિકોને તિબેટમાં (Tibet) મોટા પાયે વસાવી રહ્યું છે. ચીન (China) જે સામ્યવાદી (Communist) છે અને ધર્મમાં માનતું નથી તે હવે તિબેટીયનોના ધાર્મિક નેતા ‘દલાઈ લામા’ ની (Dalai Lama) પસંદગીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *