શુભમન ગિલે (Shubman Gill) ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં 269 રન ફટકારી અનેક મોટા રેકોર્ડ સર્જ્યા બાદ બીજી ઈનિંગમાં પણ કેપ્ટન ગિલે બેટિંગથી રેકોર્ડ સર્જ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ટીમ ઈન્ડિયાના (Team India) યુવા કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં પણ જબરદસ્ત બેટિંગ કરતા કેપ્ટન તરીકે ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહાન બેટ્સમેન ગણાતા સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) અને વિરાટ કોહલીના (Virat Kohli) રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.

શુભમન ગિલે (Shubman Gill) સર્જ્યા રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના (Team India) યુવા અને ઓછા અનુભવી કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) ભારત ઈંગ્લેન્ડની (Ind Vs Eng) બર્મિંગહામ (Birmingham) ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઝમકદાર સદી ફટકારતા 161 રન બનાવ્યા પરંતુ સદી ફટકારતા પહેલા જ શુભમન ગિલે (Shubman Gill) 5 મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા.
🚨 HISTORY CREATED BY GILL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2025
– Shubman Gill has most runs in a Test match for India. 🇮🇳 pic.twitter.com/UdD0OFI99l
શુભમન ગિલ (Shubman Gill) ઈંગ્લેન્ડની ધરતી પર 1 ટેસ્ટ મેચમાં 300 થી વધુ રન બનાવનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો છે. આ સિવાય તે ટેસ્ટ મેચમાં 300 રનનો આંકડો પાર કરનાર પહેલો ભારતીય કેપ્ટન પણ બન્યો છે. આ સિવાય કેપ્ટન તરીકે પહેલી 2 ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ શુભમન ગિલના (Shubman Gill) નામે નોંધાયો. શુભમન ગિલે (Shubman Gill) અત્યાર સુધીમાં 482 રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના (Virat Kohli) નામે હતો, જેને 449 રન બનાવ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શુભમન ગિલ (Shubman Gill) કેપ્ટન તરીકે ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. વિરાટ કોહલીએ (Virat Kohli) તેની ડેબ્યૂ સિરીઝમાં 449 રન બનાવ્યા હતા. જ્યારે ગિલે તેની ચોથી ઈનિંગમાં જ 482 રનનો આંકડો પાર કર્યો છે. પાંચમા રેકોર્ડની વાત કરીએ તો શુભમન ગિલ હવે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ દિગ્ગજ સુનીલ ગાવસ્કરના (Sunil Gavaskar) નામે હતો. જેને 1971માં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે 344 રન બનાવ્યા હતા. શુભમન ગિલે બર્મિંગહામ (Birmingham) ટેસ્ટ મેચમાં પણ 350 રનનો આંકડો પાર કર્યો છે.

આ સાથે ગિલ એક જ ટેસ્ટમાં બેવડી સદી અને સદી બંને ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં જોડાઈ ગયો છે. ગિલ પહેલા આ યાદીમાં ફક્ત એક જ ભારતીય બેટ્સમેનનું નામ હતું અને તે સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar) હતા. હવે ગિલ પણ આ યાદીમાં જોડાઈ ગયા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ બે ભારતીય બેટ્સમેન ઉપરાંત આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના (Australia) કેડી વોલ્ટર્સ, વેસ્ટ ઈન્ડિઝના (West indies) લોરેન્સ રો અને બ્રાયન લારાનો (Brain Lara) સમાવેશ થાય છે. આ નામોમાં ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ (Greg Chappell) અને માર્નસ લાબુશેન, ઇંગ્લેન્ડના (England) ગ્રેહામ ગૂચ (Graham Gooch), શ્રીલંકાના (Sri Lanka) કુમાર સંગાકારાનો (Kumar Sangakkara) સમાવેશ થાય છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો