“ભારત માતા” ના (Bharat Mata) ચિત્ર અને તેની આસપાસના વિવાદ પર કેરળ હાઈકોર્ટે (Kerala High court) ગંભીર પ્રશ્નો કર્યા છે. કેરળ યુનિવર્સિટીના (Kerala University) રજિસ્ટ્રારના સસ્પેન્શનને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે પૂછ્યું કે “ભારત માતા” (Bharat Mata) ધાર્મિક પ્રતીક કેવી રીતે હોઈ શકે? આ સાથે, કોર્ટે કાર્યક્રમના આયોજન અને રદ કરવાની પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેરળ યુનિવર્સિટીમાં (Kerala University) 2 જુલાઈના રોજ યોજાયેલા કાર્યક્રમ બાદ, યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દર્શાવવામાં આવેલા વિવાદાસ્પદ ચિત્ર અને પરવાનગી વિના કાર્યક્રમ યોજાવાથી રાજ્યપાલ ગુસ્સે થયા હતા. કાર્યક્રમમાં “ભારત માતા” (Bharat Mata) ના હાથમાં ભગવો ધ્વજ (Bhagwa Dhvaj) હોય તેવો ફોટો દર્શાવવામાં આવ્યો હતો. રાજ્યપાલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કુલપતિ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. તપાસ બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે રજિસ્ટ્રારે હાઈકોર્ટમાં રાવ નાખી હતી.

“ભારત માતા” નો (Bharat Mata) ફોટો ધર્મિક પ્રતીક કેવી રીતે?
કેરળ યુનિવર્સિટીના (Kerala University) રજિસ્ટ્રારના સસ્પેન્શનને પડકારતી અરજી પર સુનાવણી કરતા, કેરળ હાઈકોર્ટે (Kerala High court) પ્રશ્ન કર્યો કે “ભારત માતા” નો (Bharat Mata) ફોટો કેવી રીતે ધાર્મિક પ્રતીક હોઈ શકે છે અને “ભારત માતા” નું (Bharat Mata) ચિત્ર પ્રદર્શિત કરવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા કેવી રીતે ઊભી થઈ શકે છે.
How is 'Bharat Mata' Religious Symbol? Court To Kerala University Registrar https://t.co/hlpcPk4oY1 pic.twitter.com/hCbEcK57vn
— NDTV News feed (@ndtvfeed) July 4, 2025
હાઇકોર્ટે રજિસ્ટ્રારની વચગાળાની અરજી ફગાવી દેતા પોલીસ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરવા પર પણ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે ફોટામાં એવું શું હતું જે ઉશ્કેરણીજનક હતું? અને તે લગાવવાથી કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા કેમ ઊભી થઈ શકે છે?

કાર્યક્રમ કેમ રદ કર્યો? – કોર્ટ
કેરળ હાઈકોર્ટે (Kerala High court) રજિસ્ટ્રારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે રાજ્યપાલ, જે પોતે યુનિવર્સિટીના કુલપતિ છે, તે કાર્યક્રમમાં હાજર હતા, તો તેમની પરવાનગી વિના કાર્યક્રમ કેમ યોજવામાં આવ્યો અને તેમની પરવાનગી વિના રદ કેમ કરવામાં આવ્યો?
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રજિસ્ટ્રારે આ આરોપને ફગાવી દેતા કહ્યું કે રાજ્યપાલ સ્થળ પર પહોંચે તે પહેલાં નોટિસ જારી કરવામાં આવી હતી અને તેમની પાસે તેને સાબિત કરવા માટે પુરાવા છે. કેસની આગામી સુનાવણી 7 જુલાઈએ કરવામાં આવશે.
રજિસ્ટ્રારે કાર્યક્રમ કેમ રદ કરવામાં આવ્યો તે જણાવ્યું
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે ફોટો પ્રદર્શિત કરવાને લઈને સીપીઆઈ(એમ) CPI (M)અને ભાજપની (BJP) વિદ્યાર્થી પાંખો ક્રમશ: – સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે અથડામણ થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને, કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો