એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ (Team India) ઈંગ્લેન્ડને (England) 407 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) 6 વિકેટ લઈને આમાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) માં સિરાજને (Mohammed Siraj) આકાશ દીપનો (Akash Deep) જોરદાર સાથ મળતા બંને ઓપનિંગ બોલરોએ 42 વર્ષ જૂના રેકોર્ડનું પુનરાવર્તન કર્યું.

ઈંગ્લેન્ડ (England) પ્રવાસ પર, યુવા કેપ્ટન શુભમન ગિલના (Shubman Gill) નેતૃત્વ હેઠળની યુવા અને ઓછી અનુભવી ભારતીય ટીમ (Team India) દરેક મેચ અને દરેક ઈનિંગ સાથે કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં 5 બેટ્સમેનોએ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. એજબેસ્ટન ટેસ્ટની (Edgbaston Test) પહેલી ઈનિંગમાં, કેપ્ટન શુભમન ગિલે (Shubman Gill) બેવડી સદી ફટકારીને રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યુ તો લીડ્સમાં, જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) 5 વિકેટ લઈને રેકોર્ડ સર્જ્યો હતો ત્યારે હવે એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) આકાશ દીપ (Akash Deep) સાથે મળીને 42 વર્ષ જુના અદ્ભુત રેકોર્ડની બરાબરી કરી છે.

બુમરાહની અનુપસ્થિતિમાં સિરાજ-આકાશનું વાવાઝોડુ
ટેસ્ટ શ્રેણીની બીજી મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ (Team India) ઈંગ્લેન્ડને (England) 407 રનમાં ઓલઆઉટ કરી દેતા 180 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડની (England) જામી ગયેલી જોડી જેમી સ્મિથ (Jamie Smith) અને હેરી બ્રુકે (Harry Brook) 300 કરતા વધુ રનની વિસ્ફોટક ભાગીદારી કરતા એક તબક્કે ટીમ ઈન્ડિયાને (Team India) લીડ મળશે કે કેમ તે સંકટ સર્જાયુ હતુ પરંતુ ટીમના સૌથી સિનિયર ઝડપી બોલર સિરાજે (Mohammed Siraj) ઈંગ્લેન્ડને (England) રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જસપ્રીત બુમરાહની (Jaspreet Bumrah) ગેરહાજરીમાં સિરાજ (Mohammed Siraj) આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર હતો અને સિરાજે (Mohammed Siraj) પોતાના પ્રદર્શનથી તે સાબિત પણ કરી બતાવ્યું.

સિરાજ અને આકાશ દીપે ઈંગ્લેન્ડ ટીમને કરી ધરાશાયી
એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) મેચના બીજા દિવસના અંતે સિરાજે (Mohammed Siraj) પહેલી વિકેટ લીધી. ત્યારબાદ ત્રીજા દિવસની બીજી જ ઓવરમાં તેણે જો રૂટ (Joe Root) અને બેન સ્ટોક્સને (Ben Stokes) સતત બે બોલમાં તંબુ ભેગા કરીને ઈંગ્લેન્ડની (England) બેટિંગ લાઈન ઉપર કમરતોડ ઘા કર્યો હતો. ત્યારબાદ દિવસના ત્રીજા સત્રમાં, સિરાજે (Mohammed Siraj) ઈંગ્લેન્ડની છેલ્લી 3 વિકેટ ખેરવીને મેચમાં 6 વિકેટ ઝડપતા ઈતિહાસ સર્જ્યો હતો. સિરાજે (Mohammed Siraj) તેની કારકિર્દીમાં ચોથી વખત એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી.
A determined spell applauded by his teammates 🙌
— BCCI (@BCCI) July 4, 2025
Mohd. Siraj with a memorable bowling performance in Edgbaston 👏👏
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @mdsirajofficial pic.twitter.com/329eBuD5YJ
એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) સિરાજ-આકાશનું રાજ
એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) એક તરફ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) તો બીજી તરફ આકાશ દીપે (Akash Deep) ઈંગ્લેન્ડને (England) પરેશાન કરી દીધું હતુ અને બાકીની 4 વિકેટ ઝડપી હતી. આકાશે (Akash Deep) જ બીજા દિવસે સતત બે બોલ પર ઈંગ્લેન્ડની (England) પહેલી બે વિકેટ ઝડપી પોતાના મિજાજનો પરચો આપ્યો હતો. ત્યાર બાદ જ્યારે સ્મિથ (Jamie Smith) અને બ્રુક (Harry Brook) જબરદસ્ત બેટિંગ કરતા હતા અને 300 રનની ભાગીદારી કરી દિવાલ બન્યા, ટીમ ઈન્ડિયાને (Team India) માટે આ ભાગીદારી જોખમ બનતી જતી હતી ત્યારે આ જમણેરી ઝડપી બોલરે નવા બોલથી આ ભાગીદારી તોડી નાખતા આકાશે (Akash Deep) પહેલા બ્રુક અને પછી ક્રિસ વોક્સની તંબુ ભેગા કરીને ઈંગ્લેન્ડની (England) ટીમને ઘુંટણીયે લાવી દીધી હતી.

42 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન
સિરાજ (Mohammed Siraj) અને આકાશે (Akash Deep) આ ઈનિંગમાં ઈંગ્લેન્ડની (England) બધી 10 વિકેટ ઝડપીને ઓલઆઉટ કરી દીધું. આ બે બોલરોના આ પરાક્રમે 42 વર્ષ જૂના ઈતિહાસને પુનરાવર્તિત કર્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં બે ઓપનિંગ બોલરોએ મળીને સામેની ટીમને તંબુ ભેગી કરી દીધી હોય એવી આ ચોથી ઘટના બની હતી. એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) ટીમ ઈન્ડિયાના (Team India) ઓપનિંગ બોલરો મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) 6 અને જ્યારે આકાશ દીપ (Akash Deep) 4 વિકેટ ઝડપી હતી. એજબેસ્ટન ટેસ્ટ પહેલા, આ સિદ્ધિ 42 વર્ષ પહેલા 1983 માં જોવા મળી હતી, જ્યારે કપિલ દેવ (Kapil Dev) અને બલવિંદર સંધુએ (Balwinder Sandhu) અમદાવાદમાં (Ahmedabad) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે તમામ 10 વિકેટ લીધી હતી. જેમાં કપિલ દેવે (Kapil Dev) 9 વિકેટ અને સંધુએ 1 વિકેટ ઝડપી હતી.
[…] ઓસ્ટ્રેલિયાના (Australia) કેડી વોલ્ટર્સ, વેસ્ટ ઈન્ડિઝના (West indies) લોરેન્સ રો અને બ્રાયન લારાનો (Brain Lara) […]