ગરીબ (Poor) હોવું એ સૌથી મોટુ દેખ છે. એક તરફ દોમદોમ સાહ્યબીમાં જીવતુ ભારત છે ત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે બીજી તરફના ભારતની દારૂણ ગરીબીનો (Poverty) દ્યોતક લાગે છે. એક વૃદ્ધ ગરીબ (Poor) ખેડૂત (Farmer) અને તેની પત્નીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ વીડિયો મહારાષ્ટ્રના (Maharashtra) લાતુરનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયો (Viral Video) કોઈપણ વ્યક્તિને અંદરથી હચમચાવી દે તેવો છે. વાયરલ વિડીયોમાં (Viral Video) એક ગરીબ (Poor) વૃદ્ધ દંપતી પોતાના ખેતરને ખેડી રહ્યા છે.

આધુનિક ગણાતા ભારતમાં ખેતર ખેડવા માટે અનેક પ્રકારના મશીનો ઉપલબ્ધ છે ત્યારે વાયરલ વિડીયોમાં (Viral Video) દેખાતા દંપતિ પાસે એક પણ મશીન તો નથી જ દેખાતું પરંતુ આ ગરીબ (Poor) વૃદ્ધ ખેડૂત (Farmer Couple) દંપતિ પાસે ખેતર ખેડવા માટે ભાડે બળદ (Ox) લઈ શકાય એટલા પૈસા પણ નથી. આર્થિક રૂપે દયાજનક સ્થિતિમાં જીવતા આ દંપતીમાંથી વૃદ્ધ પતિએ બળદની જગ્યાએ પોતાની જાતને જ જોતરી દીધી છે. ખેડૂતની વય 75 વર્ષની આસપાસ હોવાનું જણાય છે. આ વિડીયોમાં (Video) દેખાતું ગરીબ (Poor) વૃદ્ધ દંપતિ અને તેમની ગરીબીનું (Poverty) ભયાવહ ચિત્ર કોઈપણને હચમચાવી દે તેવી સ્થિતિમાં છે.

વિડીયોમાં (Video) દેખાતું ચિત્ર ફક્ત આ એક ગરીબ (Poor) વૃદ્ધ દંપતિનું જ નથી પરંતુ ભારતના એ લાખો ખેડૂતોનું (Farmers) છે જેઓ દેવા અને લાચારીની આગળ વિવશ બનીને ઝઝુમી રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ વીડિયોમાં (Viral Video) ગરીબ (Poor) વૃદ્ધ પતિ તેમની પત્ની સાથે સૂકી જમીન પર હળ (Plough) ખેંચતા જોવા મળી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

#WATCH | Maharashtra | An elderly farmer tills dry land by tying himself to traditional plough in drought-hit area in Latur pic.twitter.com/9geMReVGB0
— ANI (@ANI) July 2, 2025
ગરીબ (Poor) વૃદ્ધ પતિ હળે જોતરાયા બળદની જગ્યાએ
આ વિડીયોમાં (Video) દેખાતું વૃદ્ધ દંપતિ લાતુરના (Latur) એક ગામના છે. વૃદ્ધ ખેડૂતનું નામ અંબાદાસ પવાર હોવાનું કહેવાય છે. તેમની પાસે બળદ નથી અને બળદ ભાડે લેવાના પણ રૂપિયા નથી. આ સ્થિતિમાં તેમણે જે હલ કાઢ્યો છે તે હલબલાવી મુકે તેવો છે અને તે છે તેઓ છેલ્લા બે વર્ષથી તેમની પત્ની સાથે મળીને ખેતી કરી રહ્યા છે. વાવણી કરતા પહેલા, પતિ-પત્ની પોતે ખેતર ખેડવા માટે જાય છે જ્યાં અંબાલાલ પવાર બળદની જેમ હળ સાથે જોતરાય છે. વાયરલ વીડિયોમાં (Viral Video) પણ તે જોઈ શકાય છે કે વૃદ્ધ ખેડૂત ખભા પર હળ (Plough) લઈને આગળ ચાલી રહ્યા છે અને તેમની પત્ની પાછળથી હળને (Plough) ધક્કો મારી રહી છે.

અંબાલાલ પવાર પોતાની સ્થિતિ વર્ણવતા કહે છે કે, ટ્રેક્ટરથી (Tractor) ખેતર ખેડવામાં દરરોજ લગભગ 2,500 રૂપિયાનો ખર્ચ થાય અને તેઓ આટલો ખર્ચ કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં તે પોતે હળ (Plough) ખેંચે છે. તેની વૃદ્ધ પત્ની પણ તેને આ કામમાં મદદ કરે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ વૃદ્ધ દંપતિનો ખેતર ખેડતો સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો (Video) વાયરલ (Viral) થયા બાદ લાતુર (Latur) વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. જિલ્લા કૃષિ અધિક્ષક શિવસાંબ લાડકે અંબાદાસને મળ્યા હતા અને સહાયતાનું વચન આપ્યું હતું. કૃષિ મંત્રી માણિકરાવ કોકાટે અને સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલે પણ આ ગરીબ વૃદ્ધ ખેડુત દંપતિનો સંપર્ક કર્યો છે.
સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો (Video) વાયરલ (Viral) થયા બાદ લોકો ભાવુક થઈ ગયા છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે ભગવાને કોઈને આવો દિવસ ન બતાવવો જોઈએ, જ્યારે કેટલાક લોકો ગુસ્સામાં ફાટી નીકળ્યા છે અને પૂછ્યું છે કે શું આ વિકસિત ભારત છે? કેટલાક કહે છે કે વૃદ્ધ દંપતી વચ્ચે ખૂબ પ્રેમ છે. આ વિડીયો ખરેખર હૃદયસ્પર્શી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] કરવામાં આવ્યો હતો જેનો વીડિયો (Video) હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો […]