Rose
Spread the love

ગુલાબનું (Rose) સ્થાન અને મહત્વ સામાજીક જીવનમાં અદકેરુ છે. ભારતમાં વૃદ્ધોને વિદાય આપવાની પરંપરા ભાવનાઓ અને આદરથી ભરેલી છે પરંતુ અમેરિકાની એક ઘટનાએ આ ખ્યાલને સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં રજૂ કર્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકામાં (America) એક પુત્રએ તેના સ્વર્ગસ્થ પિતાને (Father) એવી રીતે વિદાય આપી કે, સોશિયલ મીડિયા (Social Media) પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યાં સામાન્ય રીતે ફૂલોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, ત્યાં આ વ્યક્તિની વિદાયમાં ગુલાબની (Rose) પાંખડીઓ તેમજ પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેનો વીડિયો (Video) હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે.

અમેરિકાના (America) ડેટ્રોઇટમાં (Detroit) રહેતા ડેરેલ થોમસ નામના એક વ્યક્તિનું 15 જૂને અવસાન થયું. તેમના મૃત્યુના લગભગ 12 દિવસ પછી જ્યારે 27 જૂને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમના પુત્રો ડેરેલ જુનિયર અને જોન્ટેએ ગુલાબની (Rose) પાંખડીઓ સાથે એવું કંઈક કર્યું જે પહેલાં ભાગ્યે જ જોવા મળ્યું હશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુલાબની (Rose) પાંખડીઓ સાથે વરસાવી ડોલરની નોટો

પોતાના પિતાની (Father) છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બંને ભાઈઓએ એક હેલિકોપ્ટરની (Helicopter) વ્યવસ્થા કરી જેમાં માત્ર ગુલાબની (Rose) પાંખડીઓનો વરસાદ જ નહીં પણ આકાશમાંથી લગભગ 4.27 લાખ રૂપિયા, લગભગ $5,100 ની રોકડનો પણ વરસાદ કરવામાં આવ્યો.

આ ઘટનાનો એક વીડિયો (Video) હવે સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે આકાશમાંથી ગુલાબની (Rose) પાંખડીઓની સાથે સાથે નોટોનો વરસાદ થવા લાગે છે, ત્યાં હાજર લોકો તેમને પકડવા માટે અહીં-ત્યાં દોડવા લાગે છે. કેટલાક લોકો ગુલાબની (Rose) પાંખડીઓને અવગણીને સીધા પૈસા તરફ દોડતા જોવા મળ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેટલાક લોકોએ આ દ્રશ્યને ‘હૃદયસ્પર્શી’ ગણાવ્યું, તો કેટલાકે તેને ‘ખૂબ જ વિચિત્ર અને દંભી’ ચાલ ગણાવી. લોકોના મંતવ્યો વિભાજિત છે. કેટલાક માટે તે એક પુત્ર દ્વારા ભાવનાત્મક શ્રદ્ધાંજલિ હતી જ્યારે કેટલાકે તેને સોશિયલ મીડિયા સ્ટંટ ગણાવ્યું.

મળતી માહિતી મુજબ ડેરેલના પુત્રોએ પોલીસને પહેલાથી જ ગુલાબની (Rose) પાંખડીઓના વરસાદ વિશે જાણ કરી હતી પરંતુ નોટોના વરસાદની વાત છુપાવી દીધી હતી. આ જ કારણ છે કે, હવે યુએસ ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) એ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. જોકે ડેટ્રોઇટ પોલીસ (Detroit Police) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના સ્તરે કોઈ તપાસ કરવામાં આવી રહી નથી.

આ વિદાય માત્ર એક સમારંભ નહોતો પરંતુ એક પુત્ર તરફથી તેના પિતાને આપવામાં આવેલી છેલ્લી સલામ હતી-જે ફક્ત યાદગાર જ નહોતી પણ નિયમોની મર્યાદાઓ પણ ઓળંગી ગઈ હતી. હવે જોવાનું એ રહે છે કે, FAA તપાસ આ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ-નિયમ ઉલ્લંઘન કે પુત્રના સાચા પ્રેમને કેવી રીતે જુએ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *