ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પર કોર્ટ ઑફ આર્બિટ્રેશનના (Court of Arbitration) નિર્ણયને ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) તેને ‘પાકિસ્તાનનું નાટક’ ગણાવ્યું હતું. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન (Pakistan) આતંકવાદને (Terrorism) સમર્થન આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત જ રહેશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર પોતાનું પોત પ્રકાશ્યુ છે. આતંકવાદ ફેલાવનાર દેશ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરુદ્ધ મનઘડંત વાર્તાઓનું નાટક રચી રહ્યો છે. આ વખતે તેણે સિંધુ જળ સંધિના (Indus Water Treaty) નામે એક નવું નાટક રચ્યું છે. પરંતુ ભારતે આનો જડબાતોડ ઉત્તર આપ્યો છે. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કૉર્ટ ઓફ આર્બિટ્રેશનના (Court of Arbitration) અભિપ્રાયને નકારી કાઢતા તેને ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ જાહેર કર્યો છે.

પાકિસ્તાન (Pakistan) ઘણા વર્ષોથી વિરોધ કરી રહ્યું છે એવા બે પ્રોજેક્ટ્સ કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ (Kishenganga and Ratle hydroelectric project) પર કથિત ‘કૉર્ટ ઑફ આર્બિટ્રેશને’ (Court of Arbitration) ‘પૂરક ચુકાદો’ (Supplemental Award) જારી કર્યો છે. જોકે દરેક વખતે તેની દલીલોને ટેકનિકલી અને કાયદેસર રીતે નકારી કાઢવામાં આવી છે. હવે ફરી એકવાર પાકિસ્તાને પોતાના નાટકનું પુનરાવર્તન કર્યું છે અને જેનું ભારત મુજબ કોઈ કાનૂની અસ્તિત્વ નથી તે કોર્ટ પાસેથી અભિપ્રાય માંગ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સિંધુ જળ સંધિ (Indus Water Treaty) ઉપર ભારતનું સ્પષ્ટ વલણ
ભારતના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ‘કૉર્ટ ઓફ આર્બિટ્રેશન’ (Court of Arbitration) ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું અસ્તિત્વ જ 1960ના સિંધુ જળ સંધિનું (Indus Water Treaty) ઉલ્લંઘન છે. ભારતે ક્યારેય આ અદાલતને માન્યતા આપી નથી કે તેના કોઈપણ નિર્ણયને સ્વીકાર્યો નથી.

પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારતે સિંધુ જળ સંધિને (Indus Water Treaty) સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ એક સાર્વભૌમ રાષ્ટ્રનો અધિકાર છે. જ્યાં સુધી પાકિસ્તાન (Pakistan) વિશ્વસનીય અને અફર રીતે સરહદ પારના આતંકવાદનો (Cross Border Terrorism) અંત નહીં લાવે ત્યાં સુધી ભારત સિંધુ જળ સંધિને (Indus Water Treaty) હેઠળની તેની કોઈપણ જવાબદારીઓનું પાલન કરશે નહીં. કોઈપણ કોર્ટ, ખાસ કરીને આ ગેરકાયદેસર ફોરમ, ભારતના સાર્વભૌમ અધિકારોની સમીક્ષા કરવાને હકદાર નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાકિસ્તાનનું જુઠાણુ
ભારતે પાકિસ્તાનનો પર્દાફાશ કરતા કહ્યું કે તે તેના પર લાગેલા ‘આતંકવાદ અડ્ડા’ના ટેગ પરથી ધ્યાન હટાવવા માટે આવા ખોટા અને ભ્રામક નાટકનો સહારો લે છે. ‘કૉર્ટ ઑફ આર્બિટ્રેશન’ (Court of Arbitration) નું નાટક એ જ રણનીતિનો ભાગ છે જેમાં પાકિસ્તાન (Pakistan) પોતાને પીડિત અને નિર્દોષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે.
🔴#BREAKING | India rejects Pakistan's plea with Court of Arbitration for more Indus water; dubs the Court illegal
— NDTV (@ndtv) June 27, 2025
NDTV's @DishhaBagchi joins @TMVRaghav, @Vasudha156 with more details pic.twitter.com/2aL6QVux5b
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ પણ, FATF થી ICJ સુધી, તેણે વિશ્વને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ દરેક વખતે તેને બેઈજ્જતીનો સામનો કરવો પડ્યો છે.

સિંધુ જળ સંધિ (Indus Water Treaty) શું છે?
1960માં વિશ્વ બેંકની (World Bank) મધ્યસ્થામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પર હસ્તાક્ષર થયા હતા. આ સિંધુ જળ સંધિ (Indus Water Treaty) અંતર્ગત, ભારતને ત્રણ પૂર્વીય નદીઓ (રાવી, સતલજ, બિયાસ Ravi, Satluj, Beas) નું પાણી મળ્યું અને પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ Sindhu, Jhelum, Chenab) નું પાણી મળ્યું. ભારતને પશ્ચિમી નદીઓ પર સિંચાઈ, જળવિદ્યુત વગેરે જેવા મર્યાદિત ઉપયોગના અધિકારો હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
હવે ભારત આ સિંધુ જળ સંધિનો (Indus Water Treaty) ઉપયોગ આતંકવાદ સામે ‘સ્ટ્રેટેજીક લીવર’ તરીકે કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પહેલેથી જ કહ્યું છે કે ‘રક્ત અને પાણી એકસાથે વહી શકતા નથી’. એટલે કે, જ્યાં સુધી પાકિસ્તાન રક્ત વહેવડાવવાનું (આતંકવાદ) બંધ ન કરે, ત્યાં સુધી ભારત પાણી વહેવડાવવાની (સિંધુ જળ સંધિ) (Indus Water Treaty) જવાબદારી શા માટે લે?
ભારત હવે ત્રણ પશ્ચિમી નદીઓના જળ સંસાધનોનો ઉપયોગ પોતાના હિતમાં કરવાની વ્યૂહરચના બનાવી રહ્યું છે. નાના અને મોટા બંધ, પાણી સંગ્રહ, જળવિદ્યુત પ્રોજેક્ટ જેવા ઘણા પગલાં ઝડપથી આગળ વધી રહ્યા છે. પાકિસ્તાનના ‘જળ રાજકારણ’ નો સ્થાયી પ્રતિભાવ આપવા માટે મધ્ય-ગાળા અને લાંબા ગાળાની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો