પાકિસ્તાનથી (Pakistan) આવી રહેલા 9 કરોડ રૂપિયાના 39 કન્ટેનર રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે ઓપરેશન ડીપ મેનિફેસ્ટ (Operation Deep Manifest) હેઠળ જપ્ત કર્યા. આ ઓપરેશનમાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારબાદ DRI એ દેખરેખ વધુ તીવ્ર બનાવી દીધી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI) ઓપરેશન ડીપ મેનિફેસ્ટ (Operation Deep Manifest) હેઠળ એક મોટી કાર્યવાહી કરતા ₹9 કરોડનો પાકિસ્તાની (Pakistan) મૂળનો માલ જપ્ત કર્યો છે. ડીઆરઆઈ (DRI) એ ઓપરેશન ડીપ મેનિફેસ્ટ દ્વારા એક મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાનને (Pakistan) મોટો ઝટકો આપ્યો છે. ડીઆરઆઈએ (DRI) ₹9 કરોડના પાકિસ્તાની (Pakistan) મૂળના 1,115 મેટ્રિક ટન માલથી ભરેલા 39 કન્ટેનર જપ્ત કર્યા છે. 26 જૂને આયાતકાર કંપનીના એક ભાગીદારની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorrist Attack) પછી, ભારત સરકારે પાકિસ્તાનથી (Pakistan) સીધી કે પરોક્ષ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પછી પણ, યુએઈ (UAE) થઈને પાકિસ્તાનથી માલની આયાત કરવામાં આવી રહી હતી. સરકારે 2 મે, 2025 થી પાકિસ્તાની મૂળના કોઈપણ માલની આયાત અથવા પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અગાઉ, આવા માલ પર 200% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેમ છતાં, કેટલાક આયાતકારોએ માલના મૂળ સ્થાનને છુપાવીને અને શિપિંગ દસ્તાવેજોમાં છેડછાડ કરીને આ પ્રતિબંધમાંથી છટકબારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
#BREAKING : UAE के नाम पर पाकिस्तानी कंटेनर भेजे गए भारत… DRI की रेड में 39 कंटेनर्स किए गए जब्त, 9 करोड़ का था सामान #NaviMumbai #Pakistan | #ZeeNews @hardikdavelive @rai_priya90 pic.twitter.com/Fh4SA9eS2V
— Zee News (@ZeeNews) June 27, 2025
ન્હાવા શેવા બંદર પરથી કરાયા પાકિસ્તાનના (Pakistan) કન્ટેનર જપ્ત
આ કન્ટેનરો યુએઈ (UAE) મૂળના હોવાનો દાવો કરીને આયાત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આ કન્ટેનરો નવી મુંબઈના (Mumbai) ન્હાવા શેવા બંદર (Nhava Sheva Port) પર જપ્ત કરવામાં આવ્યા હતા. ડીઆરઆઈની (DRI) તપાસમાં જાણવા મળ્યું કે આ માલ પાકિસ્તાનના (Pakistan) કરાચી (Karachi) બંદરથી દુબઈના જેબેલ અલી બંદર દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
આ આયાત પાછળ પાકિસ્તાની (Pakistan) અને યુએઈના (UAE) નાગરિકોની મિલીભગત હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. આમાં એક જટિલ નાણાકીય અને લોજિસ્ટિક્સ નેટવર્ક કામ કરી રહ્યું હતું. ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડની આશંકા દર્શાવાઈ રહી છે. પાકિસ્તાની વ્યાપારિક સંસ્થાઓ સાથે સંબંધિત આર્થિક વ્યવહારો અને મની ટ્રેલ પણ શોધી કાઢવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, DRI એ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ગુપ્તચર તંત્રને વધુ તીવ્ર બનાવ્યું છે.

ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને ડેટા વિશ્લેષણ દ્વારા પાકિસ્તાની મૂળના માલ પર નજર રાખવામાં આવી રહી છે. ઓપરેશન ડીપ મેનિફેસ્ટ (Operation Deep Manifest) રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા પ્રત્યે DRI ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. DRI પાકિસ્તાની મૂળના માલના ગેરકાયદેસર વેપારને રોકવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
[…] પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર પોતાનું પોત પ્રકાશ્યુ છે. આતંકવાદ ફેલાવનાર દેશ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરુદ્ધ મનઘડંત વાર્તાઓનું નાટક રચી રહ્યો છે. આ વખતે તેણે સિંધુ જળ સંધિના (Indus Water Treaty) નામે એક નવું નાટક રચ્યું છે. પરંતુ ભારતે આનો જડબાતોડ ઉત્તર આપ્યો છે. વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) કૉર્ટ ઓફ આર્બિટ્રેશનના (Court of Arbitration) અભિપ્રાયને નકારી કાઢતા તેને ગેરકાયદેસર, અમાન્ય અને રદબાતલ જાહેર કર્યો છે. […]