બંધારણની (Constitution) પ્રસ્તાવનામાંથી (Preamble) “સમાજવાદી” (Socialist) અને “ધર્મનિરપેક્ષ” (Secular) શબ્દો દૂર કરવા પર વિચાર કરવાની માંગ અને કોંગ્રેસને (Congress) કટોકટી (Emergency) માટે માફી માંગવા કહેતા RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેના (Dattatreya Hosabale) નિવેદન બાદ કોંગ્રેસ (Congress) આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસે (Congress) RSS પર બંધારણ (Constitution) વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે અને આ પગલાને બંધારણને (Constitution) નબળા પાડવાનું કાવતરું ગણાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) ગુરુવારે માંગ કરી હતી કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી (Emergency) માટે માફી માંગવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, કટોકટી (Emergency) દરમિયાન બંધારણના (Constitution) આમુખમાં (Preamble) ઉમેરવામાં આવેલા ‘સમાજવાદી’ (Socialist) અને ‘પંથનિરપેક્ષ’ (Secular) બે શબ્દો જાળવી રાખવા જોઈએ કે કેમ તે અંગે વિચારણા થવી જોઈએ. દત્તાત્રેય હોસબાલેના (Dattatreya Hosabale) આ નિવેદન બાદ કોંગ્રેસે (Congress) આક્રમક વલણ અપનાવ્યુ છે.

RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) બંધારણના (Constitution) આમુખમાં (Preamble) “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દોની સમીક્ષા કરવાની વાત કર્યા બાદ કોંગ્રેસે (Congress) ભાજપ (BJP) અને RSS પર બંધારણ (Constitution) વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે (Congress) દાવો કર્યો હતો છે કે આ શબ્દો કટોકટી (Emergency) દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા અને RSS હંમેશા બંધારણનો (Constitution) વિરોધ કરે છે. કોંગ્રેસે (Congress) આ પગલાને બંધારણ (Constitution) ખતમ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને કહ્યું છે કે તે તેનો સખત વિરોધ કરશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
બંધારણ (Constitution) ખતમ કરવાનું કાવતરું
બંધારણના (Constitution) આમુખમાં (Preamble) “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દોની સમીક્ષા કરવા અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સહકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેના (Dattatreya Hosabale) નિવેદન બાદ, કોંગ્રેસે (Congress) RSS અને BJP પર બંધારણ વિરોધી (Anti Constitution) હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે (Congress) કહ્યું કે તે ભાજપ (BJP) -આરએસએસના (RSS) “ષડયંત્ર”ને ક્યારેય સફળ થવા દેશે નહીં અને આવા કોઈપણ પગલાનો વિરોધ કરશે.

કોંગ્રેસે (Congress) સોશ્યયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા લખ્યું કે, RSS-BJP ની વિચારસરણી બંધારણ વિરોધી (Anti Constitution) છે. હવે RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) બંધારણના આમુખમાં ફેરફારની માંગ કરી છે. હોસબાલે ઈચ્છે છે કે બંધારણના (Constitution) આમુખમાં (Preamble) “સમાજવાદી” (Socialist) અને “પંથનિરપેક્ષ” (Secular) શબ્દો દૂર કરવામાં આવે. આ ડૉ. બાબા સાહેબના (DR. Babasaheb Ambedkar) બંધારણને ખતમ કરવાનું કાવતરું છે, જે RSS-BJP લાંબા સમયથી ઘડી રહ્યા છે.
RSS-BJP की सोच ही संविधान विरोधी है.
— Congress (@INCIndia) June 26, 2025
अब RSS के महासचिव दत्तात्रेय होसबोले ने संविधान की प्रस्तावना में बदलाव करने की मांग की है.
होसबोले का कहना है- संविधान की प्रस्तावना से 'समाजवादी' और 'धर्मनिरपेक्ष' शब्द को हटाया जाए.
ये बाबा साहेब के संविधान को खत्म करने की वो साजिश है,…
RSS એ બાળી હતી બંધારણની નકલો – કોંગ્રેસ
દત્તાત્રેય હોસબાલેના (Dattatreya Hosabale) નિવેદન બાદ કોંગ્રેસે (Congress) દાવો કર્યો હતો કે જ્યારે બંધારણ (Constitution) લાગુ કરવામાં આવ્યું ત્યારે RSS એ તેનો વિરોધ કર્યો હતો અને તેની પ્રતો સળગાવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન, ભાજપના (BJP) નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે બંધારણ (Constitution) બદલવા માટે સંસદમાં 400 થી વધુ બેઠકોની જરૂર છે. કોંગ્રેસ (Congress) કોઈપણ સંજોગોમાં તેમની મંશા સફળ થવા દેશે નહીં.

શું કહ્યું હતું દત્તાત્રેય હોસબાલેએ?
RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ (Dattatreya Hosabale) ગુરુવારે બંધારણના આમુખમાં ‘સમાજવાદી’ અને ‘પંથનિરપેક્ષ’ શબ્દો ઉપર ચર્ચા કરવાની હાકલ કરતા કહ્યું હતું કે આ શબ્દો કટોકટી દરમિયાન સામેલ કરવામાં આવ્યા હતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણનો ક્યારેય ભાગ નહોતા.
કટોકટી પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે દત્તાત્રેય હોસબાલેએ કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણના આમુખમાં આ શબ્દો ક્યારેય નહોતા. આ શબ્દો કટોકટી દરમિયાન જ્યારે મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સંસદ કાર્યરત ન હતી, ન્યાયતંત્ર લકવાગ્રસ્ત હતું ત્યારે ઉમેરવામાં આવ્યા હતા.
દત્તાત્રેય હોસબાલેએ કહ્યું કે, આ મુદ્દા પર બાદમાં ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તેમને બધારણના આમુખમાંથી દૂર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. તેથી તે શબ્દો બંધારણના આમુખમાં રહેવા જોઈએ કે નહીં તેની ઉપર ચર્ચા થવી જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો