WhatsApp
Spread the love

હવે WhatsAppના નવા મલ્ટી-ડિવાઈસ ફીચરની મદદથી, કોઈપણ થર્ડ પાર્ટી એપ વગર એક જ એકાઉન્ટ બે સ્માર્ટફોન પર એકસાથે ચલાવી શકાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જો બે અલગ અલગ સ્માર્ટફોન પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવો હોય તો પહેલા તે શક્ય નહોતુ પરંતુ હવે તે શક્ય છે. પહેલા આમ કરવું મુશ્કેલ હતું કારણ કે વોટ્સએપ ફક્ત એક જ ફોન પર એકાઉન્ટ ચાલવાની મંજૂરી આપતું હતું. પરંતુ હવે કંપનીએ એક નવું ફીચર રજૂ કર્યું છે જેનાથી એક જ વોટ્સએપ એકાઉન્ટ બે મોબાઈલ ફોન ઉપર ચલાવવું ખૂબ જ સરળ થઈ ગયું છે.

હવે વોટ્સએપની મલ્ટી-ડિવાઈસ સુવિધા દ્વારા એક જ એકાઉન્ટનો ઉપયોગ ચાર ડિવાઇસ પર એકસાથે કરી શકાય છે જેમાં બીજા સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે હવે એક વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માટે ફક્ત એક ફોન સુધી મર્યાદિત રહેવાની જરૂર નથી.

બે ફોન પર એક WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે?

આ યુક્તિ અપનાવવા માટે હેક કે થર્ડ પાર્ટી એપની આવશ્યકતા નથી ફક્ત કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

1. બીજા ફોન પર WhatsApp ઈન્સ્ટોલ કરો – તેને ઇન્સ્ટોલ કરતી વખતે મોબાઈલ નંબર દાખલ કરશો નહીં.

2. “લિંક ટુ એક્સિસ્ટિંગ એકાઉન્ટ” પસંદ કરો – એપની વેલકમ સ્ક્રીન પર આ વિકલ્પ મળશે, તેના પર ટેપ કરો.

3. QR કોડ સ્કેન કરો – હવે તે ફોનની સ્ક્રીન પર એક QR કોડ દેખાશે.

4. પ્રાથમિક ફોનથી સ્કેન કરો – તે ફોન પર જાઓ જ્યાં વોટ્સએપ પહેલેથી જ ચાલી રહ્યું છે

સેટિંગમાં જાઓ,

લિંક્ડ ડિવાઈસ ઓપ્શન ઉપર ટેપ કરો

હવે QR કોડ સ્કેન કરો

બસ! આટલુ કર્યા બાદ બંને ફોન પર WhatsApp સક્રિય થઈ જશે. બધી ચેટ્સ, મેસેજીસ અને મીડિયા બંને ફોન પર સિંક રહેશે.

જો QR કોડનો વિકલ્પ ન દેખાય તો શું?

જો QR કોડનો ઓપ્શન ન દેખાય તો WhatsApp વેબનો વિકલ્પ પણ અજમાવી શકાય છો. તેનાથી બીજા ફોનમાં બ્રાઉઝર દ્વારા WhatsAppનો ઉપયોગ પણ કરી શકાશે.

ડેટા સુરક્ષિત રહેશે?

વોટ્સએપની આ મલ્ટી-ડિવાઈસ ફિચરમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેના કારણે વ્યક્તિગત ચેટ્સ અને કોલ્સ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. એક ડિવાઇસ પર કે ચાર ડિવાઈસ પર પરંતુ ઉપભોગકર્તાની ગોપનીયતા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *